________________
૨૦૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭
રવિવારની સંવચ્છરીવાળાની માન્યતા
શનિવારે સંવચ્છરી કરનારાઓના પક્ષથી અનેક પ્રકારના અનેક પત્રોમાં અનેક લેખો આવ્યા. તે વાંચતાં એમ સ્પષ્ટ સમજાય છે કે તેઓ જે
તિથિએ સૂર્યોદય અને તિથિની સમાપ્તિ હોય તે તિથિ માનવી એવા સિદ્ધાંતને જ અનુસરે છે. જો કે તેઓએ આપેલી શ્રાદ્ધવિધિ આદિ શાસ્ત્રોની ગાથાઓમાં કેવલ સૂર્યોદયવાળી તિથિને તિથિ તરીકે માનવાની વાત છે અને સૂર્યોદયવાળી તિથિ તરીકે માનવામાં તપગચ્છ કે ખરતરગચ્છમાં કોઈને મતભેદ નથી. પણ વિચાર એ કરવાનો રહે છે કે સૂર્યોદયવાળી તિથિને માનવાનું કઈ અપેક્ષાએ છે? શનિવારના પક્ષવાળાઓએ અને વિચારકોએ સમજવાનું છે કે વિક્રમની તેરમી સદી કે જેમાં અંચલગચ્છવાળાની શતપદી અને તેનો ઉદ્ધાર રચાયાં તેના કરતાં પહેલાના કાલથી આવો તિથિ બાબતનો મતભેદ ચાલતો હતો કે કેટલાકો સૂર્યોદયવાળી તિથિ માનતા હતા જ્યારે કેટલાકો પ્રતિક્રમણ વખતે આવતી તિથિને માનતા હતા. (જુઓ શતપદી. મતવૈચિત્ર્યદ્વાર) આવી રીતે તિથિ બાબતમાં મતવૈચિત્ર્યને અંગે શ્રાદ્ધવિધિકાર મહારાજને સૂર્યોદયવાળી તિથિને જ તિથિ તરીકે માનવાનું વિધાન જણાવવું પડ્યું છે. અર્થાત્ સૂર્યોદયવાળી તિથિને તિથિ તરીકે માનવાનું જણાવતાં સ્પષ્ટ કરવું પડ્યું કે પર્વતિથિની આરાધના સવારના પચ્ચખ્ખાણથી શરૂ થાય છે
માટે પચ્ચખ્ખાણનો વખત જ્યારે જે સૂર્યોદયથી શરૂ થાય છે ત્યારે તે તિથિ હોવી જોઈએ અને તેથી જ પચ્ચક્ખાણના અધિકારમાં જ તે ગાથાઓ, લીધી છે. આ વાત પણ ચોખ્ખી જ છે કે સવારનાં પચ્ચક્ખાણ સૂર્યોદયની અપેક્ષાવાળાં છે અને તે એકાસણા, આંબેલ અને ઉપવાસ વગેરે તિથિનાં પચ્ચખ્ખાણે દૈવસિક છતાં પણ અન્ય સૂર્યોદય સુધી પાળવાનાં હોય છે. માટે સૂર્યોદયવાળી તિથિને માનવાનો નિયમ રાખી પચ્ચક્ખાણ અને ઉદય વખતની તિથિને ન માનનારાઓને આજ્ઞાના વિરાધક વગેરે જણાવ્યા. આ ઉપર જણાવ્યા પ્રમાણે હકીકત હોવાથી તે હકીકત ક્ષય કે વૃદ્ધિના પ્રસંગ સિવાયની છે એમ સ્પષ્ટપણે સમજાય તેમ છે. છતાં ક્ષય કે વૃદ્ધિના પ્રસંગમાં જે શનિવારની સંવચ્છરીવાળા સૂર્યોદયની વાતને આગળ કરે છે તે કેવલ આગ્રહની ખાતર દુનિયાને જુઠ ભરમાવવા માટે જ છે. શનિવારવાળા મહાત્માઓ જો ઉદયવાળી તિથિના જ આગ્રહવાળા હોય તો તેઓ તિથિનો ક્ષય હોય ત્યારે વગર સૂર્યોદયવાળી તિથિને કેમ આરાધશે ? તેથી તેઓ તેઓના પોતાના મતે આજ્ઞાભંગાદિના દોષવાળા થશે કે નહિં ? કદાચ કહેવામાં આવે કે ક્ષીણતિથિમાં સૂર્યોદય હોય નહિં તેથી અન્ય ઉદયવાળી પણ તિથિ માનવી પડે. તો પછી જો આમ છે તો પછી નક્કી થયું કે સૂર્યોદયવાળી તિથિ ન લેવામાં જે આજ્ઞાભંગ આદિ દોષો છે તે ક્ષય સિવાયના પ્રસંગમાં જ લાગુ
પડે