SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રી સિદ્ધચક્ર તા. ૧૧-૨-૧૯૩૭ અને ગચ્છવાસથી શિષ્ય ગુરૂની સાથે હોય તેથી પણ સિધ્ધ જ થયો છે, તો પછી વિહારનો અધિકાર જુદો કેમ કહ્યો? ઉત્તરમાં જણાવે છે કે શિષ્યોએ તો મોહને જિતવા માટે જરૂર વિહાર કરવો. ગુરુ આદિને તો કારણસર કદાચ દ્રવ્યથી સ્થિર રહેવાપણું પણ હોય. વિધિમાં તત્પર અને ગીતાર્થ એવા સાધુઓને કોઈપણ દિવસ ભાવથી સ્થિરવાસ હોય જ નહિ. વૃદ્ધત્વાદિ કારણે સ્થિરવાસ જો હોય તો તેમાં પણ મહીનો થયા પછી ગોચરી આદિના સ્થાનોમાં પરાવર્તન જરૂર હોય છે. તેમજ સંથારો કરવાની જગ્યા આદિને વિષે પણ નક્કી પરાવર્તનનો વિધિ કહેલો છે. દ્રવ્યથી કદાચ ગુરૂ આદિના કારણે એ ન બને તો પણ જો મોહનો ઉદય થાય તો તો તે સાધુએ જરૂર વિહાર કરવો જ જોઈએ, એ જણાવવા માટે વિહારદ્વાર જુદું લીધેલું છે અથવા તો શિષ્યોને પ્રથમથી જ પ્રતિબંધ ન થાય તેમજ અપરિણામી આદિ શિષ્યોને વિધિનું સ્પર્શન થાય માટે વિહારદ્વાર કહ્યું છે. !! હહે સાધુસ્થા દ્વાર કહે છે - सऽसाया ९०२, जिण ९०३, भयव ९०४, अणु ९०५, इ. १०६, अण्णेसि ९०७ विस्सोअ ९०८, णो ९०९, पायं ९१० पुल्विं ९११, एअं ९१२, एएण ९१३, निच्छय ९१४, સ્વાધ્યાય આદિકથી થાકેલો સાધુ તીર્થકરના કુળવાસને અનુરૂપ એવા ધર્મવાળા મહાત્માઓની કથા વિધિપૂર્વક સંવેગ વધારવા માટે કરે. જૈન ધર્મમાં સ્થિરપણે રહેલા પૂર્વકાળના સાધુઓનાં ચરિત્રો સાંભળે, અથવા ભાવપૂર્વક યોગ્યતા પ્રમાણે બીજાને એવા મહાનુભાવોની ધર્મ કથા કહે. ભગવાન દશાર્ણભદ્ર, સુદર્શન સ્થૂલભદ્ર અને વજસ્વામીજીએ જેમ સંસારનો ત્યાગ કર્યો, તેમ સંસાર ત્યાગને સફળ કરનાર જ સાધુ હોય તે મહાપુરૂષોના શુધ્ધ ચારિત્રનું અનુમોદન કરીએ છીએ, એવી રીતે વિચારીને સંવેગની તીવ્રતાએ સાધુઓ પોતાના આત્માને શોધે. આમ ધર્મકથા કરવાથી આત્માનું સ્થિરપણું થાય, તે મહર્ષિઓના કુળમાં હું રહ્યો છું એમ તેમના બહુમાનથી શુદ્ધધર્મનું આચરણ થાય, તે પણ કલ્યાણ જ છે. તે ધર્મકથા સાંભળનાર બીજા સાધુઓને પણ એવી રીતે આત્માનું નક્કી સ્થિરપણું વિગેરે થાય છે. અને જન્માંતરે પણ આવી રીતે કરેલો કથા પ્રબંધ વિકથાને નાશ કરનાર થાય છે. શંકારહિતપણે મળેલા એવા દુર્લભચરિત્રના પરિણામની રક્ષા કરે અને નહિ મળેલા એવા ચારિત્ર પરિણામને પામે. એકલી વડી દીક્ષા માત્રથી ચારિત્ર છે એમ સમજવું નહિ, કેમકે અભવ્યને પણ દ્રવ્યથી તો તે દીક્ષા અને વડીદીક્ષા બંને હોય છે, જો કે વિધિ કરનારા છઘસ્થસાધુઓને તો તે પ્રવજ્યાનો વિધિ સફળ જ છે. પ્રાયે કરીને આ વિધિનો નિયમ કહ્યો છે. નહિ તો વડી દીક્ષા વિનાના સામાયિકમાત્રથી પણ અનંતા જીવો મોક્ષે ગયા છે. તત્ત્વથી વિધિપૂર્વક ગુરુ અને ગચ્છ વિગેરેની સેવાથી આ ચારિત્રના પરિણામ પહેલાં હોય છતાં પણ ગોવિંદવાચક વિગેરે ઘણાંને પણ નવા થયાં છે. વિધિપૂર્વકનું વર્તન મોક્ષનું સાધક છે એમ તીર્થકરો પણ કહે છે, કેમકે જ્ઞાન અને દર્શનનું ફળ વિધિપૂર્વક પ્રવર્તન કરવું તે જ કહેલું છે. વિધિપૂર્વક પ્રવૃત્તિઓ કરીને રહિત જ્ઞાન અને દર્શન એ બંને નિશ્ચયથી હોતાં નથી અને વ્યવહારથી હોય તો તે પણ પોતાના કળને સાધનાર હોતાં નથી. પૂર્વાચાર્યોએ કહ્યું છે કે જ્યારે ચારિત્રરૂપી આત્માનો ઘાત થાય ત્યારે નિશ્ચયનયથી જ્ઞાન અને દર્શનનો તો ઘાત જ છે. માત્ર વ્યવહારથી જ ચારિત્ર હણાય તો જ જ્ઞાન અને દર્શનની ભજના છે. તે પૂર્વોક્ત રીતિએ ચારિત્રની મુખ્યતા સાંભળી દર્શનવાદી કહે છેઃ (અપૂર્ણ)
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy