SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ • • • • • • • • • • • • • ૨૪૧ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૨-૧૯૩૭ : આ અગીતાર્થ એવા તે આચાર્યો હોય તો તેઓ શિષ્યોને સંસારથી પાર પમાડનારી અને ઉત્કૃષ્ટી એવી જ્ઞાનાદિકની અધિકાધિક પ્રાપ્તિ કેવી રીતે કરાવી શકે ? તેમ જ તે આચાર્ય પોતે અલ્પકૃત હોવાથી તુચ્છ હોય અને હેય તથા ઉપાદેયનું જ્ઞાન પણ યથાર્થ રીતે તેને ન હોય, તેમજ તુચ્છપણાથી મિથ્યાભિમાનને લીધે બીજા બહુશ્રુત પાસેથી પણ તે જ્ઞાનાદિ મેળવે નહિં, અને તેથી તેના જે શિષ્યો હોય તેઓ બહુકાળે પણ નક્કી તેવા અવગુણવાળા જ થાય, એવી રીતે પરંપરાએ બાકીના પ્રશિષ્ય આદિની પણ ગુણહાનિ જાણવી, અને જીવાદિ પદાર્થ અને સૂત્રાદિ સંબંધી વિશિષ્ટ જ્ઞાનાદિકના અભાવે તે આચાર્ય અને તેના શિષ્યોનાં પરિવ્રાજકો-બાવાની માફક ભિક્ષાટન અને મસ્તકમુંડન આદિક સર્વ નકામા જાણવાં. આગમશૂન્ય મનુષ્ય માત્ર પોતાની મતિથી જ કરેલું શિરલોચ આદિ અનુષ્ઠાન તે ફળ દેતું નથી, પણ રોગની દવાની માફક આગમને અનુસારે જ કરેલું હોય તે અનુષ્ઠાન ફળ દે છે, એટલે અગીતાર્થ આચાર્યથી ચારિત્ર લેનાર અને તેની પરંપરાવાળાને અનર્થ ફળવાળું માત્ર દ્રવ્યલિંગ જ થાય, અને તેથી તત્ત્વથી તીર્થનો ઉચ્છેદ સમજવો, કેમકે તે દ્રવ્યલિંગથી કંઈ મોક્ષરૂપ ફળ મળે નહિં. એવી રીતે અનુયોગની અનુજ્ઞાને માટે જે અયોગ્ય તેઓને જણાવી હવે અનુયોગને લાયક કેવા હોય તે જણાવવા કહે છે. વાતો ૨૪૬, ગદ્દે ૨૪૭, સવ્ય ૨૪૮, વિ ૧૪૨, તા ૨૫૦, અજ્ઞાનીને અનુયોગની અનુજ્ઞા કરવાથી ઉપર જણાવ્યા પ્રમાણે અનર્થ થાય છે, તેટલા માટે નક્કી કાલોચિતસૂત્રાર્થમાં બરોબર નિશ્ચિતબુદ્ધિવાળાને જ અનુયોગની આજ્ઞા કરવી. સૂત્રાર્થને શ્રવણ કરવા માત્રથી અનુજ્ઞાને લાયક નથી, જે માટે કહેલું છે કે, જેમ જેમ ઘણાં શાસ્ત્રો સાંભળે, તથાવિધલોકોને બહુ બહુ માનીતો થાય, ઘણા મૂઢશિષ્યોનો પરિવાર એકઠો કરે, તેમ તેમ તે શાસ્ત્રનો વૈરી છે, કારણ કે સર્વજ્ઞભગવાને કહેલું, અતિશયોથી ભરેલું, ભાવાર્થવાળું, એવું શાસ્ત્ર પણ સંઘટિત હેતુ યુક્તિ પૂર્વક ન કહેતાં અજ્ઞાની આચાર્ય તુચ્છપણે કહે, અને તેથી બીજા મતના શાસ્ત્રોથી સર્વજ્ઞ શાસ્ત્રને હલકું કરે, વળી તત્ત્વનો અજાણ એ આચાર્ય સમ્યપ્રકારે ઉત્સર્ગ અને અપવાદને જાણે નહિ, અને તે ઉત્સર્ગ તથા અપવાદનો પ્રયોગ વિરૂદ્ધ સ્થાને અયોગ્યપણે કરવાથી તે અગીતાર્થ જરૂર સ્વ અને પરનો નાશ કરનાર થાય, તેટલા માટે નિશ્ચિત કાલોચિત સૂત્રાર્થવાળાને જ તેના પોતાના તેમજ તેના શિષ્યના અને તેના અનુમોદનારાઓના અને દેનારના અને વળી પોતાના આત્માના હિતને માટે આચાર્ય અનુયોગની અનુજ્ઞા કરે. અનુજ્ઞાનો વિધિ કહે છે. तिहि ९५१, तत्तो ९५२, पेहिंति ९५३, पट्ट ९५४, तत्तोवि ९५५, अभि ९५६, इअरो ९५७, तो ९५८, दव्व ९५९, नवरं ९६०, तिपय ९६१, उव ९६२, देइ ९६३, उट्टेन्ति ९६४, भणइ ९६५, आय ९६६, वंदन्ति ९६७, धण्णो ९६८, इहरा ९६९, परमो ९७०, एवं ९७१, જ્યારે સંપૂર્ણ તિથિ હોય, યોગ શુભ હોય, ત્યારે કાલગ્રહણ કરીને તેનું નિવેદન ર્યા પછી સમવસરણ અને નિષદ્યા કરી, વસતિ પ્રવેદન ર્યા પછી મૂલ આચાર્ય પોતાની નિષદ્યાએ બેસે અને યથાજાતોપકરણવાળો શિષ્ય કે જેને અનુયોગની અનુજ્ઞા કરવાની છે તે તેમની આગળ ઉભો રહે. પછી મુહપત્તિ પડિલેહી, તે મુહપત્તીથી મસ્તકસહિત સમગ્ર કાયાને પૂંજી, દ્વાદશ આવર્તવાળું વંદન દઈ પછી સ્વાધ્યાયને સંદેશાવી
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy