________________
શ્રી સિદ્ધચક્ર
૨૩૭
વિચાર કરો. મુનિમ તમારી દુકાન ચલાવવા માટે છે. તમે તમારા મુનિમની પ્રતિષ્ઠા જાળવો છો, ઘણે ભાગે તેના કહ્યાને જ પ્રમાણ માનો છો, અને તમે પણ જો કાંઈ નવું કામ કરવાનું હોય તો પહેલાં તમારા મુનિમનીજ સલાહ લો છો. પેઢીને માટે તમોને મુનિમ આટલો જરૂરી છે, પરંતુ તે બધામા 'એ તમારો મુદ્દો તો એજ છે કે પેઢીની આંટ વધારવી અને તેને જાળવવી. તમારો મુનીમ જ્યાં સુધી તમારા આ મુદ્દાને પોષતો રહે છે ત્યાં સુધી જ તમે એને લાડ લડાવો છો, પરંતુ જો એ મુનીમ જ તમારી પેઢીને સળગાવી મૂકવાને તૈયાર થાય તો પછી તમે એ મુનિમને ઘડીભર પણ તમારે ત્યાં ઉભો રાખતા નથી, પરંતુ તરત જ ધક્કો મારીને વિદાય કરી દો છો ! ફરી તમે એનું મોઢું પણ જોવા માગતા નથી.
એજ પ્રમાણે અહીં સમજવાનું છે. શરીર શું છે ? શરીર એ તમારી ધર્મરૂપી પેઢીનું નાક છે, અને તેથી એ ધર્મરૂપી પેઢીના નાક તરીકે જ એને સાચવવાનું છે, પરંતુ જો એ શરીરરૂપી નાક જ તમારી ધર્મરૂપ પેઢી ડુબાવા તૈયાર થાય તો ! તો એવા મુનિને ખાંસડા જ મારો !! આ શરીરરૂપી મુનિમના પણ ત્યાં સુધી જ લાડ લડાવવાના છે કે જ્યાં સુધી આ શરીર એ ધર્મ સાધવાનું સાધન છે પરંતુ જો એ સાધનવડે ધર્મ સધાતો બંધ થયો તો એને માટે ફાંસીનું લાકડું પણ તૈયાર હોવું જ જોઈએ, એજ અણશણ. આ શરીર જો ધર્મનું સાધન ન બને તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રનો નિર્વાહ કરનારું ન દેખાય તો તે વખતે “સર્વાં તિવિદેળ વોસિરામિ’’ એ પણ હોવું જ જોઈએ. અહીં શરીરમાદ્યં ખલું ધર્મ સાધન એવું બોલનારો ભૂલ ર્યા કરે છે તે જુઓ. એ ભૂલ તમે લક્ષમાં લેશો એટલે આ વાક્યથી આજ સુધીમાં કેવી ખોટી ગેરસમજ ફેલાઈ છે અને તેથી કેવા અનર્થો ફેલાયા છે તે તમે સહેલાઈથી સમજી શકશો.
તા. ૨૫-૨-૧૯૩૭
અહીં કોડી હલાલ અને બચકા હરામની વાત ધ્યાનમાં લો, રસુલખા કરીને એક મીયા હતા. મીયા મૂલના ભૂખડું, આંગળા ચાટીને પેટ ભરે એવા, પણ તેમની જીભ એવી મીઠી હતી કે જેની સાથે વાત કરે તેને એમજ થાય કે ખરેખર આં મિયા બિચારા ખુદાનો અવતાર છે, અને આલમનું ભલું કરવાને માટે જ દુનિયામાં અવતર્યા છે ! એક વખત એવું બન્યું કે મિયા રસ્તેથી જતા હતા એટલામાં તેમને પગે કાંઈ ઠેસ વાગી ! વાંકા વળીને જુએ છે તો મિયાએ એક કોડી પડેલી દીઠી અને સાથે એક બચકું-પોટકું પડેલું દીઠું, ઘોર અંધારૂં બધે ફરી વળેલું હતું, કોઈ કોઈને જોતુ નહોતું એટલે મીયાંએ તો ધીમેરહીને કોડી અનેપોટલું ઉંચકીલીધું અને ઘેર આવ્યા, ઘેર આવીને પોટડું છોડીને જુએ છે તો અંદરથી તો સોના મહોરો નીકળી ! સોનામહોરો જોઈ મીયાની આંખ ચસકી ! મહોરો હજમ કરવાનું મન થયું. પણ પોતે આજ સુધીમાં ગામમાં સાચા બોલા તરીકેની નામના મેળવી હતી, કદાચ આ વાત બહાર જાય તો પોતાની આબરૂં ધુળ ભેગી બની જાય. આ ભયથી મીયા ડર્યા અને તેમણે એક બીજી યુક્તિ શોધી કાઢી.
બીજે દિવસે મીયાએ એક થાળી લીધી, એક વેલણ લીધું, અને ગામમાં નીકળી પડ્યા. મહોલ્લે મહોલ્લે ઉભા રહી પહેલાં વેલણ વડે થાળી ઠોકે અને લોકોને જાગૃત કરે, પછી જબરી બાંગ મારે કે ખોવાય છે કોઈની કોડી ? અને ધીમે કહે કે કોઈનો બચકો ! આ મિયાને જડી એ ચીજ. પરંતુ આ રસુલમિયાને તો કોડી હરામ છે ! માટે માલિકે આવીને પોતાનો માલ લઈ જવો.” મીયા આવી બૂમ મારે ખરા, પણ તેમાં “ખોવાયા છે કોઈની કોડી” એ વાત જોરમાં બરાડે અને બચકો’ એ શબ્દો એટલા ધીમે બોલે કે પોતે બોલે અને પોતે જ સાંભળે ! આમ મિયા આખા ગામમાં ફરી આવ્યા પણ ન તો કોઈ કોડીનો માલિક જડ્યો, ન કોઈ બચકાનો માલિક મળ્યો, અને ધીમે રહીને મીયા બકો પચાવી ગયા !