SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ , , , , , , , ૨૬૯ શ્રી સિદ્ધચક્ર તા. ૨૬-૩-૧૯૩૭ છીએ, તેમ બંધનું પણ પ્રવાહે બાંધવાનું વર્તમાનકાલનું છતાં પણ અનાદિપણું માનવું. જીવમાં નવા જ્ઞાનાદિગુણોની ઉત્પત્તિ અનુભવસિદ્ધપણે દેખવાથી કર્મનો નાશ માનવો જોઈએ, અને તેવી રીતે દેશે નાશ થનારા કર્મનો સોનાના મેલની પેઠે સર્વથા પણ નાશ માનવો જોઈએ. તે કર્મથી સર્વથા મુકાયેલો જે આત્મા તે જ સર્વથા મુક્ત જાણવો. ઇત્યાદિ પદાર્થવાદ જે શાસ્ત્રમાં હોય તે શાસ્ત્ર તાપશુદ્ધ જાણવું, અને બુદ્ધિમાન ધીરપુરુષે તેનો જ અંગીકાર કરવો. આવી રીતે આ કષાદિના નિરૂપણવાળું જે શ્રુત તે ઉત્તમશ્રુત કહેવાય. અનુજ્ઞામાં ઉત્તમકૃત કહેવાનું કહ્યું તેની સાથે કહેલા આદિશબ્દથી સ્તવપરિણા વિગેરેનું પણ વર્ણન લેવું. એમાં પ્રથમ ગૌણ મુખ્યપણે બે પ્રકારના સ્તવનું વર્ણન કરાય છે. હવે તે સ્તવપરિજ્ઞા કહે છે : दव्वे ११११, जिण १११२, दव्वे १११३, धम्मत्थ १११४, सो १११५, इय १११६, कट्ठा १११७, तस्स १११८, नंदाइ १११९, सुद्धस्स ११२०, कार ११२१, ते ११२२, धम्म ११२३, लोए ११२४, સાય ૨૨૨૫, છિન્સં ૨૨૨૬, પડિ ૨૨૭, તા ૨૨૨૮, સ્તવ બે પ્રકારે છે (૧) એક દ્રવ્યસ્તવ અને (૨) બીજો ભાગસ્તવ. તેમાં ભાવ સ્તવના રાગથી વિધિપૂર્વક જિનભવનાદિકનું જે કરવું તે દ્રવ્યસ્તવ કહેવાય અને નિરતિચાર એવો જે સંયમ આદરવો તે ભાવસ્તવ કહેવાય. દ્રવ્યસ્તવમાં જે મુખ્યતાએ જે જિનભવન કરાવવાનું કહ્યું છે તેનો વિધિ સંક્ષેપથી આ પ્રમાણે છે ઃ ૧. ભૂમિ શુદ્ધ હોવી જોઈએ. તપસ્વીઓને આવવા-જવા અને રહેવા લાયક સ્થાને અને અસ્થિઆદિ રહિત એવી જે ભૂમિ તે દ્રવ્યશુદ્ધ ભૂમિ કહેવાય, અને જેમાં બીજા પડોશી વગેરેને અપ્રીતિ ન હોય તે ભાવશુદ્ધ ભૂમિ કહેવાય. કેમકે ધર્મ કરવાને માટે તૈયાર થયેલા જીવોએ શ્રી જિનભવનાદિક તો શું? પરંતુ સંયમ પણ એવી જ રીતે કરવા લાયક છે. આ ધર્માર્થી જીવે કોઈને પણ અપ્રીતિ ન ઉપજાવવી એ હકીકતમાં ભગવાનનું દ્રષ્ટાંત જાણવું. તે ભગવાન મહાવીર મઠના સ્વામીને અપ્રીતિ એવી પ્રબલ છે કે જેથી એ ઉત્કૃષ્ટ મિથ્યાત્વનું બીજ થાય એવી છે એમ જાણીને ભરચોમાસામાં એક પક્ષ ગયા પછી પણ તે તાપસના આશ્રમથી વિહાર કરી ગયા. એવી રીતે દરેક ધર્મિષ્ઠ સમ્યક્ પ્રયત્ન કરીને હંમેશાં લોકોની અપ્રીતિ શક્તિ હોય ત્યાં સુધી તો વર્જવીજ જોઈએ, છતાં પણ જ્યાં અન્યની અપ્રીતિ વર્જવી અશકય હોય ત્યાં ધર્માર્થીએ પોતાના આત્માનો જ દોષ વિચારવો. બીજો કોઈ અવગુણ ન હોય તો પણ ભવાંતરનું કર્મ તે અપ્રીતિનું કારણ છે, એમ વિચારવું. સર્વગુણ સંપૂર્ણ ભગવાનવીરને દેખીને હાલિકને ઉત્કૃષ્ટ અપ્રીતિ ભવાંતરના વૈરથી જ થઈ હતી. એ હકીકત ધ્યાનમાં લઈને પોતાના કર્મનો દોષ ગણવો. ભૂમિ શુદ્ધિ કહ્યા પછી કાષ્ઠાદિ જે જિન ભવનમાં ઉપયોગિ દ્રવ્ય છે તેની શુદ્ધિ કહે છે. કાષ્ઠાદિ દલ પણ તે જ શુદ્ધ કહેવાય કે જે અન્યમતના પણ દેવના મંદિરથી કે મશાનથી લાવવામાં આવ્યું ન હોય, ગજા ઉપરાંતના ભારથી બળદ વિગેરેને પીડા કરીને અવિધિથી લાવવામાં ન આવ્યું હોય, તેમજ પોતે કરાવેલું પણ ન હોય. તે કાષ્ઠાદિ દ્રવ્યોને શુદ્ધાશુદ્ધ જાણવાનો આ ઉપાય છે. તે કાષ્ઠાદિક લાવવાની વાત થતી હોય કે તેને લેવા જતા હોઈએ તે વખતે જો નદી આદિ શુભ શબ્દ, ભરેલો કલશ, સુંદર ધર્મચારી પુરુષો અને વ્યવહાર લગ્ન આદિ
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy