________________
-
-
-
-
૧૭૨
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ વનિન ૭૨૦, જો ૭૨૬, ૭રૂર, જર ૭૨૨, માવુ છ૩૪, નવો કરવ, અશ્વ ७३६, संसग्गी ७३७,
પાસત્થા વિગેરે પાપમિત્રોની સોબત કરવી નહિં, પણ ધીર અને શુદ્ધચારિત્રવાળા એવા પુરૂષોની અપ્રમત્તસાધુઓએ સોબત કરવી. જે માણસ જેવાની સાથે દોસ્તી કરે છે, તે માણસ થોડોકાળમાં તેના જેવો થાય છે. ફુલની સાથે રહેવાવાળા તલ પણ ફુલની ગંધવાળા થાય છે. માટે મોક્ષમાર્ગના વિધ્વરૂપ પાપમિત્રોની સોબત સર્વથા છોડવી. આ સ્થાને શંકા કરે છે કે વૈડૂર્યમણિ કાચની સાથે ઘણાલાંબા કાળ સુધી રહે તો પણ પોતાનામાં શ્રેષ્ઠગુણો હોવાથી તે વૈડૂર્ય કોઈ દિવસ પણ કાચપણાને પામતો નથી. તેવીજ રીતે શેરડીના વાડામાં ઘણો લાંબો કાળ રહેલું નળથંભ ઝાડ હોય છે તે જો સંસર્ગથીજ દોષ ગુણો થતા હોય તો કેમ મીઠું થતું નથી? એ શંકાના સમાધાનમાં જણાવે છે કે જગતમાં અન્યથી વાસિત થનારા અને વાસિત નહિં થનારા એવી રીતે બે પ્રકારનાં દ્રવ્યો છે તેમાં વૈર્ય અને નળર્થભ એ બેના જેવા અન્ય પદાર્થની વાસિત ન થાય તેવા દ્રવ્યો હોય તે અવાસિતદ્રવ્ય કહેવાય છે. પણ શાશ્વતા કાલથી જીવ પ્રમાદઅદિક અશુભ ભાવનાએ જ સંસારમાં વાસિત થયેલો છે, તેથી તે સસંર્ગના દોષે જલદી વાસિત થઈ જાય છે, અર્થાત્ ગુણરહિત કે ક્ષાયોપથમિક ગુણવાળો જીવ અભાવુક દ્રવ્ય નથી. પણ અન્યથી વાસિત થનારા ભાવવાળો છે. જગતમાં આંબા અને લીમડાનાં મૂળ જો એકઠાં થઈ ગયાં હોય તો લીમડાના સંબંધે આંબો પણ લીમડાપણું એટલે મધુરતાના નાશને પામીને બગડી જાય છે, પાસત્યાદિની સાથે સોબત કરવાથી તે તેવા સારા સાધુને પણ દોષોમાં પડવાનું નિમિત્ત થાય છે, વળી તે પાસત્યાદિની દાક્ષિણ્યતાથી આધાકર્માદિની પ્રવૃત્તિ થવાથી આચાર રહિતપણું થાય છે. વળી અધમ આચારવાળા થવાથી લોકમાં પણ નિંદા થાય છે, પાસાત્યાદિના પાપને સાધુના સંસર્ગથી બચાવ થાય છે અને તે મળવાથી સાધુને તે પાપની અનુમતિ થાય છે, તેમજ આજ્ઞાવિરાધનાદિક દોષો લાગે છે. હવે ભોજનનો વિધિ કહે છે.
भत्तं ७३८, सोलस ७३९, तत्थु ७४०, आहा ७४१, परि ७४२, सच्चित्तं ७४३, उदे ७४४, कम्मा ७४५, साहो ७४६, नीअ ७४७, पामिच्च ७४८, सग्गाम ७४९, मालो ७५० अणि ७५१, कम्मु ७५२.
આધાકર્મ આદિ બેતાળીસ દોષોએ રહિત ભોજન હોય અને તે પણ આશંશારહિતપણે ખાવું જોઈએ. તે આધાકર્મઆદિમાં ઉદ્મ વિગેરે બેતાળીસ દોષો આવી રીતે જાણવા. આધાકર્મ વિગેરે ઉગમના સોળ દોષો, ધાત્રી વિગેરે ઉત્પાદનના સોળ દોષો, અને શક્તિ વિગેરે એષણના દશ દોષો એ ત્રણ મળીને ભોજનના બેતાળીસ દોષો થાય. તેમાં ઉદગમ, પ્રસૂતિ, પ્રભવ એ વિગેરે એકર્થવાચક શબ્દો છે. અને અહીં પિંડના ઉદગમનો અધિકાર છે, તેના સોળ ભેદો આ પ્રમાણે છે : આધાકર્મ', ઔશિકર, પૂર્તિકર્મ, મિશ્ર', સ્થાપના, પ્રાભૂતિકા, પ્રાદુષ્કરણ”, ક્રત૬, અપમિત્ય, પરિવર્તિત૭, અભ્યાહત", ઉદભિન્ન, માલાહત, આચ્છિન્ન", અર્નિસૃષ્ટ, અથવપૂરક", એ પિંડોદગમના સોળ દોષો છે હવે તે અનુક્રમે જણાવે છે :