________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૪૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ જે શિષ્ય હોય તે જ ઉપસંપદા લે. નવદીક્ષિતોના પરિવારવાળા, અને એકલા એવા ગુરુ પાસેથી શિષ્ય ઉપસંપદની આજ્ઞા માગે નહિં, અને આચાર્ય પણ પરિણત પરિવાર આદિવાળો જે ગુરુ ન હોય તેના શિષ્યને ઉપસંપદા આપે નહિં. વિશેષથી ઉપસંપદાનો વિધિ જણાવે છે.
સંોિ ૨૮૮, ૨ ૨૮૨, અસ્પામિત્ત ૨૨૦, બીજે ઉપસંપદ લે એવો આદેશ જેને ગુરુએ કહેલો હોય અને જે ગુરૂ પાસે ઉપસંપદ લેવાનું ગુરૂએ કહ્યું હોય તે ગુરુ પાસે ઉપસંપદ લે, તેમાં ઉપસંપદ લેનાર અને દેનાર માંહોમાંહે પરીક્ષા કરે. આવેલો સાધુ તે આચાર્યના ઉન્માર્ગે જતા સાધુઓ હોય તેઓને અટકાવે. ત્રણ વખત મિચ્છામિ દુકકઈ દીધા પછી પણ બંધ ન થાય તો ગુરુને કહે. પણ ગુરુને એ વાત સંમત હોય અને સાધુને કંઈ ન કહે તો શિથિલ જાણીને આચાર્યનો ત્યાગ કરે. એટલે ઉપસંપદા ન લે. ગચ્છના સાધુઓ પણ તેવી જ રીતે આવેલા સાધુની પરીક્ષા કરે. ગુરુનો પણ આચાર છે કે કઠોર અને અધિક વચનો શુદ્ધ નિષ્ઠાને સમજનાર એવા સાધુને કહે, પછી વિધિથી ઉપસંવાદ લેતાં ફલાણ શ્રુતસ્કંધ માટે અને અમુક કાળ સુધી એમ અરિહતાદિકની સાક્ષીએ તેમજ કાયોત્સર્ગપૂર્વક સ્થાપન કરે. પછી શિષ્ય સ્વતંત્રતા છોડવી અને ગુરુએ તે ઉપસંપદાવાળાનું સમ્યગું પાલન કરવું. આ ઉપસંપદાનું પ્રયોજન જણાવે છે કે એમ કરવાથી નિર્મમત્વભાવ થાય, બીજા ગુરુની અપેક્ષાએ આચાર્યની અધિક પૂજયતા થાય, ભગવાને એ કલ્પ કહેલો છે. તેથી આજ્ઞા પાલન થાય અને શુભભાવરૂપ હોવાથી શાસ્ત્રનું જ્ઞાન પરિણમે, આટલા જ માટે ઉપસંપદ પામેલા શિષ્ય મળેલી આચાર્યને દઈ દેવી અને ગુરુએ તેના ઉપકારની બુદ્ધિએ તે વસ્તુઓ ગ્રહણ કરવી. એવી રીતે ઉપસંપદાનો વિધિ જણાવી હવે સૂત્ર વ્યાખ્યાનનો વિધિ કહે છે.
अह ९९१, जम्हा ९९२, जो ९९३, आणा ९९४, तो ९९५, भग ९९६, होन्ति ९९७, कालो ९९८, एत्थं ९९९, ता १०००,
જેમ જેમ શિષ્યોને શાસ્ત્રનું જ્ઞાન થાય તેમ તેમ કેવળશાસ્ત્રથી જ જણાય તેવી વસ્તુઓ શાસ્ત્રકારોએ કહેવી અને શાસ્ત્રસિદ્ધ વસ્તુઓ છતાં પણ જો તે યુકિતગમ્ય હોય તો યુકિતદ્વારાએ જ કહેવી, જે માટે પ્રજ્ઞાપક અને કથાનું લક્ષણ નિર્મળ બુદ્ધિવાળા એવા પૂર્વાચાર્યોએ આગમથી કહેલું છે, કે જે આચાર્ય યુકિતગમ્ય એવી વસ્તુમાં હેતુલારાએ જ નિરૂપણ કરે, અને કેવળ આગમગમ્ય એવી વસ્તુમાં આગમથીજ નિરૂપણ કરે, અર્થાત્ આગમિકવસ્તુમાં મતિને મુઝવનારી યુકિતઓ કહે નહિં. તેવા આચાર્યને સિદ્ધાંતનો વ્યાખ્યાતા કહેલો છે, તેથી ઉલટાને સિધ્ધાંતનો વિરાધક કહેલો છે. આજ્ઞાથી ગ્રાહ્ય એવો અર્થ આજ્ઞાથી જ કહેવો, અને દાંતસિદ્ધ એવો અર્થ દુર્ણતથી જ કહેવો, એ સૂત્રાર્થનો કથનવિધિ છે, ઉલટું કહેવામાં વિરાધન છે, તેટલા માટે શાસ્ત્રના પદાર્થો જણાવતાં શાસ્ત્રમાં ગૌરવ ઉત્પન્ન કરવા પૂર્વક ઊત્તમ એવા દષ્ટાંતોએ સહિત અને નિશ્ચયઆદિ અનેક નયાર્થવાળો તેમજ ભગવાનમાં પ્રતીતિ કરનારો પદાર્થ ગંભીર અને સુંદર વચનોથા શ્રોતાને નકકી સંવેગ કરે, એવી રીતે આગમ અને હેતુકારાએ, વ્યાખ્યાન કરવું જોઇએ, એથી ઉલટું કરવામાં ઉલટાપણાથીજ દોષો છે, માટે પોતાની પાસે આવેલા શિષ્યોને બુદ્ધિમાનું આચાર્ય પૂર્વોકત રીતે જ સમજાવે. એથી ઉલટું કરવામાં કાલનું આલંબન કરાય તો તે સર્વથા શરણભૂત નથી, કેમકે મંત્રવગરના વિષ વિગેરે આ કાળમાં પણ સુખ દેનારા થતા નથી. કિન્તુ દુઃખને દેનારા