SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ શ્રી સિદ્ધચક્ર જાન્યુઆરી-૧૯૩૭ કે નિશ્ચયનયે તો સામાયિક ચારિત્ર છતાં પણ સંજવલન કષાયના ઉદયનો નિષેધ નથી, સંજવલનકષાયો ચારિત્રના અતિચારનું કારણ બને છે, ને તે અતિચાર હોવાથી સામાયિક અશુદ્ધ જરૂર થાય છે. વળી દ્રવ્યલિંગ છતાં પણ સામાયિક ચારિત્ર પ્રાતિપાતી કહેલું છે. અને કોઈ બીજી જગા પર વારંવાર ચારિત્ર થાય પણ છે. જે માટે સૂત્રમાં કહ્યું છે કે સમ્યક્ત્વ શ્રુત અને દેશશિવરિત સામાયિક નવ હજાર વખત એકજ ભવમાં પણ આવે અને જાય અને સર્વવિરિત પણ એકભવમાં નવસો વખત સુધી આવે અને જાય, એ આવડજાવડની વચ્ચે અપ્રજ્ઞાપનીય હોય, પણ તેથી વાદીના કરેલા એવા આ છેદોપસ્થાનીય ચારિત્ર દેવામાં અજ્ઞાનતાઆદિ દોષો નથી, અને તે અપ્રજ્ઞાયનીય થયેલા સાધુનો પણ છદ્મસ્થગુરુએ ત્યાગ કરવો યોગ્ય નથી, કારણકે ગયેલું સામાયિક ચારિત્ર ફરીથી પણ થાય છે. વળી અતિસંકલેશ વર્જવા માટે અપ્રજ્ઞાપનીયની સાથે પણ ઉપધિઆદિ લેવા દેવારૂપ પરિભોગ કરવો તે વર્તમાન દુષમાકાળ અત્યંત કિલષ્ટ હોવાથી આચારરૂપ છે. એવી રીતે હવે પછીના રાજા પ્રધાન વગેરેના કહેવાશે એ અધિકારોમાં પણ જોડવું અથવા રાજા, નોકર વિગેરેમાં જ્યાં મોટું આંતરૂં હોય ત્યાં સ્વભાવ વિચારવો, જો વડીદીક્ષામાં તેઓનો સ્વભાવ ન વિચારવામાં આવે તો અનિષ્ટ ફળ છે જેનું એવો લોકવિરોધ થાય. બે સ્થવીરોએ પુત્રો સાથે દીક્ષા લીધી હોય અને તે સાથે શીખે તો સ્થવીરોની પહેલી ઉપસ્થાપના કરવી, પણ બે ક્ષુલ્લક લાયક થયા હોય અને સ્થવીર લાયક ન થયા હોય, ત્યાં પણ પહેલાંની પેઠે સમજાવટ અને ઉપેક્ષા કરવી. બે સ્થવીર અને એક ક્ષુલ્લક હોય, અથવા બે ક્ષુલ્લકો અને એક સ્થવીર હોય તેમાં પણ સ્થવીર ન શીખે તો રાજાના દૃષ્ટાંતે સમજાવીને ઉપસ્થાપના કરવી. પિતા-પુત્રની માફક રાજા અને અમાત્ય તેમજ રાજા અને શ્રેષ્ઠી તથા સાર્થવાહ, માતા અને પુત્રી, રાણી અને પ્રધાનની સ્ત્રી વિગેરેની દીક્ષા માટે પણ સમજવું. વળી જો રાજાઓ બે દીક્ષિત થયા હોય તો તેની વિધિ કહે છે. એક રાજા અને બીજો મોટો રાજાએ બંનેએ સાથે દીક્ષા લીધી હોય તો પણ પિતાપુત્રની પેઠે જાણવું. બે વિગેરે સરખા રાજાઓએ જો સાથે દીક્ષા લીધી હોય, અને સાથે શીખ્યા હોય તો તે બંન્નેને બે બાજુ રાખીને બંનેને સાથે વડીદીક્ષા દેવી. પિતાપુત્ર આદિના સંબંધ વગર ઘણાઓની એક સાથે વડીદીક્ષા હોય તો ગુરુએ કે બીજાએ ઉભા રાખવાના અનુક્રમનો નિયમ હુકમ વિગેરે ન કરવા, પણ ગુરુની નજીક હોય તેને મોટો કરવો. ગુરુની બે બાજુ બે પડખે રહેલાને સરખા કરવા, એવી રીતે બે નગરશેઠો, બે શેઠીયાઓ, બે પ્રધાનો, બે વાણીઆ, બે મિત્રને અંગે પણ સરખાપણું કે પહેલા શીખેલાની પહેલી વડીદીક્ષા જાણવી, ॥ હવે અકથન વિગેરેને માટે વિધિ કહે છે. अकहि ६३७, एगिन्द्रि ६३८, जइ ६३९, बहि ६४०, एए ६४१, तत्थ ६४२, जीव ૬૪૩, આહ ૬૪૪, મંત્રં ૬૪, ભૂમી ૬૪૬, આહા ૬૪૭, ગમ્મ ૬૪૮, વેન્દ્રિ ૬૪૧. યોગ્યતા પ્રમાણે હેતુ અને દૃષ્ટાંતથી છ કાય અને પાંચ મહાવ્રતોને કહ્યા સિવાય કે તેનો અર્થ નહિ જાણનાર અથવા જાણકારની પણ પરીક્ષા કર્યા સિવાય ઉપસ્થાપના કરવી નહિ. એકેન્દ્રિય પૃથ્વીકાય વિગેરે છએ કાર્યો જીવરૂપ છે, જો કે એકેન્દ્રિયોને સ્પર્શ ઈન્દ્રિય સિવાય બાકીની રસના આદિ ઈન્દ્રિયોનો
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy