________________
શ્રી સિદ્ધચક્ર
૨૨૩
કરાય, અને તે અખંડઆરાધના ત્યારેજ ગણાય કે તે બીજઆદિની તિથિની કરવા માડેલી આરાધના તે બીજઆદિ પર્વતિથિથી આગળની તિથિના સૂર્યોદયના આરંભ સુધીની હોય. અર્થાત્ આગળની ત્રીજ આદિતિથિનો સૂર્યોદય ન થાય ત્યાં સુધી તે પર્વતિથિની આરાધના કરનારે આરાધનાની ક્રિયા ખંડિત કરાય નહિં. જૈનજયોતિષને હિસાબે પણ જયારે બીજ આદિ પર્વતિથિનો ક્ષય તો આવેજ છે અને તે બીજ આદિની આરાધના જયારે તે બીજઆદિનો ક્ષય હોય ત્યારે પણ કરવી જ જોઇએ એમ છે. તો જેમ અખંડીત બીજઆદિ હતી તે વખતે જેમ ત્રીજ આદિના અહોરાત્ર સુધી થતી હતી તેવી જ રીતે આરાધના બીજ આદિની આરાધના પૂર્વતિથિના સૂર્યોદય ગણીને કરવી પડે, અને તેવીજ જૈનશાસ્ત્રના હિસાબે કોઇપણ તિથિની વૃદ્ધિ હોય નહિં, છતાં લૌકિકટીપનાને આધારે અપર્વતિથિની
· શું પણ પર્વતિથિ જે બીજઆદિ છે. તેની પણ વૃદ્ધિ થાય છે, તો તેવી વૃદ્ધિ આવે ત્યારે આગલ પાછલના અપર્વના અહોરાત્રને ફરસનાર એવા અહોરાત્રને પર્વતિથિના તરીકે લેવો. અર્થાત્ પર્વતિથિનો ક્ષયે અપર્વતિથિના સૂર્યોદયને અહોરાત્રને શરૂઆત માટે પર્વતિથિનો સૂર્યોદયને માનવો એ શાસ્ત્રાનુસારી છે, એવીજ રીતે લૌકિકટીપ્પણાએ પર્વ તિથિની વૃદ્ધિ હોય તો આગળના અર્ધવના અહોરાત્રને ફરસનારા એવા અહોરાત્રને જ પર્વતિથિ તરીકે માનવો જોઈએ એટલે આગળપાછળના અપર્વતિથિના અહોરાત્રને ફરસતા અહોરાત્રને પર્વતિથિ માનવી. આ ઉપરથી ચોકખું થાય છે કે બીજ આદિ પર્વતિથિ સંબંધી અહોરત્રના સિદ્ધાન્તને અક્ષીણ અને અવૃધ્ધ રાખવાની સિધ્ધાંતથી આ વાકયો છે.
જેવી રીતે પહેલા પાદમાં અહોરાત્રની મર્યાદા નિયમિત કરવા માટે અર્પવના સૂર્યોદયને
તા. ૨૫-૨-૧૯૩૭
પર્વનો સૂર્યોદય ઠરાવવા દ્વારા અપ્રામના વિધાનદ્વારા પ્રયત્ન છે, તેવીજ રીતે બીજા પાદમાં લૌકિકટીપ્પણાને અનુસારે પહેલી તિથિના અહોરાત્રને પડવા આદિ અપર્વના અહોરાત્ર તરીકે આગળના ત્રીજઆદિઅર્પવના અહોરાત્ર સુધીનો અહોરાત્ર ન હોવાથી પર્વતિથિના અહોરાત્ર તરીકે ઓળખાવવાનો નિષેધ કરી ઉત્તરના અહોરાત્રનેજ આગળના અપર્વના સૂર્યોદયથી શરૂ થનારા અહોરાત્રને ફરસનાર હોવાથી પર્વ માનવાનું વિધાન કરે છે. એટલે ત્તવૈ એમ અવઘારણ કરી પૂર્વના અહોરાત્રને પર્વતિથિ તરીકે માનવાની ના પડે છે, અને તે વિધિ તથા નિષેધદ્વારા જણાવે છે કે પૌષધાદિના નિયમ અહોરાત્ર પ્રમાણના અને આગળના અપર્વના અહોરાત્રની આદિ સુધીના હોય છે તથા વ્રત લેતી વખત પણ નાવ અહોર્ તું નાવ વિનં પ્રેમવિવર્સ નાવ રત્ત એમ કહેવાય છે, તેથી અપર્વના અહોરાત્રને બંને બાજુએ ફરશે તે અહોરાત્રને પર્વતિથિનું અહોરાત્ર જણાવ્યું. આ ઉપરથી સાબીત થયું કે ક્ષયને માટેનું વિધાન જેમ શાસ્ત્ર અને પરંપરાને અનુસરીને અપર્વના ઉભય અહોરાત્રની ફરસનાના મુદ્દાથી નકકી થયેલ છે, તેવી રીતે લૌકિકટીપ્પણાને અનુસરીને તિથિવૃધ્ધિની વખતે પણ ઉભયબાજુના અપર્વના સમાપ્તિ અને સૂર્યોદયથી શરૂ અને સમાપ્ત થનારા અહોરાત્રની ફરસનાને અનુસરીને છે. ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જેથી પર્વતિથિની આરાધનાનો પચ્ચખ્ખાણ અને પૌષધ આદિને અંગે સૂર્યોદયથી પ્રારંભ અને પૂર્ણ થતા અહોરાત્રથી સંબંધ છે તેથી પચ્ચક્ખાણોમાં ૩૫૫ સૂરે તથા મૂરે વગેરે મર્યાદાદર્શકશબ્દોનું કથન કરાય છે અને પૌષધનું વ્રત પણ મુખ્યતાએ રાત્રિક પ્રતિક્રમણની શરૂઆત પહેલાંજ અહોરતું કહી લેવામાં આવે છે. એવી રીતે પચ્ચખ્ખાણ અને પૌષધનો મર્યાદાકાલ પણ અહોરાત્રનો આરંભ થયા પછી જ આવે છે.
जाव