SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શ્રી સિદ્ધચક્ર જાન્યુઆરી-૧૯૩૭ દાન ઉપદેશથી આ પચ્ચખાણ શુદ્ધ થાય છે. કહ્યું છે કે સ્પર્શન, પાલન, શોભિત તીરિત, તેમજ કીર્તિત અને આરાધિત એવું પચ્ચખાણ હોય, તેમાં વારંવાર સમ્યમ્ ઉપયોગથી સાચવ્યું તે પાલિત કહેવાય. ગુરૂમહારાજને દીધા પછી બાકી રહેલા અશનાદિકને સેવવાથી શોભિત કહેવાય. પચ્ચખાણનો કાળ પૂરો થયા છતાં પણ થોડો કાળ રહેવાથી તીરિત કહેવાય. ભોજન વખતે અમુક પચ્ચખાણ કર્યું હતું એમ વિચારી ભોજન કરે તો તે કીર્તિત કહેવાય, અને એ બધા પ્રકારોએ સંપૂર્ણ રીતે રક્ષણ કરેલું પચ્ચખાણ તે આરાધીત કહેવાય. આ પચ્ચખ્ખાણ સંબંધી અંતર દ્વાર સમાપ્ત કરતાં કહે છે કે આ પચ્ચખાણ નિર્મળભાવવાળા જીવને ચારિત્રની આરાધના રૂપ હોવાથી તે મોક્ષ ફળને દેનારું છે. એમ જિનેશ્વરો કહે છે . પચ્ચખાણનો અધિકાર કહી બાકીનો વિધિ જણાવે છે - પર, ગુરુ પરૂ, ૩૦ ૧૬૪, પ્રતિક્રમણને અંતે સાંજના પ્રતિક્રમણનાં નમોડસ્તુ કહેવાય છે, તેની પેઠે વિશાલની સ્તુતિ કહે, પછી અઅલિતપણે દેવવંદન કરી, બહુલનો આદેશ માંગી, એવા પડિલેહે. સર્વપણ કાર્ય સાધુઓને ગુરૂના હુકમથી જ કરવું કહ્યું છે, માટે બહુવેલનો આદેશ સાધુઓ માગે છે, (તેથી ચક્ષુનિમેષાદિકરૂપ વારંવાર કરવાની ક્રિયા કે જેમાં પૂછવું અશક્ય છે તે ક્રિયાની રજા મળે છે) પછી ઉપધિસંદિસાવીને, સવારની વિધિમાં કહ્યું તેમ, આચાર્યાદિ અનુક્રમે ઉપધિ પડિલેહે પછી વચમાં સ્વાધ્યાય કરે, અને તે સ્વાધ્યાયના ગુણો આ પ્રમાણે છે : आय ५५५ आय ५५६ आय ५५७ सजायं ५५९ नाणे ५५९ जह ५६० नाणा ५६१ बारस ५६२ एत्तो ५६३ जं ५६४ आय ५६५ एत्तो ५६६ एसो ५६७ उम्माय ५६८ लहु આત્માના હિતનું જ્ઞાન થાય ? તેવા જ્ઞાનથી પરમાર્થથી સંવર થાય નવું નવું જાણવાથી નવો નવો સંવેગ થાય. મોક્ષમાર્ગમાં નિશ્ચળતા થાય. ઉત્કૃષ્ટ તપ થાય" કર્મની નિર્જરા થાય અને બીજાને ઉપદેશ દેનારો ગુણ બને. આ સાત ફાયદાને અનુક્રમે સમજાવે છે. આત્માને હિતને નહિ જાણનારો મનુષ્ય મૂર્ણ હોય છે, અને તે મૂર્ખ કર્મ બાંધે છે, અને તે કર્મથી અનંતા ભવસાગરમાં તે ભમે છે. આત્માના હિતને જાણનારો જ મનુષ્ય જીવહિંસાદિકની નિવૃત્તિ અને પરમાર્થ કરણની પ્રવૃત્તિમાં જે માટે સમર્થ થાય છે તે માટે આત્માનું હિત જાણવું જ જોઈએ. સમાધિવાળો અને વિનયયુક્ત સાધુ વાંચનાદિસ્વાધ્યાયને આચરતો પંચેદ્રિયના સંવરવાળો અને ત્રણ ગુપ્તિવાળો થવાથી એકાગ્ર મનવાળો થાય છે. જેમ જેમ જીવ અપૂર્વ અપૂર્વ અતિશયના રસના વિસ્તારવાળો શાસ્ત્રને સાધુ ભણે છે તેમ તેમ નવા નવા સંવેગની વાંછાવાળો મુનિ આનંદ પામે છે. વળી જ્ઞાનમાં રહેલો તેમજ દર્શન, તપ, નિયમ અને સંજમમાં રહીને નિર્મળ થતો સાધુ યાવજજીવપણ સ્થિરપણે વિચરે છે. જિનેશ્વરોએ કહેલા અત્યંતર અને બાહ્ય ભેદ સહિત બાર ભેટવાળા તપમાં સ્વાધ્યાય સરખું તપ થતું નથી, થયું નથી, ને થશે પણ નહિ. આ સ્વાધ્યાયના જ કારણથી શુદ્ધ જ્ઞાન થતાં ત્રિકરણની શુદ્ધપ્રવૃત્તિથી નક્કી નિર્જરકપણું અને તે પણ ઉત્કૃષ્ટ થાય છે, સંવેગ રહિત હોવાથી અજ્ઞાની જીવો જે કર્મ કોડાકોડી વર્ષોએ નિરંતર દુઃખ વેઠીને ખપાવે તે કર્મો શ્વાસોશ્વાસ માત્રમાં ત્રણ ગુપ્તિવાળો જ્ઞાની ખપાવે છે. અન્યને ઉપદેશ
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy