________________
0
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૧૯૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ સાથે સાંધેલો કે વગર સાંધેલો પણ હોય છે, અથવા તો અહીં જે જે ગચ્છ વિશેષ ઉપધિ સંબંધી આચરણા છે તે જાણી લેવી. હવે ઔપગ્રહિક ઉપાધિ કહે છે. બાજોઠ, આસન, દાંડો, દંડાસન, લોઢાનું ઘટ્ટક, સોય, નરણી, કાન, અને દાંત શોધવાની કડછી, એ જધન્ય ઔપગ્રહિક છે. કાંબલી, સૂત્ર, તાડપત્ર, પલાશપત્ર, ને શીર્ષક એ પાંચ પ્રકારનાં વર્ષોત્રાણ, પાંચ પ્રકારના પડદા તથા બે પ્રકારના સંથારા, પાંચ જાતના દાંડા, પ્રશ્રવણ, ચંડિલ, અને શ્લેષ્મની કુંડીઓ, પાદલેખનિકા, ત્રણ પ્રકારનાં ચર્મ, સંથારો અને ઉત્તરપટ્ટો એ સર્વ સ્થવરકલ્પીની મધ્યમ ઔપગ્રાહિક ઉપધિ છે અને સાધ્વીઓને પાણી રાખવા માટે વારક ઉપધિ વધારે જાણવો. સ્થાપનાચાર્ય, એક કે અનેક ભાગવાળો ઉત્કૃષ્ટ સંથારો, પાંચ પ્રકારનાં પુસ્તકો પાટી કે સમવસરણનું પાટીલ એ ઉત્કૃષ્ટ ઉપધિ છે. સામાન્ય જેનું ગ્રહણ હંમેશ થાય પણ ઉપભોગ કારણ પડ્યેજ થાય તે ઓધોધિ કહેવાય, અને જેનું ગ્રહણ અને ઉપભોગ બને કારણસર થાય તે ઔપગ્રહિક ઉપધિ કહેવાય પ્રમાણ અને વાપરવાની યતનાથી એ બધો ઉપધિ મમતા રહિતોને સુંદર રીતે ચારિત્રને સાધનાર કહ્યા છે. નહિંતર તો અહીં પણ આજ્ઞા વિરાધનાઆદિક દોષો જાણવા છે હવે તપોવિધાનનામનું દ્વાર કહે છે -
___ कायव्वं ८४०, तित्थ ८४१, किं पुण ८४२, वय ८४३, सुह ८४४, अण ८४५, पाय ८४६ नो ८४७, चिअ ८४८, सह ८४९, तम्हा, ८५०, सिअ ८५१, तुल्ल ८५२, ता ८५३, पडि ८५४, एंअ ८५५, एएण ८५६, जं ८५७, खंताइ ८५८, णय ८५९, जे केइ ८६० न कया ८६१ कुसला ८६२ મત ૮૬૩ મિં ૮૬૪ બુદ્ધિશાળીઓએ પરિણામે અત્યંત સારું અને જિનેશ્વર મહારાજે આચરેલું એવું તપનું અનુષ્ઠાન સૂત્રમાં કહેલા વિધિએ શક્તિ પ્રમાણે અવશ્ય કરવું જોઈએ વિચાર કરવો જરૂરી છે કે જ્યારે દેવતાઓએ પૂજેલા અને ચાર જ્ઞાનવાળા હોવા સાથે તે જ ભવમાં અવશ્ય મોક્ષે જનારા એવા તીર્થકર ભગવાનો બળ અને વીર્યને ગોપવ્યા સિવાય અનશન આદિ તપમાં ઉદ્યમ કરે છે. તો પછી બાકીના સાધુઓએ અનિત્ય એવા આ મનુષ્યપણામાં દુઃખક્ષયને માટે સમર્થ એવા તપના આચરણમાં કેમ ઉદ્યમ ન કરવો? તપવિધાન કરવામાં વ્રતનું રક્ષણ કરવું તે પરમતપ છે એમ જિનેશ્વરો કહે છે, અને વળી તે તપથી નક્કી મોક્ષને દેનારી એવી અત્યંત ગુણવૃદ્ધિ થાય છે. વળી કરવા યોગ્ય તપનું સ્વરૂપ જણાવતાં કહે છે કે શુભયોગની વૃદ્ધિને કરનાર હોય શુભધ્યાને કરીને યુક્ત હોય અને નિસ્પૃહપણે જે અનશનઆદિ કરે તે તપ જાણવો, તપના બે પ્રકારમાં બાહ્યતપના છ ભેદો આવી રીતે છે-અનશન (ઉપવાસ વિગેરે) ઉણોદરી (ઉપકરણ ને આહારના પ્રમાણમાં ન્યૂનતા) ગોચરી અને ઘરનું માન વિગેરે કરવું વિગયનો ત્યાગ કાઉસગ્ગઆદિથી કાયક્લેશ એટલે કાયાની સકુમાલતા ટળે અને કોઈ પ્રકારના અશુભ ધ્યાનને રોકી શુભ ધ્યાન ટકાવી શકે એવી કાયાની સ્થિતિ કરવી " તથા ઇંદ્રિય અને મનને ગોપાવવા માટે વિષયો અને કષાયોનો ત્યાગ વગેરે રૂપ સંલીનતા સર્વલોકો આ તપને આચરાતાં દેખી તપ તરીકે જાણે અને ગણે છે માટે તે બાહ્ય તપ કહેવાય છે. અત્યંતર તપ, આમ છ પ્રકારે આલોચન વિગેરે જે પ્રાયશ્ચિત્ત જ્ઞાનઆદિ સંબંધી જે વિનય આચાર્યઆદિ સંબંધી જે વૈયાવચ્ચ, વાચનાદિરુપ જે સ્વાધ્યાય, ધર્મધ્યાનોદિ અશુદ્ધ આહાર આદિકનો ત્યાગ એવી રીતે છ પ્રકારે છે. પ્રાયશ્ચિત્તાદિ