________________
શ્રી સિદ્ધચક્ર
(ગતાંકથી ચાલુ)
તે
અને ઘટી શકે તેવો જે ઉપદેશ તે ધર્મમાં છેદ જાણવો. બંધ તથા મોક્ષાદિને અનુકૂળ એવા જીવાદિપદાર્થોનું નિરૂપણ તે ધર્મના અધિકારમાં તાપ જાણવો. તે કષ, છેદ અને તાપ એ ત્રણે કરીને શુદ્ધ એવો જે ધર્મ તે જ સમ્યધર્મપણાને પામે છે. એ ત્રણ વડે કરીને જે ધર્મ શુદ્ધ ન હોય અગર કોઈપણ એક પ્રકારની અશુદ્ધિવાળો હોય તો તે ધર્મ યથાર્થપણે ધર્મના ફળને દેવામાં સમર્થ થતો નથી. એ ધર્મ જ જે માટે જગતના સર્વ પદાર્થોમાં ઉત્તમ પુરૂષાર્થ છે, માટે એ ધર્મની બાબતમાં જે ઠગાયો મનુષ્ય સકળકલ્યાણોથી ઠગાયો જ છે એમાં કોઈ સંદેહ નથી, અને જે ધર્મમાં ન ઠગાયો તે કલ્યાણમાં કોઈ દિવસ પણ ઠગાતો નથી, માટે બુદ્ધિમાનોએ બુદ્ધિપ્રધાન એવી દૃષ્ટિથી ધર્મની સમ્યક્ પરીક્ષા કરવી. જેને મોક્ષનું બીજ (સમ્યક્ત્વ) પ્રાપ્ત થયું હોય છે તેને આ લોકનાં બધાં કલ્યાણો મળે છે, અને પરભવમાં શુભપરંપરાવાળાં એવાં દેવ અને મનુષ્યનાં સુખો પણ નક્કી મળે જ છે. સાચાતત્ત્વોની શ્રદ્ધારૂપ તથા પ્રશમાદિરૂપ ચિહ્નોથી જણાતું અને શુભઆત્માના પરિણામ સ્વરૂપ એવું જે સમ્યકત્વ તે જ મોક્ષનું બીજે છે. તે સમ્યક્ત્વ મળ્યા પછી નિર્મળભાવવાળા જીવને હંમેશાં સુખ જ હોય છે અને ભાવથી ધર્મમાં પ્રવર્તેલા જીવને શુભ અનુબંધ જ હોય છે. સાચા પદાર્થને કહેવાવાળા શાસ્ત્રોથી જ સાચાપદાર્થની શ્રદ્ધા થાય છે, અનેં તેવું શાસ્ત્ર શ્રીવીતરાગમહારાજના જ વચનરૂપ હોય છે. અપૌરૂષય એટલે પુરૂષ નિ - કહેલું એવું વચન સર્વથા જે માટે હોય જ નહિં તે માટે અપૌરુષેય તરીકે ગણાતું વચન તે સત્યાર્થને જણાવનાર કહેવાય જ નહિં. તેમ જ પુરૂષે કહેલું હોવાથી જે પૌરૂષય વચન હોય તેમાં પણ દોષવાળાનું વચન સત્યાર્થને જણાવનાર કહેવાય નહિં શંકાકાર કહે છે કે એ જિનવચનથી પણ સત્યપદાર્થની શ્રધ નક્કી થાય જ છે એમ સિધ્ધિ થતી નથી. કેમકે સર્વજીવોએ આ જૈનપ્રવચનનું શ્રુત પણ અનંતી વખતે મેળવેલું છે. વળી પૂર્વે જિનપ્રવચનનો યોગ ન જ પ્રાપ્ત થયેલું હોય એમ માનવામાં બીજો કોઈ હેતુ નથી, કેમકે અનાદિનો સંસાર હોવાથી તેમાં કોની કોની સાથે કોનો કોનો સંબંધ થયો નથી ? પહેલાં અનન્તી વખતના પમાયેલા જિનશ્રુતથી સમ્યક્ત્વ ન થયું અને હવે જો તે સમ્યક્ત્વ થાય, તો તે સમ્યક્ત્વ થવાનું કરાણ શું ? અને જો વગર કારણે જ તે સમ્યક્ત્વ થતું હોય તો તે સમ્યક્ત્વ હંમેશાં હોય અથવા તો કોઈ દિવસ પણ ન થાય. કારણ મળવાથી થવાવાળી જે ચીજ હોય તે અહેતુક કહી શકાય નહિં અને અહેતુક ચીજ હોય તે કાં તો હંમેશાં હોય જ અથવા કદાપિ ન જ હોય, એવી રીતે પણ સમ્યક્ત્વની ઉત્પત્તિ થવી સંભવિત નથી. વળી સર્વસંયોગો કર્માધીન છે, અને તે કર્મ પણ ઉત્કૃષ્ટ સ્થિતિથી એ કોટાકોટિ સુધી સ્થિતિવાળું અનંતી વખત થઈ ગયેલું છે. સમ્યકત્વ પામવાવાળાને કોટાકોટિ સિવાય અધિક સ્થિતિનું કોઈ કર્મ નથી અને તેટલું અંતઃ કોટાકોટિ તો કર્મ ઘણી વખત થયું. અનાદિકાળમાં એક જે વખત ગ્રંથીભેદ થાય છે તો કાલભેદે જુદા જુદા જીવોને સંયોગે જુદે જુદે કાલે સમ્યક્ત્વ કેમ થાય ? અહીં ઉત્તર દે છે કે બીજા હેતુનું કામ શું છે ? કેમકે કાલભેદે શાસ્રથી જ પ્રાયે સમ્યક્ત્વ થાય છે, અને શાસ્ત્રપ્રાપ્તિમાં પણ તે કાલભેદ જ હેતુ છે, આ જગા પર શંકા કરે છે કે તે શાસ્ત્ર પણ પહેલાં ઘણી વખત પ્રાપ્ત થયું, કેમકે સર્વજીવોનો અનન્ત વખત ત્રૈવેયકમાં ઉપપાત જરૂર થયેલો છે એમ સૂત્રમાં
૨૬૩
તા. ૨૬-૩-૧૯૩૭