________________
૧૬૩
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ જ છે, જે માટે કહ્યું છે કે સંપૂર્ણ દ્વાદશાંગીના સારને જાણનારા મહર્ષિઓનું એજ તત્વભૂત કથન છે કે નિશ્ચયને અવલંબનારા જીવોને પરિણામ જ પ્રમાણ છે. જે માટે અંગારમર્દક નામના અભ્યવ્ય આચાર્યના શિષ્યો પણ પરિણામ વિશેષથી શ્રુતસંપદાને પામ્યા છે. માટે તે પરિણામ વિશેષથીજ અહીં શ્રેષ્ઠ ગણાય છે. એ પરિણામ સૂક્ષ્મઅનુપયોગને લીધે કાંઈક અશુદ્ધ હોય તોપણ રાગાદિકથી બાધા નહિ પામેલો અને પોતાને યોગ્ય એવા વિષયમાં પ્રવર્તેલો હોવાથી શુદ્ધ જ છે. છઘસ્થજીવ શાસ્ત્ર સંબંધી સર્વથા પરમાર્થને ન જાણે એ સહજ છે તેથી આસ્તિકને લીધે છઘસ્થને શાસ્ત્રાનુસારે વર્તવું તે જ યોગ્ય છે. મોહના ઉદયથી માત્ર પોતાની બુદ્ધિએ કલ્પેલો. તત્વથી વિરૂદ્ધ, પરિણામે શુદ્ધ લાગતો હોય તો પણ પત્થરમાં સોનાના પરિણામની પેઠે તે અશુદ્ધ જ કહેલો છે. તીવ્રદોષવાળા પ્રાણીને છોડીને અતત્વમાં તત્વપણાનું પરિણામ થાય જ નહિ તે તત્વ અને અતત્વ બન્નેની કોઈ પણ પ્રકારે સરખાવટ છે જ નહિં. અને તેમ ન હોવાથી કોઈપણ દિવસ કોઈને પણ તત્ત્વ અતત્ત્વની સરખાવટ થાય નહિં એ વાત પ્રસિદ્ધ જ છે. દેવતા અને સાધુ વિગેરેમાં પણ વિષય અને અવિષયના વિભાગથી પંડિતોએ સ્વમતિતી થએલી એવી નિપુણબુદ્ધિએ જે પણ પરિણામ થાય તે અશુદ્ધજ જાણવો, બીજી વસ્તુને સમાપ્ત કરતાં કહે છે
પસ ૬૦૧, પરૂ ૬૨૦ સંક્ષેપથી આ સાધુઓની પ્રતિદિન ક્રિયા જણાવી. હવે વિધિપૂર્વક મહાવ્રતનું સ્થાપન જણાવીશ, કારણકે જૈનમાર્ગમાં પ્રતિદિનક્રિયાનો બરોબર અભ્યાસ કર્યા પછી વ્રતસ્થાપનાની ક્રિયામાં ભાગ્યશાળી શિષ્યો જરૂર યોગ્યતા પામે છે -
इति प्रतिदिन क्रियाख्यं द्वितीयं वस्तु समाप्तं | संसार ६११, आवि ६१२ अहि ६१३ पढि ६१४ अप्प ६१५ सेह ६१६ पुव्वा ६१७ ए ६१८ एअम् ६१९ रागे ६२०.
હવે ત્રીજી વસ્તુમાં વ્રતસ્થાપનનાનો અધિકાર જણાવે છે. વ્રતો સંસારના ક્ષય માટે છે. તે વ્રતો જેને હોય, જેવી રીતે દેવાય અને જેવી રીતે પળાય, તે સર્વસંક્ષેપથી કહું છું. અવિરતિને લીધે કર્મ બંધાય છે, અને કર્મથી સંસારમાં ભ્રમણ થાય છે, માટે કર્મને ખપાવવા માટે વિરતિ કરવી જ જોઈએ. અને તે વિરતિ વ્રતરૂપ જ છે, તેથી વ્રતો કર્મક્ષયનું કારણ કહેવાય. જેઓને શાસ્ત્ર પરિણા (આચારાંગનું પહેલું અધ્યયન) કે દશવૈકાલિકનું ષડજીવનિકા નામનું ચોથું અધ્યયન વિગેરે આવડતાં હોય, છકાયની હિંસાને તજવાવાળા હોય શ્રદ્ધા અને સંવેગ વિગેરેવાળા, હોય, ધર્મની પ્રીતિવાળા, અને પાપથી ડરવાવાળા જે સાધુઓ હોય તે જ આ વ્રતસ્થાપનને યોગ્ય કહેવાય. કહ્યું છે કે ઉચિત સૂત્ર ભણ્યો હોય, તેનો અર્થ જાણ્યો હોય, અને છકાયની હિંસાને છોડનારો હોય તે સાધુ વ્રત સ્થાપનને લાયક કહેવાય અને તે જ છકાયની હિંસાને નવકોટીએ (ત્રિવિધિ ત્રિવિધે) છોડે. એથી ઉલટાપણામાં દોષ જણાવતાં કહે છે કે યોગ્ય પર્યાય ન થયો હોય, છજીવનિકાય સ્વરૂપ જેની આગલ ગુરૂએ ન કહ્યું હોય અગર દીક્ષા લેનારે તે સ્વરૂપ