________________
૨૩૮
શ્રી સિદ્ધચક્ર
મિયાને કોડી અને બચકો બને જડ્યા હતા, પરંતુ મીયાએ બચકો સંતાડી કોડી આગળ કરી હતી, એજ પ્રમાણે આપણે શરીર શબ્દ જાહેર કરીએ છીએ, પણ તે ધર્મનું સાધન છે એ વાત ધીમે બોલી એ શબ્દો ને પાછળ રાખી તેને ગળી જઈએ છીએ. શરીરમાË ખલુ ધર્મસાધનં એમ તો બધા બોલે છે, પરંતુ કેટલાએ એવો વિચાર ર્યો છે કે શરીર ધર્મનું સાધન છે માટે જ એ જરૂરી છે, પરંતુ જો એ શરીરથી ધર્મ ન સધાતો હોય તો એ શરીરની જરૂર જ નથી. બીજી રીતે બોલો તો એમ પણ બોલી શકાય કે આ શરીર એ તો એક પ્રવાસ માટે આત્માને મળેલો ઘોડો છે, અને એ ઘોડો જ્યાં સુધી મુસાફરીમાં સાથ દે છે ત્યાં સુધી જ તે ચંદી મેળવવાને હકદાર છે, અને આપણે તેને ચંદી પુરી પાડવા માટે જવાબદાર છીએ. પરંતુ એ ઘોડો જો અટકી ગયો ને નકામો થયો તો પછી તે આપણી પાસેથી ચંદી મેળવવાને હકદાર નથી, તે જ પ્રમાણે આપણે પણ તેને ચંદી આપવાને માટે જવાબદાર નથી.
અડી ગયેલા અને નકામા ઘોડાના ભાગ્યમાં તો એ જ વાત લખાયેલી છે કે તે આસપાસનું સુકું ઘાસ ખાય અને દહાડા પૂરા કરે ! આપણામાંના પણ જેઓ ધર્મને બહાને ધર્મનો નાશ કરવાને માટે તૈયાર થાય છે તેમની એ તૈયારીનું કારણ એજ
તા. ૨૫-૨-૧૯૩૭
છે કે મોહમહીપતિના હથિયારોના નિશાન બની ચુક્યા છે. આપણું શરીર, શરીરની ઇંદ્રિયો, આહાર ઇત્યાદિ સઘળું ધર્મને માટે ઉપયોગી છે, પણ તમે તેને એ રીતે ત્યારે રજુ કરી શકો છો કે જ્યારે તમે ધર્મને જ આગળ કરતા હો, જો ધર્મને આગળ ન કરો તો તમારે આ બાબતમાં જરાપણ ધર્મ સાધનશબ્દને આગળ લાવવાનો અધિકાર જ નથી.
આપણે શરીર ઇન્દ્રિયો આહાર એ બધાને મોહ તરફ જવા ન દઈએ અને તેને ધર્મને માર્ગે જ વાળીએ, એ સ્થિતિ ક્યારે ઉત્પન્ન થાય તે સમજો. જે વખતે તમારો આત્મા મોહના પરિણામોને અને મોહથી થતા મહાભયંકર
નુકસાનીને સમજી શકે છે ત્યારે જ તે ઉપલી સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે, તે સિવાય તે ઉપલી દશા મેળવી શકતો જ નથી.
ઉપલી સ્થિતિને મેળવ્યા પછી જેઓ મન,વચન, ક્રિયા એ બધાને ધર્મને માર્ગે વાળે છે અને ધર્મ જ એક સાધવા યોગ્ય છે, અને બીજું બધું જુલ્મ દાયક છે, એમ માને છે, તેઓ જ આ સંસારમાં સાચી દૃષ્ટિ મેળવી શકેલા છે, તેઓ એક એક ધર્મીની વ્યાજબી કિંમત અને મહત્તા ગણે છે, અને સામુદાયિક રીતે એક બીજાની સહાયતાથી પોતાનું જીવન ધર્મને માર્ગે આગળ વધારવા જ પ્રયત્ન કરે છે.
(ટાઈટલ પા. ત્રીજાથી ચાલુ)
૨. તત્ત્વતરંગિણીનું વિવેચન સહિત ભાષાન્તર કહેવાતા વીર (?) શાસનમાં આપવા માંડયું છે. પણ તે પુરૂં આપી શકશે નહિ. છતાં જો આપશે તો વાચકો સ્પષ્ટ જોઇ શકશે કે તેમાં તો ચૌદશના ક્ષયે તેરસને તેરસને નામે બોલાવવાની જ ના કહે છે, અને તે તેરસને ચૌદશને નામે જ બોલાવવાની કહે છે. એટલે પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની અપર્વતિથિનો ક્ષય કરવો એ પરંપરા શાસ્ત્રાનુસારિણી જ છે. જેમ પર્વતિથિના ક્ષયે તેની પહેલાની અપર્વતિથિનો ક્ષય વ્યાજબી છે તેમ પર્વતિથિની વૃદ્ધિએ પણ પહેલાની અપર્વતિથિની વૃદ્ધિ જ વ્યાજબી છે. એ સમજવું સ્હેલ છે, અને તેથી પૂનમ અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ તેરસની કરાતી ક્ષય વૃદ્ધિ અને ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની જ ક્ષય વૃદ્ધિ કરવી વ્યાજબી છે. એમ જણાયા વિના નહિ રહે. (તે વિવેચનકાર પોતાના ભયને લીધે સ્થાને સંજ્ઞા જેવાં સંસ્કૃત નામો ગોઠવે કે ઢુંઢીયાઓ ભગવાનની પૂજાનો નિષેધ કરવા દયા નામ ગોઠવે છે તેમ ઉદયનું નામ ગોઠવે અને મહત્વ આપવા જાય તો તેથી સાચી શ્રદ્ધા અને આચરણવાળા ભ્રમમાં પડશે નહિ એ ચોક્કસ સમજવું.)