SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર (ગતાંકથી ચાલુ) छाए ८२९, वेक ८३० दोन्नि ८३१, खंधे ८३२, संधा ८३३, पीढग ८३५ वास ८३४, चम्म ८३६, अक्खग ८३७ ओहेण ८३८ मुच्छा ८३९ ૧૯૧ તા. ૧૧-૨-૧૯૩૭ : વજ્રપાત્ર વિગેરે ઉપકરણો તેવાં ધારણ કરવાં કે જેથી આત્માને તે ઉપકરણ ઉપર રાગ પણ ન થાય અને તેના મલિન આદિપણાથી લોકોમાં નિંદા પણ ન થાય, અને તે પણ પડિલેહણા આદિવિધિથી અને પ્રમાણસર રાખવાં. તેમાં ગણત્રી અને માને કરીને ઉપધિનું પ્રમાણ બે પ્રકારે છે. તેમાં જીનકલ્પીઆદિને માટે સૂત્રમાં આવી રીતે ગણત્રી કહી છે ઃ જીનકલ્પીને બાર ઉપકરણ, સ્થવીરકલ્પીને ચૌદ ઉપકરણ અને સાધ્વીઓને પચીસ ઉપકરણ હોય છે. એ ઔધિક ઉપકારણ કહેવાય છે અને તેનાથી વધારે હોય તે ઔપગ્રહિક ઉપકરણ કહેવાય છે. પાત્ર ૧, ઝોળી ૨, પાત્રસ્થાપન (નીચેના ગુચ્છા) ૩, પૂજણી ૪, પડલા ૫, રજસ્રાણ ૬ એટલે અંતરપટ અને ગુચ્છા ઉપર રાખવાના ગુચ્છા એ સાત પાત્રના ઉપકરણો કહેવાય. ત્રણ કપડા ૧૦ ઓઘો ૧૧ અને મુહપત્તિ ૧૨ એ બાર પ્રકારનો જિનકલ્પીને ઉપધિ હોય છે. જિનકલ્પીને એ બાર પ્રકારનો ઉત્કૃષ્ટ ઉપધિ જાણવો, પણ બધા જિનકલ્પીઓને એમ બાર પ્રકારની ઉપધિ હોય જ તેમ નિયમ નથી, કારણ કે નિશીથ ભાષ્યમાં કહ્યું છે કે : બે, ત્રણ, ચાર, પાંચ, નવ, દશ, અગીયાર અને બાર એવા આઠ વિકલ્પો જિનકલ્પીને ઉપધિને વિષે છે. ઓઘો અને મુહપત્તિ એ બે હોય, એક કપડું તેની સાથે હોય તો ત્રણ, બે કપડાં સાથે હોય તો ચાર, ત્રણ કપડાં સાથે હોય તો પાંચ, કરપાત્રી જિનકલ્પીને આ પાંચ પ્રકારનો ઉપધિ હોય છે. કરપાત્રી તે જ જિનકલ્પીક બને કે જેના ખોબામાં હજારો ઘડાનું પાણી અથવા બધા દરિયાનું પાણી માઈ જાય, અર્થાત્ ઉપર શિખા વધે, પણ એક બિંદુ સરખું જમીન ઉપર ન પડે, પાત્રધારી જિનકલ્પીને નવ આદિ ઉપધિના ભેદો હોય છે. યાવત્ પૂર્વે કહેલી બાર પ્રકારની ઉપધિ તેમને હોવાથી જિનકલ્પીને ઉત્કૃષ્ટથી બારે પ્રકારે ઉપધિ હોય છે. એ બાર પ્રકારની ઉપધિમાં માત્રક અને ચોળપટ્ટો વધારવાથી સ્થવીરકલ્પીને ચૌદ પ્રકારે ઉપધિ થાય છે. સાધ્વીઓને પાત્ર વિગેરે પૂર્વે કહેલાં સાત પાત્રનાં અને બાકીનાં કપડા આદિ સાત એમ ચૌદ તો સ્થવીરકલ્પીના જેવાં જ ઉપકરણો હોય છે, પણ સાધ્વીઓને ચૌદમું પાત્રની જગા પર કમટ્ઠગ હોય છે. વળી અવગ્રહાનંતક ૧૫, પટ્ટ ૧૬, અર્ધોરૂક ૧૭, ચલનિકા ૧૮, અત્યંતરનિવસની ૧૯, બાહ્યનિવસની ૨૦, કંચૂક ૨૧, ઉત્કક્ષિકા ૨૨, વૈકક્ષિકા ૨૭, સંઘાટી ૨૪, અને સ્કંધકરણી ૫, એવી રીતે અગ્યારઉપકરણો સાધ્વીઓ વધારે હોવાથી સાધ્વીઓને ઓદ્યોપધિને પચીસ ભેદે હોય છે. સર્વજિનકલ્પી આદિને પૂર્વે કહેલો ઉપધિ પ્રાયશ્ચિત્ત આદિના પ્રસંગમાં ઉત્કૃષ્ટાદિક ત્રણ ભેદે હોય છે. ચારપ્રકારનો ઉપધિ ઉત્કૃષ્ટો, ચારપ્રકારે અને છપ્રકારે મધ્યમ, અને ચારપ્રકારે જધન્ય જિનકલ્પી અને સ્થવીરકલ્પીને ઉપધિ હોય છે તે બતાવે ૨૫ છે. ત્રણ કપડાં ૩ અને પાત્ર ૪ એ ઉત્કૃષ્ટ, ગુચ્છા ર પાત્રસ્થાપન મુહપત્તિ ૩ અને ચરવલી ૪ એ જઘન્ય ઉપધિ, પડલા, ૧ રજસ્રાણ, ૨ અને ઓઘો અને ચરવલી ૪ એ જિનકલ્પીઓને ચાર પ્રકારનો મધ્યમ ઉપધિ, પણ સ્થવીરકલ્પીઓને ચોળપટ્ટો અને માત્રક સહિત ગણવાથી છપ્રકારનો મધ્યમ ઉપધિ જાણવો. સાધ્વીઓને ઉત્કૃષ્ટ આઠ પ્રકારનો ઉપધિ, મધ્યમ તેરપ્રકારનો ઉપધિ અને જઘન્ય ચારપ્રકારનો ૧
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy