________________
૧૭૧
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ કરાવેલી તે સ્વાર્થ કરાવેલી જાણવી અથવા જિંનબિંબની પ્રતિષ્ઠા માટે વસતિ છે એમ જાણવી. વચનથી જે શુદ્ધપ્રવૃત્તિ તે જ અહીં સ્વાર્થ જાણવો. બીજાઓને ભાવપીડાનું કારણ હોય તો વસતિ અનર્થરૂપ ગણવી છે વસતિની ઉત્પત્તિ અને સ્થિતિને અંગે મૂલ ઉત્તર ગુણો અને દોષી જણાવી હવે આપાધિકનિર્દોષતા માટે સ્ત્રીઆદિકે રહિતપણું જણાવે છે -
थी ७२०, ठाणं ७२१, ठाणे ७२२, चंक ७२३, जल्ल ७२४, गीया ७२५, गंभीर ७५६, एवं ७२७, पसु ७२८, तम्हा ७२९,
જ્યાં સ્ત્રીઓનું રહેવું અને તેના ચિત્રામણો સ્વરૂપ ન દેખાય, તેના શબ્દો ન સંભળાય અને સ્ત્રીઓ પણ પુરૂષના સ્થાન તથા રૂપ ન દેખે ને શબ્દ ન સાંભળે તે સ્ત્રીવર્જિત વસતિ કહેવાય. જ્યાં સ્ત્રીઓ ગુપ્તકથા એટલે પરસ્પર ક્રિયાની કથા તે વિગેરે કરીને રહે તે સ્ત્રીઓનું સ્થાન ગણવું સ્થાન હોય ત્યાં રૂપ જરૂર હોય છે, અને શબ્દ તો દૂર હોવાથી ન પણ સંભળાય, માટે સ્થાન, રૂપ અને શબ્દ ત્રણે વર્જવાં, જો તે ત્રણે વસ્તુઓ સ્ત્રીસંબંધી ન વર્ષે તો સાધુઓની બ્રહ્મચર્યની ગુપ્તિ નાશ પામે, લજ્જા ઉડી જાય, સ્ત્રી સાથે પ્રીતિ વધવા માંડે, સાધુઓનું આ જુઓ તપ અને જુઓ સાધુઓનો વનવાસ એમ કહીને લોકો ધર્મ અને સાધુની હાંસિ કરે, આચાર રહિત જાણીને આહાર આદિકનો નિષેધ પણ કરે, અને નવા તેમજ માર્ગાભિમુખ લોકો પણ ધર્મમાં ન જોડાવાથી શાસનમાં હાનિ થાય, વળી તેવા સ્ત્રીવાળાસ્થાનમાં સ્ત્રીઓનું ચાલવું, ઉભા રહેવું, ચેષ્ટા કરવી, કટાક્ષ કરવા, અને અનેક પ્રકારના શૃંગારો થાય તે દેખીને ભુક્તભોગી અને અભુક્તભોગી બંને પ્રકારના સાધુને સ્મૃતિ આદિ દોષો થાય, સંસાર અવસ્થામાં જે મને ભોગો ભોગવ્યા હોય તે ભક્તભોગી કહેવાય, અને તે સિવાયના હોય તે અભુક્તબોગી કહેવાય તેવી જ રીતે જલ્લે ટલે શરીરે પરસેવાથી લાગેલો મેલ અને ધુળઆદિ લાગવા રૂપ સામાન્ય જે મેલ, તે મેલે કરીને ભરેલા એવા સાધુઓના શરીરમાં અત્યારે અત્યંત રૂપવાળી જો કાંતિ છે, તો ગૃહસ્થપણે તો તેઓની સેંકડોગુણી કાંતિ હશે. (એમ ચિંતવીને સ્ત્રીઓ રાગવાળી થાય, અને તેથી સાધુના બ્રહ્મચર્યનો નાશ થવા આદિ અનર્થ થાય.) સ્ત્રીઓના ગીતો વચનો, હાસ્ય, મધુરવાણી, ઘરેણાનાં શબ્દો અને એકાંતની ક્રીડા વગેરેની વાતચીત સાંભળીને ભુક્તભોગ આદિને પૂર્વોક્ત દોષો લાગે. તેવીજ રીતે જે સાધુઓનો સ્વાધ્યાય કરતી વખત, ગંભીર, મધુર, ફુટ સ્પષ્ટ અને સ્પષ્ટપણે વસ્તુને સમજાવનારો સારો મનોહર સ્વર છે, તેવા સાધુઓના ગાયનનો તો કેવા સ્વર હશે? (એમ સ્ત્રી સાધુ ઉપર મોહ પામે, અને પછી રાગાદિ અનર્થ થાય) એવી રીતે ન જીતી શકાય એવા મોહનીયકર્મના દોષથી પરસ્પર દેટરાગ થાય માટે સ્ત્રીવાળું સ્થાન સાધુઓએ વર્જવવું જ જોઈએ આ સંસારમાં મોહરૂપી દાવાનળમાં સળગી રહેલાઓને પશુ અને પંડક (નપુંસક) વાળા મકાનમાં પૂર્વભવના અભ્યાસથી પ્રાયે અશુભપ્રવૃત્તિ થાય છે, માટે સ્ત્રી પશુપંકે કરીને રહિત એવા ઉપાશ્રયમાં નિર્મળ અને નિરિચ્છકભાવપણે સાધુ રહે જો સાધુ આ જણાવેલાથી વિપરીત સ્થાનમાં રહેતો આજ્ઞાવિરાધનાદિક દોષો લાગે. વળી સંસર્ગદોષ વર્જવા માટે પાપમિત્રોનો સંગ છોડવા માટે કહે છે કે -