________________
૧૭૩
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ સાધુને માટે સચિત્તનું જે અચિત્ત કરવામાં આવે અથવા તો અચિત્તને પણ રાંધવામાં આવે તે આધાકર્મી કહેવાય.' સાધુઆદિને ઉદેશીને દુષ્કાળ પછી જે ભિક્ષાઓ દેવી અથવા બચેલું ભોજન બીજા સાથે ભેળવીને તપાવી જે દેવું તે ઔશિક કહેવાય આધાકર્મીના એક પણ અંશે સહિત જે બીજું શુદ્ધ ભોજન હોય તે પૂતિકર્મ ગૃહસ્થ અને સાધુને માટે પહેલાંથી ભેળું રાંધવું તે મિશ્ર કહેવાય સાધુએ માગેલા દૂધ આદિને દેવા થાપી રાખવું તે સ્થાપના સાધુને માટે સૂક્ષ્મ કે સ્થૂળપણે વિવાહ આદિ અવસરનું આઘાપાછાપણું કરવું તો પ્રાભૃતિકા દોષ કહેવાય, નીચા બારણાવાળું ઘર અને અંધારાવાળા મકાનમાં ગોખલા વિગેરે જે કરવા તે પ્રાદુષ્કરણ દોષ કહેવાય, દ્રવ્યાદિકે કરીને સાધુ માટે વેચાતી લાવે તે ક્રત, સાધુ માટે ઉછીનું લઈને આપે તે અપમિત્ય, ગોરસ વિગેરે પલટાવીને આપે તે પરિવર્તિત સ્વગ્રામ કે પરગ્રામથી લાવીને જે આપે તે આહતદોષ", છાણ આદિથી લીધેલાને ઉખેડીને આપે તે ઉદભિન દોષર માલ વિગેરેથી ઉતારીને આપે તે માલાપહૃતદોષ ચાકર પાસેથી છીનવીને માલિક આપે તે આચ્છિઘદોષજન્મ સમુદાયના સામાન્ય ભોજનમાંથી એક જણ આપે તે અનિકૃષ્ટ દોષ પોતાને માટે રાંધવા માંડેલામાં સાધુ માટે નવું નાંખે તે અધ્યવપૂરક દોષ" એ સોળ ઉદગમના દોષો ગૃહસ્થથી પ્રાય થાય છે. એ સોળ ઉદ્દગમ દોષોમાં આધાકર્મી ઔદેશિકના પાખંડી શ્રમણ અને નિગ્રંથ એ ત્રણ સંબંધી જે સમુદેશાદિદોષો પૂતિકર્મ મિશ્ર બાદરપ્રાભૃતિકા અને અધ્યવપૂરક એ ઉદ્ધારી શકાય નહિં એટલે અવિશોધિ તેવા દોષો જાણવા. હવે સોળ ઉત્પાદનદોષ કહે છે -
उप्पा ७५३, धाई ७५४, पुब्बिं ७५५, घाइ ७५३ जो ७५७, कोह ७५८, अति ७५९ गब्भ ७५०
ઉત્પાદન, સંપાદન અને નિર્વર્તન એ ઉત્પાદનના એકાર્થક શબ્દો છે. અહીં આહાર સંબંધી ઉત્પાદનનો અધિકાર છે, તેના સોળ દોષો આવી રીતે છે.
ધાત્રી દતી નિમિત્ત આજીવ વનપક ચિકિત્સા ક્રોધમાન માયા લોભ પૂર્વ પશ્ચાસંસ્તવ વિદ્યાર મંત્ર ચૂર્ણ યોગ અને ઉત્પાદનનો મૂળકર્મ નામે સોળમો દોષ છે. તે દોષો અનુક્રમે કહે છે. ભોજન માટે છોકરાંને રમાડવા આદિકારાએ ધાઈમાતાપણું કરે તેવી રીતે તે માટે સંદેશા લાવવા લઈ જવાથી દૂતિપણું કરે? અતીતઆદિ કાલનું નિમિત્ત કહે તેમજ આહારાદિ માટે પોતાની જાતિઆદિક જાહેર કરે જે દાતા જેનો ભક્ત હોય તેની આગલ તેની પ્રશંસા કરેપ મૂર્ખ સાધુ આહારને માટે સૂક્ષ્મ કે બાદર વૈદક કરે ક્રોધના ફળની સંભાવના કરવાથી પિંડ લેવા તૈયાર થાય તે ક્રોધપિંડ પિંડ લેવા માટે ગૃહસ્થીને અભિમાન કરાવે તે માનપિંડ-માયાથી દેવડાવે તે માયાપિંડ અત્યંતલોભથી ઘણું ભટકે તે લોભપિંડળ માબાપ કે સાસુસસરાની સંબંધો આહારને માટે કહે તે પૂર્વસંસ્તવ અને પશ્ચાતભંસ્ત" તેમજ આહાર માટે વિદ્યા મંત્ર, ચૂર્ણ કે યોગનો પ્રયોગ કરે તે વિદ્યાઆદિક નામના પિંડદોષો જાણવા જ " પિંડને માટે ગર્ભનું પરિશાટન વિગેરે કરે તે મૂળકર્મ દોષ ", એ સોળ ઉત્પાદનના દોષો સાધુથી થાય છે, હવે એષણાના દોષો કહે છે.