SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શ્રી સિદ્ધચક્ર જાન્યુઆરી-૧૯૩૭ અભાવ છે તો પણ તે પૃથ્વી આદિકનું કાન વિગેરેનો નાશ છતાં પણ જેમ બધિરાદિકમાં જીવપણું છે તેમ જીવપણું જાણવું, જો કે કર્મને લીધે જેમ બધિરની શ્રોત્રઈન્દ્રિય આવરાયેલી છે અને તે શ્રોતનો અભાવ છે છતાં પણ બાકીની ચક્ષુઆદિ ઈન્દ્રિયો તો છે જ, તો પછી શું તે બધિરને અજીવ કહેવો? ઘાણ અને જિહા જેની હણાઈ હોય છે અને તે બહેરો અને આંધળો પણ હોય છે છતાં જેમ જીવપણું હોય છે તેમ એક સ્પર્શનઈન્દ્રિય હોય તો પણ તેમાં જીવપણું માનવું શું અયોગ્ય છે ? એજ દૃષ્ટાંતે ચઉરિદ્રિયથી માંડીને પશ્વાતુપૂર્વીએ એકેન્દ્રિય સુધીના જીવોને જીવ તરીકે સમજવા તેમાં ચઉરિદિયથી બે ઈન્દ્રિય સુધીના જીવોને તો પ્રાયે સર્વવાદીઓ જીવ તરીકે માને છે. પણ એકેન્દ્રિયના જીવપણામાં અજ્ઞાનથી ઘણા લોકો વિરૂદ્ધ પડે છે, તેથી તેમનું જીવપણું જેવી રીતે રીતે ઘટે તેવી રીતે સામાન્ય ઉપર જણાવેલ સ્પર્શનેન્દ્રિયથી સિદ્ધ થયા છતાં પણ વિશેષથી સંક્ષેપે કહું છું. શંકા કરે છે કે જેમ બહેરાવિગેરેને તે તે વિષયનું જ્ઞાન કરનાર તે તે ભાવેંદ્રિયો નહિ છતાં દ્રવ્યઈન્દ્રિય એટલે તે તે ઈન્દ્રિયોના આકાર દેખાય છે, તેમ એકન્દ્રિયોને દેખાતો નથી. ઉત્તર દે છે કે એકેન્દ્રિયોને તેવું દ્રવ્યન્દ્રિયોને બતાવનાર કર્મ નથી. જેમ ચૌરિદ્રિયને શ્રોત્રનું બતાવનારું કર્મ નથી છતાં તે જીવે છે, તેમ પરવાળાં, લવણ અને પત્થર વિગેરે પૃથ્વીના ભેદો સરખી જાતવાળા અંકુરા મેલે છે, માટે મસાઆદિની પેઠે પૃથ્વી સચિત્ત સમજવી. ભૂમિને ખોદવાથી સ્વાભાવિક રીતે તૈયાર મળતું એવું જે પાણી તે દેડકાંની માફક સચેતન છે અથવા તો પાણી આકાશમાંથી ઉત્પન્ન થઈને પડે છે માટે માછલાની માફક પાણી સચેતન છે. આહારથી વૃદ્ધિ અને વિહાર દેખાય છે માટે પુરુષની માફક અગ્નિ પણ સચેતન છે. ગાયઆદિકની માફક બીજાને પ્રેરણા વગર તિર્થો અનિયમિત દિશાએ જાય છે માટે વાયરો સચેતન છે. જન્મ, જરા, જીવન, મરણ, ઊંઘવું, આહાર, દોહલો, રોગ, તેમજ ચિકિત્સા વિગેરે બનાવો વનસ્પતિમાં થાય છે માટે તે વનસ્પતિ નારીની માફક સચેતન છે. ક્રિીડા, કીડી અને ભમરા વિગેરે બેઈન્દ્રિય આદિક જીવો તો અન્યમતવાળામાં પણ જીવ તરીકે સિદ્ધ જ છે. એવી રીતે નવદીક્ષિતને છકાય કહીને હવે વ્રતો કેવી રીતે સમજાવવાં તેનો અધિકાર કહે છે : પ્રાણાતિપાતવિરમણ, વિગેરે રાત્રિભોજન વિરમણ સુધીમાં છ વ્રતો એ સાધુને મૂળગુણરૂપ છે, એ વીતરાગોએ કહ્યું છે. સૂક્ષ્મ વિગેરે સર્વજીવોના વધનું સર્વથા વર્જન તે અહીં પ્રાણાતિપાતવિરમણ નામનું પહેલું વ્રત એટલે મૂળગુણરૂપ વ્રત કહ્યું છે. ક્રોધ, લોભ, ભય કે હાસ્યથી મૃષાવાદનો ત્યાગ કરવો તે બીજો મૂળગુણ કરેલો છે. એવી રીતે ગ્રામ વિગેરે સ્થળે વગર આપ્યું અલ્પબહુ વિગેરે ન લેવું તે ત્રીજો મૂળ ગુણ કહેલો છે. દેવતા વિગેરેના મૈથુનનું સર્વથા વર્જવું તે ચોથો મુળગુણ છે. ગ્રામ વિગેરે સ્થળે અલ્પ કે બહુ પદાર્થના મમત્વનું વર્જન કરવું તે પાંચમો મુળગુણ જાણવો. અનશન વિગેરે ચારે આહારનું રાત્રિએ વર્જવું તે સાધુઓનો છેલ્લો છઠો મૂળગુણ કહ્યો છે. આ હવે છએ વ્રતોના અતિચારો જણાવે છે - पाणा ६५०, सुहु ६५१, कोहा ६५२, दिव्वा ६५३, असणाइ ६५४, पढ ६५५, बिइ ६५६, तह ६५७, साह ६५८, मेहु ६५९, पंच ६६०, दव्वा ६६१, छट्ट ६६२, પહેલાવ્રતમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અને પંચેન્દ્રિય જીવોનું સંઘટ્ટન, પરિતાપન, અને ઉપદ્રાવણ તે અતિચારો જાણવા. બીજા મૃષાવાદવિરમણમાં નિંદ્રા સંબંધી જુઠું બોલાય તે સૂક્ષ્મ અતિચાર અને
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy