SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ શ્રી સિદ્ધચક્ર તા. ૧૧-૨-૧૯૩૭ અન્ય લોકો અને મિથ્યાત્રિઓ દેખે તથા કરે પણ છે. છતાં તેનો તપ તરીકે વ્યવહાર કરતા નથી, અને આ પ્રાયશ્ચિત્તાદિ કર્મ તપાવવામાં સમર્થ છે માટે આ છ પ્રકારને અત્યંતર ગણવું વ્યાજબી છે. તપસ્યાની સિદ્ધિને માટે કહે છે. દુષ્કમાકાલમાં અનશન આદિ તપ વગર શરીરનું પુષ્ટપણું (ધાતુવૃદ્ધિયુક્તપણું) શરીર છોડતું નથી, માટે અનશન આદિ તપ કરવું જ જોઈએ. પુષ્ટમનુષ્યને સંજોગ વિશેષ મળવાથી અશુભ પ્રવૃત્તિનું કારણ એવો મોહોદય થાય છે. અને તે મોહોદય થતાં જ્યારે વિવેકી મનુષ્ય પણ પોતાનું કાર્ય (કલ્યાણ) સાધી શકતો જ નથી તો પછી અદીર્ધદર્શી તથા તપસ્યા નહિ કરનારો, અને વિવેકથી હીન મનુષ્ય તો કલ્યાણ કેવી રીતે સાધી શકે? માટે હંમેશાં સાધુએ શરીરને કાંઈક પીડા કરનાર પણ અનશન આદિ તપ બ્રહ્મચર્યની માફક આદરવું જ જોઈએ. કોઈ કહેશે કે શ્રુતના ઉપયોગવાળો તત્વને જાણનારો, અને સંવેગવાળો સાધુ શુભ આશયવાળો હોવાથી તેને બ્રહ્મચર્યમાં પીડા નહિ થાય. તેના ઉત્તરમાં જણાવે છે કે એવી રીતે તો અનશન આદિ તપથી પણ તેવાને પીડા નહિં થાય. જિનેશ્વર ભગવાનની આશા છે કે શુભ ધ્યાનને બાધા કરનારું તપ નહિં કરવું, પણ શક્તિ અનુસાર તપમાં પ્રયત્ન કરવો જ જોઈએ, તેટલા માટે જેવી રીતે શરીરને અત્યંત પીડા નહિં થાય, તેમ પુષ્ટપણું પણ ન થાય, અને ધર્મધ્યાનની વૃદ્ધિ થાય, તેવું તપ કરવું, કર્મના ક્ષયોપશમથી તેમજ આજ્ઞાના આરાધનથી અનશનાદિતપ ભવ્યજીવને શુભભાવનું કારણ જ બને છે. નિર્મળભાવળા સાધુ વિગેરેને તત્વથી પૂર્વોક્ત વાત અનુભવ સિદ્ધ જ છે અને રાજાના હુકમ બજાવનારા બીજાઓને પણ હુકમ બજાવતાં કંઈક દુઃખ થવા છતાં મોટા લાભને જાણવાથી સારા રહેતા પરિણામની સ્થિતિ સ્પષ્ટપણે દેખાય છે. આ કહેવાથી જેઓ તપોવિધાનને અશાતા વેદનીયકર્મનો વિપાક માનીને, તેમજ તે તપને દુઃખરૂપ માનીને મોક્ષનું કારણ નથી માનતા, તેઓનું મત ખંડન થયું, આ તપ દુઃખરૂપ નથી, તેમ સર્વથા કર્મના ઉદયથી પણ થવાવાળું નથી, પણ જૈનશાસ્ત્રમાં તપને ક્ષયોપશમભાવમાં કહેલું છે. કારણ કે ક્ષાંતિ આદિ દશપ્રકારના સાધુધર્મમાં તપને લીધેલો છે, અને તે સાધુધર્મ ક્ષયોપશમભાવમાં રહેલો છે, અને દુઃખ તો સર્વ ઔદયિક ભાવનું છે, વળી કર્મનો બધો ઉદય મોક્ષનું કારણ નથી એમ નથી, કારણ કે પુણ્યાનુબંધી અને નિરનુબંધી એવો પણ કર્મોદય શાસ્ત્રમાં માનેલો છે. આ જગતને વિષે ધર્મ આરાધનમાં તત્પર જે કોઈ મહાપુરૂષો થયા છે તે કુશલાનું બંધી કર્મઆદિથી જ થયેલા છે, પણ ક્લિષ્ટકર્મના ઉદયથી વિષકંટકાદિ જેવા શુદ્ધ સત્વો કોઈ દિવસ પણ ધર્મમાં શુભપ્રવૃત્તિ કરનારા થતા નથી, અને નિર્મળ અભિપ્રાયનું તેમજ શ્રેષ્ઠસુખનું કારણ હોવાથી શુદ્ધ એવું પુણ્યફળ જરૂર જીવને પાપથી હઠાવી દે છે. વધારે વિસ્તાર કરવાના પ્રસંગથી સર્યું, પણ કર્મક્ષયને ઇચ્છતા બુદ્ધિશાળીએ એ બાહ્યતપ પણ કરવું જ જોઈએ. સર્વ પણ સાધુઓને અત્યંતર તપનું ન કરવું એ અનર્થરૂપ છે, માટે તે સર્વથા વર્જવું એમ શાસ્ત્રકારોએ સ્પષ્ટ જણાવેલું છે !! હવે તત્વવિચાર નામનું દ્વાર કહે છે - સર્ષ ૮૬૫, ૪૬ ૮૬૬, સ૬ ૮૬૭, પુર્વ ૮૬૮, પદ ૮૬૬, વ ૮૭૦, સનં ૮૭૨, ને ૮૭૨, વૃદુ ૮૭રૂ પર્વ ૮૭૪, પદાર્થનું સ્વરૂપ ભાવનાની મુખ્યતાએ સમ્યમ્ વિચારવું જોઈએ, અને બહુશ્રુતગુરુ
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy