________________
૧૬૪
શ્રી સિદ્ધચક્ર , જાન્યુઆરી-૧૯૩૭ જાણ્યું ન હોય, તેમજ દીક્ષા દેનારે તેની પરીક્ષા ન કરી હોય, અને તે છતાં વડી દીક્ષા દેવામાં આવે તો જિનેશ્વર મહારાજે આજ્ઞાભંગઆદિ દોષો કહ્યા છે, માટે પર્યાયથી પ્રાપ્ત વિગેરેની વડી દીક્ષા કરવી. નવદીક્ષિતની ત્રણ પ્રકારે પર્યાયભૂમિઓ છે. સાત રાત્રિદિવસવાળી એક જધન્ય, ચાર મહીનાની બીજી મધ્યમ અને છમહીનાની ત્રીજીએ ઉત્કૃષ્ટિ, તેમાં પહેલાં વડી દીક્ષા લઈને પતિત થયેલાને ક્રિયાનો પરિચય કરવા અને ઈન્દ્રિયોને જિતવા માટે જધન્યભૂમિ હોય છે. સૂત્ર નહિં સમજી શકવાવાળા, નિબુદ્ધિ, તેમજ શ્રદ્ધાથી શૂન્ય જીવને માટે ઉત્કૃષ્ટભૂમિ હોય છે. એવી જ રીતે નહિં ભણનાર અને શ્રદ્ધાની ખામીવાળાને, તેમજ ભાવિતઆત્મા એવા બુદ્ધિશાળીને પણ કરણ એટલે ઈદ્રિયોનાજયને માટે મધ્યભૂમિ હોય છે. એ પર્યાયને નહિ પામેલ નવદીક્ષિતને જે વડીદીક્ષા દે તે આશાભંગ, અનવસ્થા, વિરાધના અને મિથ્યાત્વને પામે. તેવી જ રીતે રાગદ્વેષ કે પ્રમાદથી પર્યાયથી પ્રાપ્ત થયેલા એવા શિષ્યો છતાં પણ તે વડીદીક્ષા ન આપે તો તે આજ્ઞાભંગઆદિક દોષોને પામે છે. હવે વડી દીક્ષાને અંગે ક્રમ જણાવે છે -
पिय ६२१, पिति ६२२, थेरे ६२३, इय ६२४, जं ६२५, सच्च ६२६, संज ६२७, पडि ६२८, तिण्ह ६२९, एए ६३०, अइ ६३१, अहवा ६३२, दो ६३३, दो पुत्त ६३४, राया ६३५, समयं ६३६,
પર્યાયને પ્રાપ્ત અને અપ્રાપ્તના અધિકારોમાં ભદ્રબાહુસ્વામી વિગેરેએ જે ક્રમ કહ્યો છે તે સંક્ષેપથી કહે છે : પિતા અને પુત્ર સાથે દીક્ષા લીધી, અને બંને સરખા પ્રાપ્ત થયા હોય તો તેઓની અનુક્રમે વડી દીક્ષા આપવી, પણ પુત્ર અધ્યનઆદિ પ્રાપ્ત થયો ન હોય તો સ્થવિરને વડી દીક્ષા હેલાં આપવી એ ઠીક છે, પણ પુત્ર પ્રાપ્ત થયો હોય, પણ સ્થવિર ન પ્રાપ્ત થયો હોય તો વડી દીક્ષાનો શુદ્ધદિવસ આવે ત્યાં સુધી સ્થવરને મહેનતથી શિખવાડવું, ને પિતા તથા પુત્રના અનુક્રમે જ વડી દીક્ષા કરવી, તે છતાં પિતા જો ન શીખ્યો હોય તો, પિતાની આજ્ઞાએ પુત્રને પહેલી વડી દીક્ષા આપવી. પણ તે પિતા પુત્રની વડી દીક્ષા પહેલાં કરવાનું ન ઈચ્છતો હોય તો સ્વવીરને રાજાઆદિકના દૃષ્ટાંતે સમજાવવો. તે છતાં જો તે પિતા ન જ ઈચ્છે તો પાંચ રોકાઈને ફરી પિતાને પુત્રને વ્હેલી વડદીક્ષા આપવા માટે સમજાવવો. એવી રીતે ત્રણ વખત પાંચ પાંચ દિવસની રોકાવટ અને સમજાવટ કરતા છતાં જો એટલામાં જો સ્થવર શીખ્યા હોય તો અનુક્રમે ઉપસ્થાપન કરવું, પણ પંદર દિવસ પછી સ્થવરની ઈચ્છા ન હોય તો પણ ક્ષુલ્લકની વડી દીક્ષા કરવી, પણ જો તે વીર અભિમાની હોય અને પુત્રના મોટાપણાને લીધે દીક્ષા જ છોડી દે. કે ગુરુ અથવા ક્ષુલ્લક ઉપર દ્વેષ પામે, તેવું લાગતું હોય તો સ્થવીર શીખે ત્યાંસુધી પણ ક્ષુલ્લકને વડી દીક્ષા ન દેવી, પણ રોકવો શંકાકાર કહે છે કે ગુરુમહારાજના વચનને જે સાધુ ન માને તે સાધુને સામાયિક જ કેમ હોય ? અને સામાયિક ન હોય તો શાસ્ત્રના ન્યાયથી તેની ઉપસ્થાપના કરવી યોગ્ય જ નથી. કારણકે આ વડી દીક્ષા એ બીજું છેદોપસ્થાપનીય નામનું ચારિત્ર છે, અને પહેલા સામાયિક નામના ચારિત્રના નામના અભાવે તે બીજું ચારિત્ર કેમ હોય? ચોકખું જણાય છે કે સામાયિક ચારિત્રના અભાવે છેદોપસ્થાપનીય ચારિત્ર દેવું તે અજ્ઞાનપણું સૂચવે છે. એ શંકાના ઉત્તરમાં જાણવું