________________
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
વર્ષ વિગેરે કાળના અનુક્રમે જે શિષ્યમાં જે સૂત્રની યોગ્યતા આવી તે વખતે તે સૂત્ર તે સાધુને ગીતાર્થે વંચાવવું. સૂત્રને માટે કાળક્રમ આવી રીતે છે.
૧૬૨
ત્રણ વર્ષના પર્યાયવાળાને આચારપ્રકલ્પ અધ્યયન એટલે નિશીથસૂત્ર ભણાવવું. ચાર વર્ષવાળાને રૂડી રીતે સૂયગડાંગ ભણાવવું. પાંચ વર્ષવાળાને દશા કલ્પ અને વ્યવહાર. આઠવાળાને ઠાણાંગ અને સમવાયાંગ એ બે અંગ. દશ વર્ષવાળાને ભગવતીજી અગીયારવર્ષવાળાને ખુડ્ડીયા વિમાન પ્રવિભક્તિ વિગેરે પાંચ અધ્યયનો બાર વર્ષવાળાને અરૂણોપપાત વિગેરે પાંચ અધ્યયનો તેર વર્ષવાળા ને ઉત્થાનથ્થુત વિગેરે ચાર અધ્યયનો ચૌદવર્ષવાળાને જિનેશ્વરો આસીવિષનામનું અધ્યન ભણાવવાનું કહે છે. પંદરવર્ષવાળાને દૃષ્ટિવિષભાવના ભણાવાય. પછી એકોત્તર પણે વધતાં સોળ વિગેરે વર્ષમાં ચારણભાવના' મહાસ્વપ્નભાવના તેજ નિસર્ગ અધ્યયનોભણાવાયઓગણીસ વર્ષ વાળાને દૃષ્ટિવાદ નામનું બારમું અંગ સંપૂર્ણ વીસવર્ષવાળો સર્વશાસ્ત્રને માટે લાયક ગણાય. સૂત્રોને માટે યોગ્યતા અને પાત્રતા જણાવે છે જે સૂત્રનું જે આંબેલ વિગેરે તપ શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે તેજ સૂત્ર તેજ રીતિએ દેવું નહિંતર આજ્ઞા લોપ વિગેરે દોષો લાગે. તત્ત્વથી કેવળજ્ઞાને જાણીને કેવળીઓએ આ વિધાન કહેલું છે માટે તેનાથી ઉલટું કરવામાં આજ્ઞાભંગરૂપી મહાપાપ લાગે. તે આશા દોષ વળી એકે અકાર્ય કર્યું. અને બીજો પણ તેના કારણથી જો અકાર્ય કરે તો એ અનવસ્થા નામનો દોષ એવી રીતે પરંપરા ચાલવાથી સુખશીલપણાની પરંપરા ચાલે અને સંજમ તપનો વિચ્છેદ થાય. વળી લોકોને સાધુઓની કથની અને કરણી જુદી લાગવાથી શ્રદ્ધા હોય તે ચાલી જાય, અને મિથ્યાત્વ પ્રાપ્તિ થાય, કેમકે સૂત્રમાં કહેલી રીતથી ઉલટી રીતે કરવામાં, એ ઉલટું કરનાર સાધુઓને દેખીને આ સૂત્રો વચન માત્ર છે. પણ પરમાર્થની એમ સૂત્રમાં કહ્યા પ્રમાણે નથી એવી તે દેખનારને શંકાનું કારણ બનવાથી મિથ્યાત્વ લાગે, અને એ આજ્ઞાભંગ આદિકથી, સંજમ અને આત્માની અનેક ભવસુધી ચાલવાવાળી, સ્વ અને પરનો ઘાત કરવાવાળી, અને જિનેશ્વરોએ નિષેધેલી એવી તીવ્ર વિરાધના થાય. જેવી રીતે જગત્માં વિધિરહિતપણે મંત્ર વિગેરે સિદ્ધ થતા નથી, પણ ઉલટાં નુકશાન કરનાર થાય છે તેવી જ રીતે અવિધિથી સૂત્ર દેવું. પણ, સિદ્ધિ નહિ આપતા નુકશાન કરનાર થાય છે એમ સમજવું. જેમ આ લોકમાં મંત્ર વિગેરે વિધિપૂર્વક હોય તોજ સફળ થાય છે, તેવી જ રીતે નક્કી સૂત્ર પણ વિધાનપૂર્વક જ લેવા દેવાથી પરલોકમાં ફળે છે. એ જ વાત જણાવે છે કે વિધિપૂર્વક સૂત્ર દેવામાં નકકી જિનેશ્વરની આજ્ઞાનું આરાધન થાય છે, અને બીજાઓને પણ વિધિ દેખાડવાની પરંપરા થઈ તેથી મોક્ષમાર્ગનું સ્વૈર્ચ થાય છે. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કરવાથી બીજાને અને પોતાને આત્માને અત્યંત શ્રેષ્ઠ એવું સમ્યક્ત્વ મળે છે. એવી રીતે સંજમ અને આત્માની આરાધના મોક્ષ દેવાવાળી થાય છે. શાસ્ત્રમાં જે જે અંગ વિગેરેના અધ્યયનમાં જુદું જુદું તપ કહેલું છે તે તપ અહીં યોગવિધિના વિશેષગ્રંથોથી જાણવું. એ સૂત્ર ચારિત્રયોગમાં રહેલા અને વિશુદ્ધભાવવાળા ગુરુએ દેવું જોઈએ અને તેમ કરવાથી વક્તાના શુભભાવથી શ્રોતાના શુભભાવની વૃદ્ધિ થાય છે. આ વાત લોકોમાં પણ પ્રસિદ્ધ છે. નિર્મળ એવા બાહ્ય આચરણથી નિર્મળભાવરૂપ ચારિત્ર જાણવું. આંતરચારિત્ર ન હોય તો પણ બાહ્યચારિત્ર હોય તો છદ્મસ્થને આજ્ઞાથી ચારિત્ર માનવામાં દોષ નથી. શિષ્યને પણ તેમાં દોષ નથી, પરંતુ તેમાં પરિણામવિશદ્ધિથી ગુણ જ છે. જેમાં દુષ્ટ કારણ હોય તે સિવાયનો એ શુભપરિણામ બધે વખણાયલો