SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૨-૧૯૩૭ સાથે ચંદ્ર-સૂર્યનું આવવું, જુગલિયાના અપહારથી હરિવંશકુલની ઉત્પત્તિ, ચમરેન્દ્રનું સૌધર્મદેવલોક જવું, એક જ સમયે એકસો આઠ ઉત્કૃષ્ટ અવગાહનામાં મોક્ષે ગયા, અસંયત અવિરતની પૂજા, એ દશે આશ્ચર્યો અનંતકાળે થાય છે. શંકા કરે છે કે આ દશ આશ્ચર્યોમાં મરુદેવાની મુક્તિને તો આશ્ચર્ય તરીકે જણાવેલી નથી. ઉત્તરમાં જણાવે છે કે એ વાત સાચી છે, પણ જે દશ આશ્ચર્યો કહ્યાં છે તે ઉપલક્ષણ તરીકે સમજવાં, અને તેથી આખો ભવચક્ર વનસ્પતિમાં રહીને તરત મનુષ્યમાં આવેલો મોક્ષે જાય એ પણ અનંત કાળે બને તેવું છે, માટે આશ્ચર્ય તરીકે કહ્યું છે. બીજાઓને પહેલા જ ભવમાં સમ્યકત્વથી મોક્ષ સુધીની પ્રાપ્તિ થવાની યોગ્યતારૂપ તથા ભવ્યત્વ ન હોવાથી, તેમ અનાદિવનસ્પતિપણું ન હોવાથી દ્રવ્યચારિત્ર વિના મોક્ષ નથી. એ ઉપરથી મોક્ષનું પરમ સાધન દ્રવ્યચારિત્ર જ છે, અને તે દ્રવ્યચારિત્ર હોય તો ગુરૂગચ્છવાસ આદિ બીજું બધું હોય છે જ, ચર્ચાને ટુંકાવી ત્રીજું દ્વાર સમાપ્ત કરી ચોથા દ્વારની પ્રસ્તાવના કરે છે કે એવી રીતે સંક્ષેપે સાધુઓને વ્રતમાં સ્થાપન કરવાની એટલે વડી દીક્ષાની વિધિ જણાવી. હવે અનુયોગ અને ગચ્છની અનુજ્ઞાનો અધિકાર ચોથા વરમાં કહું છું. जम्हा ९३२, इहरा ९३३, अणु ९३४, कालो ९३५, किंपि ९३६, अणु ९३७, सो ९३८, जं किंचि ९३९, જે માટે જેઓ વ્રતવાળા હોય અને અનુક્રમે તે કાલને ઉચિત એવા સકલસૂત્રાર્થને ગ્રહણ કરનારા હોય તેવા સાધુને જ તીર્થકરોએ અનુયોગની અનુજ્ઞાને ઉચિત માનેલા છે. એ સિવાયના સાધુઓને અનુજ્ઞા કરવામાં આવે તો ગુરૂને મૃષાવાદ લાગે, લોકમાં શાસનની હીલના થાય, ગચ્છના સાધુઓના ગુણોનો નાશ થાય, અને સમ્યજ્ઞાનાદિની પ્રવૃતિ નહિં થવાથી તત્ત્વથી તીર્થનો પણ નાશ થાય. અનુયોગની અનુજ્ઞા એટલે શું? તે સમજાવે છે. અનુયોગ એટલે હંમેશાં અપ્રમત્તપણે વિધિથી તમારે વ્યાખ્યાન કરવું, આવો અનુયોગ અનુજ્ઞાશબ્દનો અર્થ હોવાથી જો કાલોચિત એવા સૂત્રાર્થને ધારણ કરનાર તે ન હોય તો એ વ્યાખ્યા કરવાની આજ્ઞાને આપનારું વચન દરિદ્રને આ રન તું અમુકને આપજે એમ કહેવાની માફક નકામું ગણાય. જેમ દરિદ્રની પાસે રત્ન હોય જ નહિં, તો પછી તે બીજાને આપે શું ? એવી રીતે જે કાલોચિતસૂત્રાર્થને પોતે ધારણ કરતા નથી તે બીજાને શું આપે ? કંઈક ભણ્યો છે, એવું જે કથન તે ગુણથી મહંતોને ખાડાઆદિમાં પડતા મનુષ્યને કૃશાદિની માફક આલંબનરૂપ નથી, અને એવા અતિપ્રસંગથી મૃષાવાદ પણ લાગે. અનુયોગ દેવાવાળો એટલે શ્રીજિનેશ્વર ભગવાનના સૂત્રોની વ્યાખ્ય" કરનારો તો લોકોના સંશયોને બરાબર નાશ કરનારો જ હોય અને લોકો પણ નિપુણજ્ઞાનને માટે જ તેની પાસે આવે છે. તે લોકોને તે અનુયોગ દેનાર અલ્પદ્યુતવાળો હોવાથી રાંકડો ગંભીર એવા શાસનના પદાર્થોના સ્વરૂપમાં એકાંતે અનભિન્ન હોવાથી બંધાદિક સૂક્ષ્મપદાર્થોને કેવી રીતે સમજાવશે? એને યા તા બોલવાવાળો દેખીને અહો આ પ્રવચનધર છે? એવી લોકોમાં તેની અને પ્રવચનની અવજ્ઞા થશે, અને તે બંધાદિથી મોક્ષ સુધીના જે નિરૂપણીય પદાર્થો છે તે પદાર્થોના સ્વરૂપની પણ અસારતા જણાશે. વળી ગુણહાનિ અને તીર્થઉચ્છેદ માટે કહે છે. सीसाण ९४०, अप्प ९४१, तो ९४२, नाणा ९४३, णय ९४४, इय ९४५,
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy