SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૨-૧૯૩૭ જ થાય છે. વ્યાખ્યાનની બાબતમાં જાણી જોઈને બધું પણ ઉલટું કરાતું હોય તો તે પાપરૂપ જે કાર્ય તે વિષાદિના સરખું જાણવું અને મંત્રસમો સૂત્રનો વ્યાપાર જાણવો, તેટલા માટે દુઃષમાકાલમાં પણ સાવચેતીથી શકિત પ્રમાણે સૂત્રોને આધારે વ્યાખ્યાન કરવાનો ઉદ્યમ કરવો છે હવે તે સૂત્રના વ્યાખ્યાનનો વિધિ જણાવતાં વ્યાખ્યાનનો વિધિ આ પ્રમાણે જણાવે છેઃ मजण १००१, ठाणं १००२, दो १००३, गाव १००४, सव्व १००५, निरा १००६, अहि १००७, गुरु १००८, वक्खाण १००९, चोएइ १०१०, अह १०११, जह १०१२, आसा १०१३, ण १०१४, નિષ્ઠ ૨૦૨૫, વવ ૨૦૧૬, પત્થ ૨૦૧૭ વ્યાખ્યાન કરવાની ભૂમિનું પ્રમાર્જન કરવું, વ્યાખ્યાન કરનાર ગુરૂઆદિકનું આસન રચવું, સ્થાપનાચાર્ય પધરાવવા, આચાર્યને વંદન કરવું, અનુયોગ માટે કાઉસ્સગ્ન કરવો, અને વ્યાખ્યાન સાંભળ્યા પછી તેનો અનુવાદ કરનારો જે જયેષ્ઠ કહેવાય છે (પર્યાયે લઘુ હોય તોપણ વ્યાખ્યાનનો અનુવાદ કરનાર જે હોય) તેને વંદન કરવું ઉપર જણાવેલ અનુયોગ શ્રવણનું કથન સ્પષ્ટપણે સમજાવે છે કે વ્યાખ્યાનનું સ્થાન પૂંજીને, બે નિષદ્યાઓ તૈયાર કરવી, તેમાં એક નિષદ્યા તો ગુરૂમહારાજને બેસવા માટે, અને બીજી તેનાથી કાંઈક ઉંચી નિષદ્યા સ્થાપનાચાર્ય માટે.(આ ઉંચી નિષદ્યાથી સમવસરણનું ઉપલક્ષણ થાય છે) શરીરની વ્યાધિવાળા આચાર્ય માટે ઉચિત સ્થાને શ્લેષ્મ અને માતાનું ભાજન એમ બે ભાજન રાખવાં. વારંવાર માત્રાની શંકા જેને થતી હોય તેવા આચાર્ય પણ હંમેશાં વ્યાખ્યાન તો કરવું જોઇએ, એવો આ બે પાત્રો રાખવાની વિધિનો ભાવાર્થ છે જેટલાઓ સાંભળે તે બધા ઉપયોગપૂર્વક મુહપત્તિ પડિલેહીને એકીસાથે ભાવથી ગુરૂને વંદન કરે પછી અનુયોગના પ્રારંભને માટે સર્વ સાધુઓ કાયોત્સર્ગ કરે અને આચાર્યને ફરી વંદના કરે. કેટલાક કહે છે કે અનભાષકને પણ તે વખતેજ વંદન કરે. પછી ગુરૂના અવગ્રહની બહાર અત્યંત નજીક નહિં કે દૂર પણ નહિં, તેવા સ્થાને રહી ઉપયોગવાળો છતો ગુરૂનું વચન સાંભળે. નિદ્રા અને વિકથા છોડીને ગુપ્તિવાળા થઈને, હાથ જોડીને ભકિત તથા બહુમાનપૂર્વક ઉપયોગવાળાએ વ્યાખ્યાન સાંભળવું, તેમજ અર્થે કરીને યુકત, મધુર, સુભાષિત એવા શાસ્ત્રવચનોની ઇચ્છાવાળાએ હસતા મુખપણે ગુરૂને રોમાંચ કરવા સાથે વ્યાખ્યાન સાંભળવું. ગુરૂના સંતોષથી, ગુરૂની ભકિતથી તેમજ ગુરૂમહારાજને અંગે અંતઃકરણની પવિત્રતાથી ઇસૂત્રના અર્થનો જલદી પાર પમાય છે. કેમકે આ વિધિથીજ કર્મનો ક્ષય બની શકે. વ્યાખ્યાનની સમાપ્તિ પછી માતરાઆદિકનો ઉપયોગ કરીને અનુભાષક એવા જયેષ્ઠને વંદન કરે. કેટલાક આચાર્યો વ્યાખ્યાનની શરૂઆતમાં પહેલાં વંદન કરવાનું કહે છે. દીક્ષાપર્યાયે કરીને જે અધિક હોય તેને જયેષ્ઠ સમજી અનુયોગના અધિકારમાં તેના વંદનનો નિયમ નકકામો છે, એમ જણાવતાં શંકાકાર કહે છે કે પર્યાયે કરીને જયેષ્ઠ એવો સાધુ જો સ્ત્રાર્થની ધારણા રહિત હોય અને વળી વ્યાખ્યાનની લબ્ધિ વગરનો હોય તો તેવાને આ અનુયોગને પ્રસંગે વંદન કરવું નકામું છે. કદાચ કહેવામાં આવે કે વય અને પર્યાયે કરીને નાનો હોય તો પણ અનુભાષકજ આ અનુયોગના પ્રસંગમાં ગણાય. (અને તેથી તે અનુભાષક એવા જયેષ્ઠને વંદન કરવું જોઇએ) આને માટે શંકાકાર કહે છે કે દીક્ષાપર્યાયે મોટા સાભળનારા સાધુ હોય અને અનુભાષક યદિ દીક્ષાપર્યાયે નાનો હોય અને તેથી તે નાનાને મોટો વંદન કરે, તો તે નાના સાધુને મોટા પાસે વંદન કરાવવાથી આશાતના લાગે. આવી શંકાના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે જો કે વયઆદિએ કરીને પણ અનુભાષક લઘુ હોય તોપણ સૂત્રાર્થને ધારણ કરવામાં નિપુણ હોય અને વ્યાખ્યાનની લબ્ધિવાળો હોય તે જ સાધુ
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy