________________
૨૪૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ અહીં અનુભાષકના પ્રસંગમાં જેષ્ઠ લેવો. જિનવચનના અનુભાષકરૂપી ગુણને આશ્રીને મોટો પણ તેને જે વંદન કરે છે તે વંદન કરવામાં તે નાના સાધુને આશાતના પણ નથી, કારણકે અનુભાષકગણે કરીને તે નાનો સાધુ પણ રત્નાધિક છે. આ અનુયોગને સ્થાને નિશ્ચયનયથી વય કે પર્યાય એકકે પ્રમાણભૂત હોઈ આલંબન થનાર નથી. લાયક એવા વ્યવહારથી તે વય અને પર્યાયની પ્રામાણિકતા છે, યથાયોગ્ય સ્થાને બને નયની હકીકત લેવા માટે જણાવે છે કે, બંને નયથી મનાયેલું પ્રમાણ સમજવું. કયો સાધુ કયા ભાવમાં વર્તે છે? એ હકીકત નિશ્ચયથી જાણી શકાતી નથી, પણ જે પહેલો ચારિત્રમાં દાખલ થયો તેને વ્યવહારથી વંદન કરાય છે. વ્યવહાર પણ એટલો બધો બળવાન છે કે વ્યવહારને ધર્મ તરીકે જાણતા એવા કેવલી મહારાજ પણ પોતાના ગુરૂઆદિ પોતાના કેવલજ્ઞાનની ઉત્તિથી અજાણ્યા હોય ત્યાં સુધી છદ્મસ્થ એવા ગુરૂને પણ તે કેવલીમહારાજ વંદન કરે છે. વ્યાખ્યાનનો વિધિ કહ્યા પછી વ્યાખ્યાનને લાયક વસ્તુ જણાવે છેઃ- ,
वक्खाणे १०१८, सिस्से १०१९, सम्म १०२०, पाण १०२१, बज्जा १०२२, जीबाइ १०२३, एएहिं १०२४, एसो १०२५, एत्थ १०२६, कल्ला १०२७, सम्म १०२८, तम्मि १०२९, भूअत्थ १०३०, जम्हा १०३१, आइ १०३२, णय १०३३, पच्छावि १०३४, तस्स १०३५, णय १०३६, किं १०३७, सव्व १०३८, जे १०३९, लिंगे १०४०, एवं १०४१, भण्णइ १०४२, जह १०४३, तह १०४४, १०४५
જે જે કાલે જેટલું જેટલું નંદિઆદિ જિનવચન પ્રવર્તતું હોય તેટલું ભાવાર્થપૂર્વક કહેવું અથવા શિષ્યોને તે નન્દીઆદિ સામાન્યસૂત્રો કરતાં વધારે યોગ્ય દેખે તો દષ્ટિવાદ આદિની વ્યાખ્યા પણ કરે, અથવા તે દષ્ટિવાદ આદિથી ઉદ્ધરેલા કોઈ પરિણાઆદિસ્તવની વ્યાખ્યા કરે અથવા તે નંદિઆદિકને જ વખાણે. કષ, છેદ અને તાપે કરીને શુદ્ધ એવો ધર્મ જેમાં વર્ણન કરાય તે સ્તવપરિણા આદિ શાસ્ત્રો ઉદ્ભૂત સૂત્ર કહેવાય. આવી રીતે ઉદ્ધતના પ્રસંગમાં જે સ્તવપરિણાની સૂચના કરી તે સ્તવપરિજ્ઞા દોઢસો કરતાં અધિક ગાથાના પ્રમાણવાળી છે તેથી તેની વ્યાખ્યા કરતાં પહેલાં ઉત્તમદ્યુતની વ્યાખ્યા કરે છે, પ્રાણવધ વગેરે પાપસ્થાનોનો જે સર્વથા નિષેધ અને ધ્યાન, અધ્યયન વિગેરેનો જે સર્વથાવિધિ કરાય તેનું નામ ધર્મકષમાં શુધ્ધ કહેવાય. જે બહ્મક્રિયાથી તે વિધિ અને નિષેધનો બાધ ન થાય, પણ નિરતિચારપણે તે વિધિ અને નિષેધ ઉત્પન્ન થાય.
(અપૂર્ણ)