SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ શ્રી સિદ્ધચક્ર તા. ૧૧-૨-૧૯૩૭ લબ્ધિરહિત સાધુ માટે પાત્રગ્રહણ કહેલું છે. કપડા Wવીરોને અધિક અથવા આત્મપ્રમાણ હોય છે. તે અઢીહાથ લાંબા હોય છે, તેમાં બે સુતરના અને ત્રીજો ઊનનો કપડો જાણવો. ઘાસનું લેવું, અગ્નિનું નિવારણ, ધર્મશુકલધ્યાનની વૃદ્ધિ, ગ્લાન અને મૃતકને ઢાંકવું, એ પ્રયોજન માટે કપડાં રાખવાનાં ભગવાને કહ્યાં છે. બત્રીસ આંગળનો લાંબો ઓઘો હોય, તેની દાંડી ચોવીસ આંગળની હોય, બાકીના આઠ આંગળ દશીઓનું માન હોવાથી ઓઘાનું પ્રમાણ બરોબર બત્રીસ આંગલ થાય છે. લેવામાં, મુકવામાં, ઉભા રહેવામાં, બેસવામાં, સુવામાં અને અંગોપાંગ સંકોચવામાં, પહેલાં પ્રમાર્જન કરવા માટે અને સાધુપણાના ભાન માટે રજોહરણ હોય છે. એક વેંતને ચાર આંગળ પ્રમાણ મુહપત્તિ હોય છે. મુખના પ્રમાણે પણ મુહપત્તિ હોય છે. સંપાતિમજીવો (જેમ મક્ષિકાદિ) અને રજના પ્રમાર્જન માટે મુહપત્તિ કહેલી છે, તે મુહપત્તિથી વસતિ પ્રમાર્જન કરતાં, નાસિકા અને મુખ્ય બંધાય છે (નાકના હરસ હોય તો સ્પંડિલ જતાં પણ બાંધવી.) મગધદેશના પ્રસ્ય જેટલું અગર તેથી અધિક એવું માત્રકનું પ્રમાણ છે. શિયાળા, ઉનાળા ને ચોમાસામાં વૈયાવચ્ચ કરનારો આચાર્યાદિકને લાયક વસ્તુ એમાં ગ્રહણ કરે, ગોચરીનો સંકોચ હોય તો બધા સંઘાડાવાળા રાખે. ચોમાસામાં સંસક્તિ દોષવાળા આહારના પરિહાર માટે પણ તેનો અધિકાર છે. બે ગાઉથી આવેલો સાધુ એક ઠેકાણે બેસીને જેટલા દાળભાત ખાય તે માત્રકનું પ્રમાણ છે. આચાર્ય ગ્લાન, પ્રાપૂર્ણક, ધૃતાદિની દુર્લભતા ગોચરી ઓછી મળવી, ભાત પાણીમાં સંસક્તિ થવી એટલાં કારણે અને ચોમાસામાં માત્રકનો ઉપયોગ કરવાનો છે. સ્થવરને પાતળો, બે હાથનો, અને જુવાનને ચાર હાથનો ચોળપટ્ટી હોય છે. વેદઉદયમાં વાયરાથી ચિન્ડના ફૂલવામાં, લજ્જામાં, અને વૃદ્ધઇંદ્રિયવાળામાં ઉપકારને માટે અને વેદોય નિવારણ માટે ચોળપટ્ટો કહેલો છે. સાધ્વીઓને પેટના પ્રમાણે કમઢકનું માણ પ્રજાણવું, જાતિસ્વભાવથી તેઓની તુચ્છતા હોવાથી હંમેશાં તે રાખવું જોઈએ. નાવડીના આકારે, સ્વરૂપ અને મનથી ગુહ્યભાગની રક્ષા માટે અવગ્રહાનંતક નામનું ઉપકરણ કહેલું છે, એ અવગ્રહાનંતક સજ્જડ કે સુંવાળો શરીરની અપેક્ષાએ જાણવો અવગ્રહાનંતકને ઢાંકતો મલકચ્છની માફક કેડે બંધાય તેવો શરીરપ્રમાણે પટ્ટક જાણવો તે અવગ્રહાનંતક અને પટ્ટક બંનેને ઢાંકીને કેડના ભાગને ઢાંકે એવો અર્ધારૂક હોય છે, નાટકણીની માફક નહિ સીવેલી, ઢીંચણ જેટલી જ ચલણિકા હોય છે, કેડથી અર્ધી સાથળ ઢંકાય એવી અંતરનિવસની શરીરની સાથે સજ્જડ હોય છે. કેડે દોરાથી બાંધતાં ઢીંચણ ઢંકાય તેવી બાહ્યનિવસની હોય છે. વગર સીવેલો શિથિલ અને સ્તનને ઢાંકનારો કંચુક હોય છે. જમણે પડખે ઉત્કલિકા હોય છે. વૈકલિકાનો પટ્ટ વળી કંચુક અને ઉત્કક્ષિકાને ઢાંકનારો હોય છે. સાધ્વીઓને સંઘાટીઓ ચાર હોય છે. તેમાં ઉપાશ્રયમાં બે હાથની, ગોચરી માટે અને સ્પંડિલ માટે ત્રણ ત્રણ હાથની અને વ્યાખ્યાનમાં નહિ બેઠાં થકાં બરોબર જેનાથી શરીર ઢંકાય એમાં અને કોમળ તથા છિદ્રવગરની એવી ચાર હાથની એક સંઘાડી હોય છે. વાયરાથી ખસી ન જાય માટે ચાર હાથની સ્કંધકરણી હોય છે અને રૂપવાલી સાધ્વીને કદરૂપાપણા માટે કુશ્વકરણી પણ કરાય છે. આ બધો સાધ્વીનો ઉપધિ સંક્ષેપથી પડખે બાંધેલો, છિદ્ર વગરનો હોવા
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy