________________
શ્રી સિદ્ધચક્ર
૨૨૨
છે. અને વળી પહેલાની (તિથિનેજ) તિથિ બનાવવી છે, તેથા પૂર્વી અને તિથિ: આ પદો જુદા રાખી કર્મની પ્રથમાવાળાં રાખ્યાં છે. છતાં આવો સીધો અર્થ ન કરવાથી જ અને અવળો સપ્તશ્ચંતવાળો અર્થ ન કરવાથી જ તેઓને તિથિને ભેગી માનવી પડે છે. પૂર્વમાં પણ જો અપર્વતિથિ ન હોય અને પર્વતિથિ હોય અને બીજી પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તો તેવો અર્થ કરનારાઓને એક પર્વતિથિને ક્ષય જરૂર માથે પડે છે પણ બરાબર વિચારીને અર્થ કરનારાઓને જેમ ક્ષય પ્રાપ્ત એવી પર્વતિથિને પૂર્વની અપર્વને સ્થાને ગોઠવવાની છે તેવી રીતે ક્ષયસ્થાનને પ્રાપ્તિ એવી પણ જો પર્વતિથિ હોય તો ત્યાં પણ ક્ષયે પૂર્વા રસ્તો ખુલ્લો થાય છે, અને તેથી ક્ષય પામેલી કે ક્ષયને પમાડાતી બન્ને પ્રકારની તિથિઓ માટે લાગુ કરાય છે. અર્થાત્ સ્વભાવક્ષીણનો વિચાર કરવો અને કૃત્રિમક્ષીણનો વિચાર ન કરવો
દીર્ધદષ્ટિને લાયક ન ગણાય. વળી એ પણ સિદ્ધ જ છે કે જૈનશાસ્ત્ર પ્રમાણે બીજ આદિ એકવડી પર્વતિથિનો ક્ષય આવે એવો ચૌદશ અને પૂનમ જેવડી ખેવડી પર્વતિથિઓમાં પણ તે બન્નેનો ક્ષય આવે છે, અને લૌકિકટીપ્પણાને અનુસારે તો ચૌદશ અને અમાવાસ્યાનો પણ ક્ષય આવેજ છે. માટે આ ક્ષયે પૂર્વા વાળો પ્રયોગ બંને પ્રકારના સિદ્ધાંતને લાગુ છે. જો કે પૂર્વે જણાવ્યું તેમ જૈનજયોતિષને હિસાબે તિથિમાત્રનો કે પર્વતિથિનો ક્ષય જ હોય જ અને વૃદ્ધિ તો પર્વતિથિની તો શું ? પણ સામાન્યતિથિની ? પણ હોય નહિ, છતાં આ શ્લોકના બીજા પાદમાં જે વૃદ્ધી ાર્યા તથોત્તા એમ કહીને જણાવે છે કે વૃદ્ધિ હોય તો ઉત્તરાતિથિ કરવી અર્થાત્ પર્વતિથિને માટે આ બે પાદ છે. એટલે જેમ પર્વતિથિનો ક્ષય સૂર્યોદયવાળી તિથિની આરાધના કરનારને પાલવે જ નહિં અને તેથી જયારે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તો તેના પહેલાની અપર્વતિથિને પર્વતિથિન તરીકે બનાવવી પડે તેવી
તા. ૨૫-૨-૧૯૩૭
જ રીતે અન્ય અપર્વતિથિના સૂર્યોદયની મર્યાદાએ અહોરાત્ર પ્રમાણે પર્વતિથિ આરાધનારને તિથિની વૃદ્ધિ થાય તે પણ પાલવે નહિં. તેથી જયારે બે સૂર્યોદયને ફરસવાવાળી તિથિ લૌકિકઅપેક્ષાએ થાય અને વૃદ્ધિ પામે ત્યારે પૂર્વની તિથિનો અહોરાત્ર અન્ય તિથિના અહોરાત્રને ફરસે નહિં, પણ ઉત્તરતિથિનો અહોરાત્રજ ઉત્તરતિથિના એટલે આગલી ત્રીજા વગેરે અપર્વતિથિના અહોરાત્રને ફરસનારે હોય, અને તેમ હોવાથી આરાધનાનું સ્થાન બને, માટે બીજી પર્વતિથિનેજ પર્વ તરીકે ગણવી. આ વાકયથી સ્પષ્ટ થાય છે કે જેમ સૂર્યોદયને ન પામવાથી પર્વતિથિ જો ક્ષય પામી હોય તો અપર્વતિથિના સૂર્યોદયથી તેને પર્વ તિથિ બનાવવી તેવી જ રીતે બે સૂર્યોદયને પામેલી તિથિયો હોય તો બીજી તીથીને જ પર્વતિથિના સૂર્યોદયવાળી માનવી અર્થાત્ બીજા અહોરાત્રથીજ પર્વતિથિનું અહોરાત્ર ગણવું. એટલે પૂર્વના અહોરાત્રને પર્વતિથિના સૂર્યોદયવાળો ન ગણતા તેનાથી પૂર્વની જે અપર્વતિથિ હોય તેના સૂર્યોદયવાળી ગણાવી અને જો તે પડવાના અહોરાત્રને પડવાનો અહોરાત્ર ગણીને કે અન્ય કોઇપણ પ્રકારે અખંડપણે તે અહોરાત્રને બીજ આદિ પર્વના અહોરાત્ર તરીકે માની અખંડપણે ન આરાધે તો તે બીજ આદિ પર્વતિથિનો વિરાધક કહેવાય અથવા બે બીજ છે એમ કહી એકજ બીજને આરાધે તો તે પણ વિરાધક જ થાય. આ વાકયમાં સાથેસાથેએ પણ તત્વ સમજવાનું છે કે બીજ આદિ પર્વઆરાધના કરનાર જો બીજ આદિતિથિ સૂર્યોદય વિનાની હોય તો પણ પડવાના સૂર્યોદયથી બીજનો સૂર્યોદય ગણી આરાધના કરી લે. એવી રીતે પોતાનો સૂર્યોદય પર્વતિથિ આરાધના શરૂ કરે. પરન્તુ તેવી બેમાથી કોઇપણ રીતે સૂર્યોદયથી અહોરાત્રની શરૂઆત હોય તો તે સૂર્યોદયથી અને તે ક્ષીણ હોય તો તેની પહેલાંની જ અપર્વતિથિ હોય તેના સૂર્યોદયથી