SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર જાન્યુઆરી-૧૯૩૭ દેવાથી સ્વ અને પરનો ઉદ્ધાર થાય છે. તીર્થંકરની આજ્ઞાનું હિતૈષીપણું દીપન થાય છે અને ભક્તિ થાય છે, યાવત્ તીર્થનું પ્રવર્ત્તવું તે પણ જ્ઞાનથી જ થાય છે. આ જણાવેલો સ્વાધ્યાય અપ્રમત્તપણે વિધિથી તે જ હમેશાં કરવો જોઈએ. કેમકે અવિધિથી સ્વાધ્યાય કરવામાં ઉન્માદ વિગેરે દોષો શાસ્ત્રોમાં કહેલા છે, તે દોષો આ પ્રમાણે અવિધિ કરનારનું ચિત્ત વિભ્રમને પામે, દીર્ધ એવા ક્ષય જવર વિગેરે રોગાતંકો થાય, પરમાર્થપણે કેવળીએ કહેલા ચારિત્રધર્મથી ભ્રષ્ટ થાય નાના મોટા, અત્યંત મોટા અવિધિમાં અનુક્રમે ઉપર કહેલાં ફળો જાણવાં, જે ઉત્કૃષ્ટ અવિધિ કરવાથી ધર્મથી ભ્રષ્ટ થવાય તે ઉત્કૃષ્ટદોષ જાણવો. હવે સૂત્ર આપવાના વિચારો જણાવે છે : ૧૬૧ जोगा ५७०, सुतस्स ५७१, छलि ५७२, पव्वा ५७३, जिण ५७४ पव्वा ५७५ मुंडा ५७६ सिकखा ५७७ उव ५७८ संभुज्जि ५७९ एमा इ ५८०, યોગ્ય એવા શિષ્યોને અવસર પ્રાપ્ત એવું સૂત્ર દેવુંજ જોઈએ. તે કારણથી જ યોગાદિકે કરીને શુદ્ધ એવા ગુરૂએ સમ્યગ્ રીતે સૂત્ર આપવું એ અહિં વિધિ છે. જેઓ દીક્ષાને લાયક છે. તેઓ સૂત્રને લાયક જ છે. પણ આ સૂત્ર દેવાનો સ્થળે અધિકાર લેવાથી સૂત્રનું પ્રધાનપણું જણાવે છે, અથવા તો અધિકગુણવાળા સાધુને જ દેવું એમ જણાવે છે. દીક્ષાની વખતે કદાચ અયોગ્યતા ન જણાય અને પછી પણ અયોગ્યતા જાણી હોય તો તેને સૂત્ર વિગેરે આપવું નહિં, એમ સૂચવે છે. એજ વાત શાસ્ત્રકાર મહારાજ કહે છે :- જિનમતમાં નિષેધ કરેલાંની કદાચિત્ કથંચિત દીક્ષા થઈ પણ ગઈ હોય, તો પણ તેના મુંડન વિગેરે તો કરવાનું ના જ કહે છે. સૂત્રકારો ફરમાવે છે કે જેને દીક્ષા દેવાનો સૂત્રકારે નિષેધ કરેલો છે તેવાને લાભ દોષથી જે સાધુઓ દીક્ષા આપે છે તે સાધુ વ્યવહારથી ચરિત્રમાં રહ્યો છતાં તે જ ચારિત્રનો નાશ કરે છે. ભૂલથી દીક્ષા દઈ દીધી હોય તો પણ પછી અયોગ્ય જણાય તો મુંડન કરવું નહિ, અને અયોગ્ય જાણ્યા છતાં મુંડન કરે તો પહેલાં કહેલા આશાદિક દોષો તેને લાગે. અજાણપણે મુંડન પણ કદાચ થયું હોય અને અયોગ્ય જણાય તો જ્ઞાન અને ક્રિયાની શિક્ષામાં અયોગ્ય ગણવો, છતાં જો શીખવે તો પહેલાં કહેલા આજ્ઞાદિક દોષોને પામે. અજાણપણાને લીધે શીખવ્યું હોય તોપણ ઉપસ્થાન (વડીદીક્ષા) કરવી યોગ્ય નથી. અને જો વડી દીક્ષા કરે તો પહેલાં કહેલા દોષો ચાલુ રહે (લાગે) ભૂલથી વડીદીક્ષા કરી દીધી પણ હોય અને પછી અયોગ્ય માલમ પડે તો ભોજન ક્રિયામાં જોડવા લાયક નથી. છતાં જો તેવાને માંડલીમાં ભોજન કરાવે તો પૂર્વે કહેલા દોષો લાગે. અનુપયોગથી માંડલીમાં ભોજન કરાવવાનું પણ થયું હોય તો પણ તેની સાથે વસતિ કરવી કલ્પી નથી, અને કદાચ એમ છતાં પણ એક વસતિમાં વાસ કરે તો પહેલાંના દોષો ચાલુ સમજવા ! હવે સૂત્ર માટે યોગ્ય કાળ જણાવે છે. काल ५८१, ति ५८२, दस ५८३, दस ५८४, बारस ५८५, चोट्स ५८६, सोलस ५८७, एगूण ५८८, उव ५८९, जं ५९० एगेण ५९१, मिच्छत्तं ५९२ एवं ५९३, गह ५९४, ते ५९५, विहि ५९६, सम्मं ५९७, तं ५९८, गुरुणा ५९९, बज्झ ६०० सीस ६०९, परय ६०२, अंगार ६०३, एसो ६०४, छउ ६०५, जो ६०६ मोत्तू ६०७ देवय ६०८
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy