SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ શ્રી સિદ્ધચક્ર તા. ૨૬-૩-૧૯૩૭ તેને પણ સમ્યગ્દર્શન પ્રગટ થાય.) જો ભવ્યપણાનો તેવો કાલાદિક ભેદે ભિન્નતાવાળો સ્વભાવ ન માનીએ તો તે એક સ્વરૂપ મનાયેલો હોવાથી કર્માદિકનો તેવો કાલાદિકભેદે ભિન્નફલ કરવા રૂપ સ્વભાવને ભિનફલને કરનારો થાય નહિ, આ ભવ્યત્વની વિચિત્રતાની વાત બુદ્ધિશાળીઓએ વિચારવી. કદાચ કહેવામાં આવે કે દેશના વિગેરે સાધનો સમ્યગ્દર્શનઆદિને કરવાવાળાં નથી એમ માનીયે અને તેથી અભવ્યને મોક્ષ પ્રાપ્તિનો પ્રસંગ નહિં આવે, પણ તેમ માનીયે તો ભવ્યમાં પણ તે દેશનાદિ સમ્યકત્વઆદિને કરનારાં કેમ બને? કહેવામાં આવે કે ભવ્યત્વ હોય તો દેશનાદિથી સમ્યત્વે આદિ થાય, તો ભવ્યપણું બધા ભવ્યજીવોને સરખું છે એમ તમોએ માન્યું છે અને તેથી તે ભવ્યપણું પણ આવી રીતે એક સ્વરૂપ હોવાથી અભવ્યની દેશના જેવું જ થશે. કદાચ એ દોષના ભયથી ભવ્યપણાનો તેવો સરખાપણાનો સ્વભાવ ન માનો તો તત્ત્વથી ભવ્યપણાની વિચિત્રતારૂપ અમારો જ પક્ષ કબૂલ થયો. જે માટે તે ભવ્યપણું એક છતાં પણ અનાદિ છે અને તે ભવ્યપણાનો પરિપક્વ થવાનો સ્વભાવ પણ આત્મભૂત હોવાથી અનાદિ છે, એમ કહેવાથી બાકીના કર્માદિક નકામાં છે એમ નહિ સમજવું, કેમકે તથા સ્વભાવવાળું ભવ્યપણું પણ પોતાના પરિપક્વપણાની માફક જ કાલાદિકની પણ અપેક્ષા રાખે છે. પરમાર્થથી વિચિત્ર સ્વરૂપવાળા તે કારણોના સમુદાયથી જ જીવ તેવા પ્રકારનું અન્યોડચ અપેક્ષાએ વિર્ય પામે છે અને તેથી તેને દ્રવ્ય સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, અને તે દ્રવ્યસમ્યક્તથી ભાવસમ્યકત્વ થાય છે અને તે ભાવસમ્યકત્વથી અનુક્રમે કે સાથે ચારિત્ર પ્રાપ્ત થાય છે અને તેથી અનુક્રમે કેવળજ્ઞાનાદિકની પ્રાપ્તિ થાય છે. ઉપર જણાવેલ સમ્યકત્વના દ્રવ્ય અને ભાવ એવા જે ભેદો છે તે જણાવે છે, જિનવચન જ તત્ત્વ છે એવી જે રૂચિ તે દ્રવ્યસમ્યકત્વ અને યથાસ્થિત જીવાદિ ભાવોના હેયાદિના વિભાગવાળા જ્ઞાનથી થતી શ્રદ્ધા તે ભાવસમ્યકત્વ કહેવાય છે. ને દ્રવ્યસમ્યકત્વ કરતાં ભાવસમ્યકત્વની શ્રેષ્ઠતા જણાવે છે, જેના ગુણો ન જાણ્યા હોય એવા સુંદરરત્નમાં જે શ્રદ્ધા હોય તેના કરતાં ગુણો જાણ્યા પછી થતી શ્રદ્ધા અનંતગુણી હોય છે અને તેટલા જ માટે ભાવસમ્યકત્વ એ દ્રવ્યસમ્યકત્વ કરતાં અનન્તગુણ શુદ્ધ જાણવું અને એવું ભાવસમ્યકત્વ જ પ્રશમાદિલિંગોને ઉત્પન્ન કરનારું છે, અને એવા ભાવસમ્યકત્વથી જ તીવ્ર શુભભાવ થાય છે, અને તે તીવ્ર એવા શુભભાવ થવાથી શુદ્ધચારિત્ર પરિણામ થાય છે, અને તે ચારિત્રપરિણામથી દુઃખરહિત અને શાશ્વત સુખવાળો એવો મોક્ષ મળે છે. મૃતધર્મની મહત્તા એ દ્રવ્યસમ્યકત્વ છે અને તે જ ભાવ સમ્યકત્વનું કારણ છે. એમ પ્રાસંગિક વસ્તુ કહીને જે ચાલુ અધિકાર શ્રતધર્મની શુદ્ધિનો છે તેને કહે છે. સુ ૨૦૬૭, સુકુમો ૨૦૬૮, Mદ ૨૦૬૬, ધૂનો ૨૦૭૦, નદ ૨૦૭૨, તેટલા માટે શ્રુતધર્મની કષ વિગેરેએ કરીને પરીક્ષા કરવી જોઈએ, ઉષરભૂમીમાં સેંકડો વખત થયેલો વર્ષાદ નિષ્ફળ જાય છે, તો પણ રસાલ જમીનમાં વર્ષાદ વિના ધાન્યની ઉત્પત્તિ થાય છે એમ કહી શકાય જ નહિં. એવી રીતે અભવ્ય કે ભવ્યજીવમાં અનન્સી વખત કૃતધર્મની પ્રાપ્તિ નિષ્ફળ થઈ છે, છતાં ચરમાવર્તે ભવ્યજીવને પણ થતા સમ્યગદર્શાનાદિમાં તે શ્રતધર્મ કારણ છે એમ માનવાના કોઈ પણ પ્રકારે ગેરવ્યાજબીપણું નથી, કેમકે પૂર્વ જણાવ્યું તેમ પ્રાયે કૃતધર્મથી જ સમ્યકત્વ અને ચારિત્ર થાય છે, અભવ્ય તથા ભવ્યજીવોને પણ અન્નત વખત મૃતધર્મ આવ્યા છતાં ચારિત્રધર્મ નથી થયો માટે પ્રાયે એવું કહ્યું છે. કષનું સ્વરૂપ
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy