________________
૨૬૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭ કહે છેઃ જે શાસ્ત્રમાં સાવઘવિષયક પ્રતિષેધ અત્યંતપણે કર્યો હોય તેમજ રાગાદિકનો જેનાથી નાશ કરવામાં આવે એવાં સમર્થ ધ્યાનાદિ જેમાં જણાવ્યાં હોય તે શાસ્ત્ર કષશુદ્ધ કહેવાય. જેમ મન વચન કાયાએ કરીને બીજા જીવની સર્વથા પીડા ન કરવી અને રાગાદિથી પ્રતિકુળ થાય એવું ચિત્તમાં ધ્યાન હંમેશાં કરવું જોઈએ, એવું જે શાસ્ત્ર તે કષથી શુદ્ધ થયેલ કહેવાય, પણ જેમાં સ્કૂલહિંસાનો જ માત્ર નિષેધ હોય, પણ સર્વ સાવદ્યવિષયક વિષય ન હોય અને રાગાદિકને નાશ કરવામાં સમર્થ એવાં ધ્યાનઆદિ ન જણાવ્યાં હોય અને માત્ર પૃથ્વી વ્યાદિ અને પદોનાં જ ધ્યાનો જણાવ્યાં હોય તે શાસ્ત્રો કષથી અશુદ્ધ કહેવાય, જેમ કોઈ શાસ્ત્રમાં એમ કહ્યું હોય કે મરનારો જીવ હોય મારનારો પ્રાણીને વિચારનાર હોય વળી તે પ્રાણીને મારવાની ક્રિયા હોય અને તે પ્રાણીના પ્રાણનો જો નાશ થાય તો હિંસા થાય, એવું શાસ કષથી અશુદ્ધ કહેવાય. એવા શાસ્ત્રોના દાખલાને જણાવતાં કહે છે કે જે શાસ્ત્ર હાડકાં વગરનાં જે જીવો હોય તેવા એક ગાડાં જેટલા જીવો મારે તો એકજ હિંસા ગણાય એમ કહેનાર હોય, વળી બ્રહ્મહત્યાદિ કરનારો હું છું એમ અવિદ્યમાન એવા પણ પોતાના દોષો પાપશુદ્ધિને માટે કહેવાય તો તેમાં મૃષાવાદ નથી એમ જણાવનાર શાસ્ત્રો હોય તે વિગેરેમાં તેમજ અકારઆદિ અક્ષરોનું ધ્યાન કરવું, એમ કહેનારા શાસ્ત્રોમાં કષશુદ્ધ હોય નહિ. એમ મૃતધર્મની કષશુદ્ધ જણાવીને હવે છેદશુદ્ધિ જણાવે છેઃ
सइ १०७२, एएण १०७३, गह १०७४, जे खलु १०७५, जत्थ १०७६, एयं १०७७, गइ १०७८, तह १०७९,
અનેક પ્રકારના સંયમયોગોમાં ધાર્મિકજનની હંમેશાં જે અપ્રમાદપણે વૃત્તિ તે બાહ્યઅનુષ્ઠાન કહેવાય છે. એ શાસ્ત્રમાં કહેલા બાહ્ય અનુષ્ઠાન વડે કરીને પૂર્વોક્ત વિધિનિષેધનો બાધ ન થાય અને તે વિધિનિષેધ બંને ઉત્પન્ન થાય એવા અનેકવચનોથી શુદ્ધ એવું જે શાસ્ત્ર તે શુદ્ધ કહેવાય. જેમ સાધુએ હંમેશાં માતરૂપરઠવવા વિગેરે સર્વકાર્યો પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં અપ્રમત્ત રહીને જ કરવું. વળી પ્રમાદા કરનારા એવા વસતિઆદિનો પરિહાર કરવો. તેમજ મધુકરવૃત્તિએ શરીરનું પોષણ કરવું, જ્યાં વિવિધ પ્રકારના સંયમયોગોમાં ધાર્મિકની વૃત્તિ અપ્રમત્તપણે ન હોય તે અનુષ્ઠાન કહેવાય. એવા અનુષ્ઠાનો વડે પ્રતિષેધ અને વિધિનો બાધ થાય, તેમજ તે વિધિ અને પ્રતિષેધ બને બને પણ નહિ. તેથી એવા વચનોવાળું શાસ્ત્ર તે છેદથી અશુદ્ધ કહેવાય. જેમ દેવતાની આગલ ગાયનઆદિ કાર્યમાં સાધુએ ઉદ્યમ કરવો જોઈએ. હાસ્યાદિક કરવાં જોઈએ, અસભ્ય વચન (હું બ્રહ્મઘાતી છું વિગેરે) કહેવાં જોઈએ, અન્યમતને માનનારાનો નાશ ઈચ્છવો જોઈએ, એકજ ઘરે અન લઈને ભોજન કરવું, તરવારની ધારા વિગેરેથી ! શરીર ઉપર ઘા કરવો, એ બધાં બાહ્ય અનુષ્ઠાનો પાપરૂપ છે, એવી રીતે કષ અને છેદની શુદ્ધિ જણાવી હવે તાપની શુદ્ધિ કહે છે.
जीवा १०८०, एएण १०८१, संता १०८२, संत १०८३, इहरा १०८४, निञ्चो १०८५, एगन्ता १०८६, ण १०८७, पिंडो १०८८, एवं १०८९, सक १०९०, वेएइ १०९१, णय १०९२, इ. १०९३ ઇર્ષ ૨૦૧૪ જીવાદિ પદાર્થનું જણાવાતું સ્વરૂપ જો દુષ્ટ એટલે પ્રમાણથી સિધ્ધ એવા પદાર્થો અને ઈષ્ટ