________________
૨૬૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • કહ્યું છે, અને તે રૈવેયકનો ઉપપાત સાધુવેષ વગર થયો જ નથી, કેમકે કહ્યું છે કે સમ્યકત્વ વગરના જે લોકો સાધુપણાનો વેષ ગ્રહણ કરે છે તેનો પણ ઉપપાત ઉત્કૃષ્ટથી નવમા રૈવેયક સુધી હોય છે અને જ્યારે અનન્ત વખત દ્રવ્યસાધુપણું આમ ગયું તો પછી સાધુપણામાં આ સૂત્રપોરસઆદિક જ નિત્યકર્મ વિતરાગોએ યથાયોગ્ય કહેલું છે, તે બધું અનન્ત વખત થઈ ગયું છે, અર્થાત્ શાસ્ત્રની પ્રાપ્તિ અનંતી વખત થઈ, પણ તેનાથી કેમ સમ્યકત્વ થયું નહિ? અથવા તો એજ શાસ્ત્ર કાલભેદે સમ્યકત્વનો હેતુ બને કેમ ?, આ બધા પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે મૃતધર્મ મળ્યો હતો, પણ કોઈપણ પ્રકારે જીવન વિર્યનો ઉલ્લાસ થયો ન હતો અને સમ્યકત્વ તો વીર્ય ઉલ્લાસથી જ થાય, અને તે સમ્યકત્વના કારણભૂત વીર્ય પણ પ્રાયે શાસ્ત્રોથી જ થાય. જેમ ખારાદિકમાં ઘણી વખત નંખાયેલો છતાં વેધ પરિણામને નહીં પામેલો પણ ઉત્તમમણિ કોઈ કાલે મળેલા તે જ ખારાદિકથી વીંધાય છે. તેવી રીતે અનેક વખત શુદ્ધધર્મના સંયોગની પ્રાપ્તિ થાય છતાં નહિં થયેલો એવો જે વીર્ય ઉલ્લાસ થાય તે શુદ્ધ ધર્મથી જ થાય છે અને તેથી ભવ્યજીવ સિદ્ધિ પામે છે. તે જીવનો જ તેવો સ્વભાવ છે કે તેટલી જ વખત શાસ્ત્રધર્મ થઈ ગયા પછી કોઈક કાલે થયેલા શાસ્ત્રધર્મથી જ તેટલું વીર્ય પામે છે અને તેથી સમ્યકત્વ પામે છે. શંકાકાર કહે છે કે ૨૦૪૬, મUUTદ ૨૦૪૭, મારિ ૨૦૪૮, વાતો ૨૦૪૧, સબૅવિ ૨૦૫૦, નવ १०५१, एत्थंपि १०५२, एअं १०५३, एय १०५४, कम्माइ, १०५५, अह १०५६, भद्यन्ते १०५७, अह १०५८, जं १०५९, णय १०६०, तस्स १०६१, तत्तो १०६२, जिण १०६३, सम्म १०६४, तम्हा ૨૦૬૧, તો ૨૦૬૬ પૂર્વે કહ્યા પ્રમાણે સ્વભાવવાદ અંગીકાર કરવાથી તો તમે પોતાનો સર્વકર્મોની અંતઃ કોટી કોટી સ્થિતિ થાય તો જ સમ્યકત્વ થાય આવી રીતે જણાવેલ કર્મવાદ છોડી દીધો, આના ઉત્તરમાં કહે છે કે અમારે એકાંત કર્મવાદ કોઈપણ પ્રકારે ઈષ્ટ નથી, તેમજ સ્વભાવવાદ પણ સર્વથા અનિષ્ટ પણ નથી, કેમકે દુપમાકાલની રાત્રિના નાશ માટે સૂર્યસમાન હોવાથી દિવાકર તરીકે ગણાતા અને સંમતિનામના શાસ્ત્રથી જેમનો જશ પ્રસારેલો છે એવા શ્રુતકેવલી સિદ્ધસેન આચાર્યે કહેલું છે કે કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને ઉદ્યમ એ કારણોમાંથી કોઈ જગતનું કોઈ એકજ કારણ છે એમ માને તો તે મિથ્યાત્વ છે, અને પરસ્પર અપેક્ષાવાળાં તે સર્વ કાલાદિકો જગતના કારણો છે એમ માને તો તે સમ્યકત્વ કહેવાય, એવી રીતે કલાદિક સર્વે વસ્તુઓ સમુદાયે કાર્યને સાધનારાં કહેલાં છે અને એવી જ રીતે સર્વકાર્યમાં તે પાંચે પદાર્થો સમ્યપણે ઘટે છે. આ જગતમાં મગનું રાંધવું આદિક કોઈપણ કાર્ય એકલા કાલાદિકથી થતું નથી, પણ કાલાદિક પાંચે એકઠા થાય ત્યારે જ થાય છે. માટે તે કાલાદિક બધા એકઠા થયેલા જ કર્મના ઉદયથી અને યત્નથી થનાર વસ્તુમાં કારણો ગણાય. અહીં સમ્યક્ત પ્રાપ્તિમાં પણ એવી જ રીતે અમે સ્વભાવ પણ કારણ તરીકે માનેલો છે અને તે પણ વિચિત્રભવ્યપણારૂપ સ્વભાવ જ અહીં કારણ તરીકે સમજવો. જો આ ભવ્યપણું જે છે તે પણ જો સર્વજીવોને સર્વથા સરખું જ હોય તો કાલાદિકના ભેદ સિવાય તુલ્યપણે સર્વજીવને મોક્ષે જવું થાય. વળી સર્વથા એકસ્વભાવવાળા ભવ્યત્વને માનીએ તો કર્માદિના અધિક ન્યૂનપણાથી પણ કાંઈ પણ ફરક પડે નહિં, અને કર્મની સ્થિતિ વધારે છતાં પણ સમ્યકત્વ માનીયે તો અભવ્યને પણ સમ્યકત્વ અને મોક્ષનો પ્રસંગ આવે (દેશનાવિગેરેથી