________________
૨૪૨
શ્રી સિદ્ધચક્ર.
તા. ૨૫-૨-૧૯૩૭ : • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • તે સ્વાધ્યાયને પઠાવવાનો આદેશ માંગે, પછી ગુરૂએ તે સ્વાધ્યાય પઠાવવાની આશા આપી એટલે ગુરૂ અને શિષ્ય બંને સઝાય પઠાવે. પછી ગુરૂ નિષદ્યા ઉપર બેસે, અને શિષ્ય સ્વાધ્યાયનું નિવેદન કરે, પછી પણ બંને ઉપયોગપૂર્વક અનુયોગનું પ્રસ્થાપન કરે. એટલે અનુયોગના પ્રસ્થાપનનો કાઉસ્સગ્ન કરી મુહપત્તિ પડિલેહી પછી વાંદીને શિષ્ય અનુયોગની અનુજ્ઞા માગે. પછી આચાર્યગુરુ અક્ષોને મંત્રીને, વિધિપૂર્વક દેવ વાંદે અને પછી ઉભા થકા નવકાર અને સંપૂર્ણ નંદીસૂત્ર કહે. શિષ્ય પણ મુહપત્તિથી મોટું ઢાંકીને વૈરાગ્યવાળો, ઉપયોગી અને શુદ્ધ પરિણામવાળો થઈ તે સાંભળે, એવી રીતે નંદીસૂત્ર કહી ગયા પછી ક્ષમાશ્રમણના હાથે આ સાધુને અનુયોગની દ્રવ્ય ગુણ પર્યાયે કરીને અનુજ્ઞા કરૂ છું એમ કહે, પછી વંદન કરીને શિષ્ય સંહિસઇ ફ્રિ મUIનો એ વિગેરે સામાયિકની વિધિની માફક સાત ખમાસમણની વિધિ કરે. પણ સમ્યમ્ ધારણ કર, અને બીજાઓને નિરૂપણ કર એમ આચાર્યગુરૂ કહે. શિષ્ય જ્યારે રૂછામ પુëિ એમ કહે ત્યારે ત્રણ પ્રદક્ષિણા કરીને ગુરૂ નિષદ્યા ઉપર બેસે અને કાઉસગ્ન કર્યા પછી શિષ્ય પોતાની નિષદ્યાને લઈને ભગવાન અને આચાર્યને ત્રણ પ્રદક્ષિણા કરી, ગુરુને વંદન કરે. પછી ગુરુ પાસે પોતાની નિષધાએ બેસે, ત્યારે ગુરુ મહારાજ પોતાની આચાર્યપરંપરાએ આવેલા મંત્રપદો શિષ્યને કહે, અને સુગંધી ચૂર્ણવાળી વધતી અક્ષોની ત્રણ મુઠીઓ શિષ્યને દે. મુઠીઓને તે ઉપયોગવાળો શિષ્ય વિધિથી ગ્રહણ કરે. પછી આચાર્ય પોતાની નિષદ્યા એટલે આસનથી ઊઠે, તે જ આસને નવા આચાર્ય શિષ્ય બેસે, અને શેષ સાધુ સહિત મૂલ આચાર્ય તે નવા આચાર્યને વંદન કરે. પછી નવા આચાર્ય વ્યાખ્યાન કરે, એથી મૂલઆચાર્યગુરુની માગણીથી તે જ મૂલઆચાર્યના આસન ઉપર રહેલો તે શિષ્ય નંદીઆદિક શાસ્ત્રનું શક્તિ પ્રમાણે વ્યાખ્યાન કરે, અથવા તો પર્ષદા જેવી બાલાદિ પ્રકારની દેખે તેવું વ્યાખ્યાન કરે. આ વિધિમાં આચાર્યના આસન ઉપર શિષ્યનું બેસવું, શિષ્યને મૂલ આચાર્યગુરૂએ વંદન કરવું તે પરસ્પર ગુણની તુલ્યતા જણાવવા માટે હોવાથી બેમાંથી એકકેને પણ અયોગ્ય કે કર્મબંધ કરાવનાર નથી. પછી સાધુઓ નવીન આચાર્યને વંદન કરે, નવીન આચાર્ય નિષદ્યાથી ઉઠે, મૂલઆચાર્ય તે પોતાના મૂલ આસને બેસે અને નવીન આચાર્યની પ્રશંસા કરે. કેટલાકો કહે છે કે વ્યાખ્યાનની પહેલા મૂલઆચાર્ય નવા આચાર્યની પ્રશંસા કરે. પ્રશંસા આવી રીતે કરે, તું ધન્ય છે કે જેણે સર્વદુઃખને હરણ કરનાર એવું જિનવચન બરોબર જાણ્યું છે, હવે હંમેશાં તારે આ જિનપ્રવચનનો સમ્યમ્ ઉપયોગ કરવો, નહિંતર સુખશીલપણાથી તું શાસનનો દેવાદાર રહીશ, તેમજ ખરાબ રીતિએ ગુણમય જિનવચનનો જે પ્રયોગ કરવો તે જિનપ્રવચનના અપ્રયોગ કરતાં પણ અત્યંત પાપમય છે, માટે આ જિનવચનનો પ્રયોગ કરવાના પ્રયત્નમાં એવો પ્રયોગ કરવો કે જેથી આ પ્રયોગથી જ તમોને કેવળજ્ઞાન થાય. વળી બીજા પ્રાણીઓના માટે પણ મોહને દૂર કરવા તેમજ સંવેગની તીવ્રતાથી આ જિનપ્રવચનનો પ્રયોગ કેવલજ્ઞાનનો પરમ હેતુ બને. એવી રીતે પ્રશંસા કરીને અનુયોગના વિસર્જન માટે આઠ શ્વાસોચ્છવાસનો બને આચાર્ય કાઉસ્સગ્ન કરે, શિષ્ય કાલ પડિકમ્મી, તપનું પ્રવેદન કરે. પછી સકલસંઘ વિધિ પ્રમાણે નક્કી દાન કરે કે હવે તે નવી આચાર્યનું કાર્ય બતાવે છે.