SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રી સિદ્ધચક્ર તા. ૧૧-૨-૧૯૩૭ ૨ ૩ ૯ 10 ઉપધિ જાણવો. ઉત્કૃષ્ટ ઉપધિમાં ત્રણ કપડાં, અત્યંતરનિવસની, ૪ બાહ્યનિવસની ૫ સંઘાટિકા સ્કંધકરણી ° અને પાત્ર ૮ એ આઠ જાણવાં, ઝોળી · પડલા ૨ ઓઘો - માત્રક ૪ કમઢક " રજસ્રાણ અવગ્રહાનંતક ૭ પટ્ટ ૮ અર્ધોરૂ ૯ ચલણીકા ૧૦ ઉત્કક્ષિકા ૧૧ કંચુક ૧૨ અને વૈકક્ષિકા ૧૩ એ તેરપ્રકારનો સાધ્વીને મધ્યમ ઉપધિ જાણવો. મુહપત્તિ ૧ ચરવળી ૨ પાત્રસ્થાપન અને ગુચ્છા ૪ એ ચારપ્રકારે સાધ્વીનો જઘન્ય ઉપધિ જાણવો ॥ એવી રીતે જિનકલ્પી સ્થવીરકલ્પી અને સાધ્વીઓને ઉપધિનું માન અને ઉત્કૃષ્ટાદિ ભેદો જણાવી હવે ઉપકરણનું માન જણાવે છે. પાત્રાનું મધ્યમપ્રમાણ પરિધિથી ત્રણ વેંત ને ચાર આંગળનું જાણવું. એનાથી ઓછું હોય તે જઘન્ય અને વધારે હોય તે ઉત્કૃષ્ટ પાત્ર જાણવું. કાલવિશેષ જે જ્યેષ્ઠમાસ તેના પ્રમાણથી બનેલું અને પોતાના આહારની અપેક્ષાવાળું એટલે પેટની અપેક્ષાએ પાત્ર, બીજું પણ આ પાત્રનું માપ છે. જેઠમહીનામાં બે ગાઉથી આવેલો સાધુ જેટલું વાપરે તેટલો આહાર ભરતાં પાત્ર ચાર આંગળ ઓછું રહેવું જોઈએ. અપવાદપદે જંગલ, દુષ્કાલ, અને ઘેરા વિગેરેમાં મોઢું પણ પાત્ર રખાય અથવા આચાર્ય આદિના વૈયાવચ્ચને કરનારો ઔપગ્રહિક એવા નંદીભાજનને ધારણ કરે, પણ તે વૈયાવચ્ચ કરનારો જ રાખે, બાકીના સાધુઓ તો પ્રમાણયુક્ત જ પાત્ર રાખે, પણ તે નંદી, ભાજનનો ઉપયોગ શહેરના ઘેરા વિગેરેની સ્થિતિમાં કોઈક ઋદ્ધિમાન શેઠ ભાજન ભરીને આપતો હોય ત્યાં જ થાય. બાકીના વખતમાં તેનો ઉપયોગ કરવાનો નિષેધ છે. ભાજનના પ્રમાણે ઝોળી એવી રીતે કરવી કે ગાંઠ લીધા પછી ચારે ખૂણા ચાર ચાર આંગળ રહે. પાત્ર સ્થાપન. અને ગુચ્છો તેમજ ચરવાળી એ ત્રણેનું પ્રમાણ ! એક વેંત અને ચાર આંગળ જાણવું. સચિત્તર જ વિગેરેના રક્ષણ માટે ઝોળી અને પાત્રસ્થાપન હોય છે. ભાજનના વસ્ત્રને પ્રમાર્જન કરવા માટે ગુચ્છે, પાત્ર પ્રમાર્જન માટે ચરવળી હોય છે. પડલાનું સ્વરૂપ અને માન વિગેરે હમણાં કહું છું જે પડલામાંથી સૂર્ય ન દેખાય તેવા કેલણના પાંદડાં જેવા હલકા ત્રણ, પાંચ અગર સાત પડલા હોય છે. ઉનાળામાં ત્રણ, શિયાળામાં ચાર, અને વર્ષાઋતુમાં ઉત્કૃષ્ટ પાંચ પડલા હોય છે, હવે મધ્યમ રીતિએ પડલાનું પ્રમાણ કહું છું: ઉનાળામાં ચાર, શિયાળામાં પાંચ અને ચોમાસામાં છ એ મધ્યમ પ્રમાણ છે. હવે પડલાનું જ જઘન્ય માન કહું છું. ઉનાળામાં પાંચ, શિયાળામાં છ, અને ચોમાસામાં સાત હોય છે. ત્રણે ઋતુઓમાં પડલા પાત્રાં ઉપર ઢંકાય છે. અઢીહાથ લાંબા છત્રીસ આંગળ પહોળા પડલા જોઈએ. અથવા તો પાત્રાં અને પોતાના શરીરને લાયક પડલા જોઈએ. પુષ્પ, ફળ, પાણી, રજ, રેણુ, તે કાકઆદિની વિષ્ટાના રક્ષણ માટે તેમજ ચિહ્નના ઢાંકવામાં અને વેદોદય છુપાવવામાં પણ પડલા ઉપયોગી થાય છે ભાજનની ચારેબાજુ વીંટાઈને ભાજનમાં ચાર ચાર આંગળ જાય એ રજસ્રાણનું પ્રમાણ છે. ઉનાળા વિગેરેમાં ઉંદરની રજના સમૂહનું ને ચોમાસામાં અવશ્યાય (ત્રેહ) અને રજનું રક્ષણ થાય ગુણો જિનેશ્વરે કહેલા છે. જિનેશ્વરોએ છકાયની રક્ષા માટે પાત્રાં રાખવાનું કહ્યું છે. જે ગુણો મંડલીના ભોજનમાં છે, તે જ ગુણો પાત્રના ગ્રહણમાં છે. ગ્લાન, બાળ, વૃદ્ધ, નવદીક્ષિત, પ્રાપૂર્ણક અને આચાર્ય વિગેરે ગુરુ અને ભૂખ તથા તરસને નહિ સહન કરે તેવા સાધુને આશ્રીને સાધારણ અવગ્રહ માટે તેમજ રજસાણના
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy