SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ શ્રી સિદ્ધચક્ર - તા. ૨૫-૨-૧૯૩૭ • • • • • • • • • • • • • • • • • • (ગતાંકથી ચાલુ) णणु ९१५, एवं ९१६, एअ ९१७, इअ ९१८, सम्म ९१९, एव ९२०, नेव ९२१, तेसिपि ९२२, तह ९२३, मरु ९२४, सञ्च ९२५, उव ९२६, हरि ९२७, नणु ९२८, तह ९२९, इअ ९३०, एवं ९३१, સૂત્રમાં યુક્તિથી સમ્યકત્વગુણની પ્રાધાન્યતા કહેલી છે, જે માટે કહ્યું છે કે ચારિત્ર રહિત જીવ મોક્ષ પામે, પણ દર્શન રહિત જીવ મોક્ષ પામે નહિ. એ વચનથી સમ્યકત્વ જ નિશ્ચિત મોક્ષનું સાધન છે, કેમકે સમ્યત્વના સદ્ભાવે જ મોક્ષની પ્રાપ્તિ કહી છે, એવું કોઈ કહે તેના ઉત્તરમાં જણાવે છે કે સમ્યકત્વને મોક્ષનું કારણ જે કહ્યું છે તે એક રૂપીયાથી વધારે રૂપીયા થઈ અત્યંત ધનવાન થવાય તેની માફક પરંપરાએ જ જાણવું, પણ એક રૂપીયા માત્રથી જેમ ઋદ્ધિમાન થવાતું નથી, તેમ એકલા દર્શનમાત્રથી સીધો મોક્ષ મળતો નથી. સમ્યકત્વમાં અપ્રમત્તપણું થવાથી ચારિત્રમોહનીય નાશ પામે અને તેથી શ્રાવકપણા આદિની પ્રાપ્તિ થાય અને તે શ્રાવકપણા આદિથી મોક્ષ થાય અર્થાત્ શ્રાવકપણામાં અપ્રમતપણે વર્તે અને તેથી સર્વવિરતિચારિત્રની પ્રાપ્તિ થાય અને તે ચારિત્રને વિષે અપ્રમત્તપણે વર્તવાથી ક્ષપક શ્રેણિ અને કેવલજ્ઞાન મેળવી મોક્ષ પામે, પણ એકલા સમ્યકત્વમાત્રથી મોક્ષ થતો જ નથી, જે માટે શાસ્ત્રમાં કહ્યું છે કે સમ્યકત્વ પામ્યા પછી બે પલ્યોપમથી નવ પલ્યોપમની સ્થિતિ ખપાવે ત્યારે શ્રાવક થાય, અને આગળ અનુક્રમે સંખ્યાતા સંખ્યાતા સાગરોપમ ખપાવે ત્યારે ચારિત્ર' ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી ની પ્રાપ્તિ થાય. એવી રીતે દેવ અને મનુષ્યજન્મમાં અવિચળ સમ્યત્વવાળો હોય, થાવત્ એકભવે પણ સમ્યકત્વઆદિક મોક્ષ સુધીનાં બધાં વાનાં પણ પામે, પણ ઉપશમશ્રેણી ને પકશ્રેણી બે એકભવે ન હોય. શંકાકાર કહે છે કે એ પ્રમાણે તો ચારિત્ર વગર મોક્ષ ન થાય એમ નક્કી થયું, શાસ્ત્રકાર કહે છે કેઃ ભાવચારિત્ર વગર મોક્ષ થતો જ નથી, પણ સોમેશ્વર આદિ અંતકૃકેવળીને દ્રવ્યચારિત્ર ન હોવાથી તે દ્રવ્યચારિત્રમાં ભજના કહી શકાય. વસ્તુતાએ તો તે સોમેશ્વર આદિકને પણ અન્યભવની અપેક્ષાએ તો દ્રવ્યચારિત્રપૂર્વક જ તેવા પ્રકારનું ભાવચારિત્ર જાણવું. કેમકે તેઓનું ઉત્તમપણું છે, અને અનેક યોગથી જ ચરમશરીરીપણું મેળવી શકાય છે, કેમકે દુઃખે જીતી શકાય એવો મોહ અનાદિકાળનો છે ભવના કુશળ યોગથી જ ચરમશરીરિપણું મેળવી શકાય છે, કેમકે દુઃખે જીતી શકાય એવો મોહ અનાદિકાળનો છે શંકા કરે છે કે મરુદેવીમાતાને ભાવચારિત્ર, દ્રવ્યચારિત્રપૂર્વકનું નથી. કેમકે તે અનાદિ વનસ્પતિકાયમાંથી જ મરૂદેવાપણે જન્મેલાં છે અને મનુષ્યગતિ સિવાય દ્રવ્યચારિત્ર તો હોય જ નહિં, તેમ જ અત્યંત વૃદ્ધ અથવા તો કોઈ દિવસ પણ ત્રસપણાને નહિં પામેલાં છતાં તેઓ સિદ્ધ થયેલાં છે. એના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે આ વાત સાચી છે, પણ તે અત્યંત સ્થાવરપણાથી આવી તરત મોક્ષ પામવાની વાતને સૂત્રમાં આશ્ચર્યભૂત ગણેલી છે. જૈનશાસનમમાં પૂર્વઆચાર્યોએ બીજાં પણ આશ્ચર્યો કહેલાં છે તે કહે છે. મહાવીર મહારાજને ઉપસર્ગો થયા, તેમનું ગર્ભાન્તરમાં સંક્રમણ, મલ્લીનાથજીનું સ્ત્રીપણું, મહાવીર મહારાજની પહેલી દેશનામાં દીક્ષા ન થવી, કૃષ્ણનું અમરકંકાનગરીએ જવું, મૂલવિમાનો
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy