________________
૨૬૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭
जीव १०९५, उभय १०९६, एत्थ १०९७, नउ १०९८, एवं १०९९, णउ ११००, एवं ११०१, तय ११०२, हेदीर्ण ११०३, अकरितो ११०४, मोक्खो ११०५, तम्हा ११०६, अणु ११०७, दीसइ ૨૨૦૮, મા ૨૨૦૨, ૩, ૨૨૨૦, જીવ અને શરીરનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ સાક્ષાત્ અનુભવાય છે, તેમજ જીવનું કથંચિત્ મૂર્તામૂર્તિપણું છે તેથી તેમજ સ્પર્શ થયા પછી પદાર્થનું જ્ઞાન થાય છે તેથી વળી બંનેએ કરેલું એટલે જીવ અને શરીરે કરેલું કર્મ જીવ અને શરીર બંને ભોગવે છે માટે તેવી જ રીતે બંનેમાંથી કર્યા વિના કોઈ ભોગવતું નથી, માટે કર્મના બંધાદિકનો સદ્ભાવ ભવ અને કર્મના કે જીવ અને શરીરના ભેદભેદ માનવા સિવાય ઘટતો નથી, માટે જીવ અને દેહનો ભેદભેદ માનવો આ ભવમાં શરીર દ્વારાએ હિંસા કરીને જે પણ કર્મ બાંધ્યું તે જ કર્મ કટુકરૂપે ભવાંતરમાં આજ જીવ ભોગવે છે. ઓદારિક શરીરવાળાએ કરેલું કર્મ નરકમાં અન્ય જીવ માનીને તે અન્ય જીવે ભોગવવું થાય છે એમાં માનીએ તો કૃતનાશ અને અકૃતાગમ બળાત્કારે આવે. કેમકે મનુષ્ય કરેલું ન ભોગવ્યું અને નારકીએ નથી કર્યું ને ભોગવ્યું. એવી રીતે ક્રમનથી જીવે જે કર્મ બાંધ્યું હોય તે કર્મના ભયંકર વિપાકો ભવાંતરના શરીરે તે જીવથી જ ભોગવાય છે, વળી શરીરરહિત જીવને અથવા જીવવગરના શરીરને વેદના નથી હોતી, માટે એકલો જીવ કે એકલું શરીર ભોગવે છે એમ કહી શકાય નહિ, અને લોકવ્યવહાર આદિની વિરૂદ્ધતાથી તે જીવ જ શરીર છે કે શરીર જ જીવ છે એમ પણ માની શકાય નહિ. વળી જીવ અને શરીરનો ભેદભેદ માનીએ તો જ શરીરના નાશ અને ઉપકારથી પાપ અને પુણ્યની ઉત્પત્તિ મનાય નહિંતર ઘટાદિકના નાશ અને ઉત્પત્તિની પેઠે તે શરીરના ઉપકાર અને નાશથી પુણ્ય પાપ ઘટે. નહિં, શરીરથી આત્મા સર્વથા અભિન માનીએ તો શરીરના નાશે જીવનો નાશ થઈ જાય અને તેથી પરલોકના અભાવથી બંધાદિકનો અભાવ થાય. શરીરધારાએ શરીરને વિષે નુકસાન અને ફાયદો કરવાથી જ બંધ વિગેરે થાય છે, પણ અમૂર્ત એવો એકલો કર્તાનો આત્મા કાંઈપણ કરી શકતો નથી અને નહિં કરવાવાળો જો બંધાય એમ માનીએ તો હંમેશાં સર્વજીવોને સર્વ કર્મ બંધાવાનો પ્રસંગ આવે, માટે જીવ અને શરીરના કથંચિત્ ભેદભેદપણામાં જ કર્મના બંધાદિક ઘટે છે. મોક્ષ પણ બંધાયેલાનો જ હોય છે. જો કર્મનો બંધ જ ન હોય તો પછી મોક્ષ કોનો? વળી તે હંમેશાં કેમ ન હોય? અથવા હેતુથી જ કેમ થાય? અને તે પુરુષાર્થ કેમજ ગણાય? માટે બંધાયેલાનો જ મોક્ષ હોય છે, અને તે બંધ પણ પરંપરાએ અનાદિ જ ઘટે છે, નહિંતર કોઈપણ કાલે બંધની શરૂઆત લઈયે તો તેનાથી પહેલાં બંધ ન હોવાથી તે વખતે મુક્તદશા જ માનવી પડે. શંકા કરે છે કે જ્યારે ત્યારે પણ વર્તમાનકાળે બંધ હોય છે તેથી તે બંધ તો કુત્રિમ ગણાય અને તે અપેક્ષાએ બંધ આદિવાળો ગણાય. તો પછી તેવા બંધને અનાદિ કેમ કહેવાય ? ઉત્તરમાં કહે છે કે દરેક વર્તમાન ક્ષણ વર્તમાનપણે વર્તી ગયેલા હોવાથી અતીત થાય છે. અને એવા અતીત કાલને જેમ પ્રવાહે અનાદિ કહીએ છીએ, અર્થાત્ વર્તમાનકાળે જે વર્યો તે જ અતીત કહેવાય છે, છતાં અનાદિપ્રવાહથી તેમ થાય છે માટે જ અતીતકાલને અનાદિ ગણીએ