________________
૧૯૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭
લોહી, વીર્યની અશુભતા વિચારવી તેમજ દુર્ગંધિ, માંસ, લોહી અને વિષ્ઠાથી ભરેલું તેનું શરીર વિચારવું, તેવી જ રીતે સ્ત્રીનો સર્વત્ર અને સર્વદા એકસરખો રાગ હોતો નથી, તેમ વિચારી સંધ્યાના વાદળાંની માફક તેનું સ્વભાવે ચંચળરાગપણું સમજવું, વળી લોકોમાં નિંદનીય પરલોકને બગાડનાર એવા બધા ખરાબ કાર્યોનું કારણ સ્ત્રીઓ છે એમ વિચારવું વાયરો અગ્નિ અને સાપ કરતાં પણ અત્યંત સ્વભાવથી જ દુર્ગાહ્ય એવા મનનું ચંચળપણું વિચારવું, તેમજ જાત્યાદિકગુણ સહિત એવા ભર્તારથી પણ તે સ્ત્રીઓની નિરપેક્ષતા જોવી, તેમજ તે સ્ત્રીઓ પાપ સ્થાન છે, તેમજ અત્યંત કપટ સહિત છે, તે સમ્યગ્ વિચારવું, તે સ્ત્રીઓ ચિંતવે કાંઈ, કરે કાંઈ બોલે કાંઈ, આરંભ કંઈ અન્યનો જ કરે, એવી રીતે સ્ત્રીઓ માયાપ્રધાન હોય છે, સ્વભાવે તે નદીની માફક નીચગામી હોય છે. શાશ્વતાસુખનું સ્થાન એવો જે મોક્ષ તેને પમાડનાર એવું જે સર્ધ્યાન તેનો શત્રુ પણ તે સ્ત્રીઓ જ છે. અત્યંત ઉગ્ર અને ઉત્કૃષ્ટ સંતાપને કરનારી છે. નારકીના તાપનું એ કારણ છે અને તેવી સ્ત્રીઓથી વિરક્ત થયેલા મહાનુભાવોને પ્રશમાદિગુણોનો લાભ આ ભવમાં જ થાય છે અને પરભવમાં પણ તે જ મહાનુભાવો આ સંસ્કારિત એવા વૈરાગ્યથી શરીર અને મનના અનેક દુઃખો પામ્યા વિના અત્યંત સુખને મેળવે છે. આવી રીતે ભાવના રાખનારને અત્યંત સંવેગથી શુદ્ધ એવા વ્યાપારો થાય છે અને તેમ થવાથી કિલષ્ટકર્મનો જરૂર ક્ષય થાય છે અને તે સંવેગથી નક્કી ચારિત્રની શુદ્ધિ પણ થાય છે. સ્ત્રી સંબંધી રાગને નિવારવાનું તે સ્ત્રીઓના સ્વરૂપ અને ફલ જણાવવા દ્વારાએ બતાવી અન્ય પદાર્થ ઉપર થતા રાગને ટાળવા માટે તે તે પદાર્થોનાં સ્વરૂપ તથા ફલ વિચારવાં એમ જણાવે છે. જે મનુષ્ય સ્ત્રી વિગેરેમાંથી જે દોષથી બાધિત થતો હોય, તે મનુષ્ય તેનાથી વિરુદ્ધ તે સંબંધી સ્વરૂપ અને ફલનો વિચાર કરે. દ્રવ્યમાં રાગ થતો હોય તો તેને ઉપાર્જન રક્ષણ કરવા આદિના ક્લેશને વિચારે, તેમજ તેના અભાવે ધર્મનું બનવું કેટલું બધું નિરૂપાધિતાને લીધે થાય છે તે વિચારે. દ્વેષ થતો હોય તો હંમેશાં સર્વભૂતોમાં મૈત્રી વિચારવા સાથે સર્વજીવોની સાથે થયેલો માતાપિતા આદિપણાનો અનંત વખતનો સંબંધ વિચારે અને અજ્ઞાન જો આત્માને બાધા કરતું હોય તો ચિત્તની સ્થિરતા કરી પ્રતીતિ પ્રમાણે વસ્તુનો સ્વભાવ વિચારવો. અહીં વ્રતોનો અધિકાર છે અને વિષયો વ્રતોથી પ્રતિકૂલ છે, ને તે વિષયોનું સ્થાન સ્ત્રીઓ છે, માટે વિશેષ ઉપદેશ સ્ત્રીઓને અંગે જણાવ્યો છે. જેમ અશુભ પરિણામવાળો જીવ ઘણાં કર્મને બાંધનારો થાય છે. તેવી જ રીતે શુભ પરિણામવાળો જીવ ઘણા કર્મને ખપાવનાર પણ થાય છે એ સમજવું ॥ હવે વિહારનામનું દ્વાર કહે છે.
अप्प ८९५, मोक्तण ८९६, एअंपि ८९७, इयरसि ८९८, गोअर ८९९, एअस्स ९००, आई ९०१ આચાર્યાદિકના ઉપદેશ પ્રમાણે સર્વપદાર્થથી અપ્રતિબદ્ધ એટલે મમતારહિતપણે ઉચિતતાએ માસકલ્પ આદિ વિહારે સાધુ જરૂર વિચરે. શંકાકાર શંકા કરે છે કે માસકલ્પ સિવાયનો સૂત્રમાં વિહાર જ કહ્યો નથી તો માસાદિ શબ્દમાં આદિ શબ્દ કેમ લીધો ? ઉત્તરમાં કહે છે કે તેવું દુર્ભિક્ષ અશક્ત આદિનું કાર્ય હોય તો માસથી અધિકપણું પણ થાય, માટે આદિ શબ્દ લીધો છે. (વિહારનો અને દીક્ષા સાથેનો પ્રસંગ હોવાથી આદિ શબ્દથી ચોમાસું ન લીધું) ફરી શંકા કરે છે કે ગુરુના વિહારથી શિષ્યનો વિહાર ગુરૂકુલ