SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ શ્રી સિદ્ધચક્ર તા. ૧૧-૨-૧૯૩૭ પાસેથી સમજીને વિષય વ્યવસ્થા કરવી જોઈએ. જેમાં બ્રાહ્મીપ્રમુખને સ્ત્રીપણું પ્રાપ્ત થવાના કારણભૂત માત્ર સૂક્ષ્મ અતિચારો તેનું જે મોટું પાપ જણાવ્યું છે તે કેમ ઘટે? કેમકે સૂક્ષ્મ અતિચારનું એવું ફળ આવે તો પ્રમત્તસાધુઓ કે જે અતિચારની બહુલતવાળા જ છે તેમનું જે ધર્મકૃત્ય હોય તે પણ મોક્ષનું કારણ કેમ બને ! એ વસ્તુ એમ જ ઘટે કે કુષ્ઠ વિગેરેની દવાની માફક કર્મરૂપી મહારોગના ઔષધ જેવી પ્રવ્રજ્યા અંગીકાર કરીને જે સાધુ સૂક્ષ્મ પણ અતિચાર કરે તે અતિચાર તે કરનારાને ભવિષ્યમાં ભયંકર નીવડે છે. પ્રાયે કરીને તે અતિચારના દોષને ખપાવનાર શુદ્ધ અધ્યવસાય જ જાણવો, પણ અતિક્રમણ આદિમાં સામાન્ય રીતે અતિચારનું જે આલોચન માત્ર થાય છે તેવા દોષના ક્ષયનું કારણ નથી, કેમકે તે પ્રતિક્રમણ આદિ તો બ્રાહ્મી વિગેરેને પણ હતાં, એવી રીતે પ્રમાદી સાધુઓને પણ થતા દરેક અતિચારે તે નિવારવાના શુભ અધ્યવસાય હોય અને તેથી તેવો દોષ ન જ લાગે, અને તેનું ધર્માચરણ મોક્ષનું કારણ જ બને. કેમકે જેનો સમ્યક રીતે પ્રતિકાર કરવામાં આવ્યો હોય તેવું ઘણું વિષ હોય તો પણ તે મારનાર થાય નહિં, પણ વગર પ્રતિકારનું થોડું પણ ઝેર મારનાર જ થાય છે. એ દ્રષ્ટાંત અહીં ધ્યાનમાં રાખવું. પ્રતિકાર વગરના જે પ્રમાદી સાધુઓ હોય છે, તેમને જેમ બાણ શત્રુનો નાશ કરી પોતાના બચાવ માટે ઉપયોગી છે, છતાં તે અવળાં પકડેલાં બાણ શત્રુનો નાશ ન કરતાં પોતાનો જ નાશ કરે તેની માફક ધર્માચરણ પણ કર્મરૂપી અનિષ્ટને નાશ કરનાર છતાં શુભ અધ્યવસાય વગર અને અશુભ અધ્યવસાયવાળું હોવાથી અનિષ્ટફળ દેવાવાળું પણ કહ્યું છે. શુદ્ર અતિચારોનું તો મનુષ્યાદિ ગતિમાં જ અશુભફળ હોય છે અને મોટા અતિચારોના નરકાદિક ગતિમાં પણ ફળ ભોગવવાના હોય છે, એમ વિચારી એમ કેમ ન બને? એવી રીતે સંવેગથી સમ્યવિચાર કરવામાં આવે તો દિનપ્રતિદિન ચારિત્રની વૃદ્ધિ જ થાય, નહિંતર સંમૂર્ણિમ પ્રાણી જેમ અનુબંધનું કારણ નથી તેવી રીતે સંવેગ વિનાની ક્રિયા પણ તેવી અનુબંધ વિનાની જ થાય અને દોષને માટે પણ થાય છે હવે ભાવના દ્વાર કહે છે - __ एवं ८७५, सम्मं ८७६, विजण ८७७, जीअं ८७८, विसया ८७९, तत्तो ८८०, तस्सेव ८८१, असदा, ८८२, तस्सेव ८८३, जच्चइ ८८४, चिन्तइ ८८५, तस्सेव ८८६, अच्चुग्गा ८८७, पर ८८८, ભાવે ૮૮૨, નો ૮૨૦, ૮૨૧ તોલ ૮૧૨, 0િ રૂ, ગદ ૮૨૪, ગુરુ આદિની નિશ્રામાં પ્રવર્તતા સાધુને કર્મોદયે સ્ત્રીમાં રાગ થાય અથવા તે સ્ત્રી આદિમાં પણ ન પણ હોય તો પણ આચારધારી મહાત્માને અશુભ મનરૂપી હાથીને વશ કરવા માટે અંકુશ સમાન એવા અને વિષયરૂપી વિષના ઔષધરૂપ એવાં આ આગળ જણાવીશું તે પ્રકારો સમ્યક વિચારવા. ગીતાર્થ સાધુઓએ સહિત એવા મુનિરાજે એકાન્તમાં કે મશાન આદિમાં પણ રહેલાએ આ જીવલોકનું અનિત્યપણું પહેલું વિચારવું. અનિયમિત કઠોર વાયરાએ હણાયેલા કુશાગ્રના જલબિંદુ જેવાં જ જીવન, યૌવન, ઋદ્ધિ પ્રિયસંયોગ વિગેરે સર્વ પદાર્થો હોવાથી તે અનિત્ય છે. ચિંતા, પ્રયાસ અને બહુદુઃખને કરવાવાળાં એવાં અને કંપાકનાં ફળ જેવાં તેમજ પરિણામે માયા અને ઈદ્રજાળ જેવા તથા પાપમય એવા વિષયો દુખસ્વરૂપ છે. સ્ત્રીના શરીરના કારણભૂત એવા
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy