________________
૧૫૯
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
(ગતાંકથી ચાલુ) આ જગા પર કોઈક કહે છે કે જેમ જીવહિંસાના પચ્ચખાણ કર્યા હોય તો વ્રતભંગના ભયથી બીજા પાસે પણ હિંસા કરાવાય નહિં, તેવી રીતે ઉપવાસ આદિ તપસ્યાવાળો મનુષ્ય બીજાને જે આહાર દે કે દેવડાવે તે પણ નક્કી કરાવવું જ કહેવાય, અને તેથી પચ્ચખાણવાળાએ આચાર્યઆદિકને અશનઆદિ લાવી દેવાં જોઈએ. નહિં, તથા લાવી દેવાં કે લાવવાની સવડ પણ અન્ય સાધુને માટે કરવી જોઈએ નહિં, આ વાત તો સિદ્ધ જ છે કે પચ્ચખાણનું પાલન કરવા કરતાં દિપો વેયાવહિયં એ આગમ વચનથી ગૃહસ્થની માવજતનો પણ અસંયમના પોષણને અંગે નિષેધ હોવાથી વ્રત કરતાં વૈયાવચ્ચ કોઈપણ પ્રકારે અધિક નથી. આવી શંકાના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે નોકારશી વિગેરેના પચ્ચખાણ સાવદ્ય આદિના પચ્ચખાણની માફક ત્રિવિધિ ત્રિવિધ થતાં નથી, માટે શુદ્ધ એવા મુનિને તથા આચાર્યાદિને અન્નાદિક દેતાં કે તેમને માટે લાવતાં અથવા સવડ કરી આપવાથી પચ્ચખાણના ભંગનું કારણ થતું નથી, કેમકે દેવાના પચ્ચખ્ખાણ કર્યા જ નથી. મૂલ તો આ પચ્ચખાણમાં પોતાને પાલવાની પ્રતિજ્ઞા છે, પણ બીજાને, દાન દેવું તેમજ શ્રદ્ધાળુના ઘર બતાવવાં, વિગેરે રૂપ ઉપદેશનો નિષેધ કર્યો નથી, માટે પચ્ચખાણ કરનાર સાધુ પોતાની સમાધિ પ્રમાણે બાલ, ગ્લાનાદિકને આહાર આપી પણ શકે અને લાવવાનો ઉપદેશ દઈ પણ શકે, અર્થાત્ પચ્ચખ્ખાણ કર્યું હોય તોપણ આચાર્ય, ગ્લાન, બાલ અને વૃદ્ધોને પોતાના વીર્યાચારને સાચવતો થકો જો મળી શકે તો જરૂર અશનાદિક લાવીને આપે. તેવીજ રીતે સંવેગી અને અન્ય સમાચારીવાળાઓને ભિક્ષાદિક માટે શ્રાવકનાં કુલો પણ દેખાડે, તેમજ અશક્ત હોય તો સરખી સમાચારીવાળાને પણ શ્રાવકનાં કુલો દેખાડે, લાવી આપવું, તેમજ બતાવવું, તેમાં સમાધિ પ્રમાણે કરે. જિનવચનને જાણનારા અને મમતા રહિત એવા મહાનુભાવોને પોતાનામાં કે પરમાં કાંઈપણ ફરક હોતો નથી, તેથી બંનેની પણ પીડા વર્ષે. હિંસાદિક પાપાને નિષેધ્યાં નથી માટે જ ગૃહસ્થના વૈયાવચ્ચની મનાઈ કરી છે. અને સાધુઓને સંવરના રક્ષણ આદિ માટે પોષણ આપવા વૈયાવચ્ચ કરાય છે. માટે વૈયાવચ્ચ કરવામાં ગુણ છે અને તે એકાંતે છે. વૈયાવચ્ચનો વિધિ આ પ્રમાણે છે. આચાર્ય વિગેરે પુરૂષ, સ્વાધ્યાય વિગેરે તેનો ઉપકાર અને શક્તિની ખામી વિગેરે તેના શારીરિક અપકાર જાણીને તેમજ પોતાને પણ જ્ઞાનદિકની મદદ, ગુરૂહૂકમની ખામીથી અને અપકાર અથવા તો તે ગ્લાનાદિકની અપેક્ષાએ ઉપકાર અને અપકાર જાણીને તેમજ આ શાસ્ત્રોક્ત અનુસ્થાનો છે એમ ધારીને નિ:સ્પૃહપણે વૈયાવચ્ચ કરવું. ભરતમહારાજે પણ પહેલાભવમાં ઉત્તમ સાધુનું વૈયાવચ્ચ કર્યું, તેનાથી બંધાયેલા શાતા વેદનીયથી તે ભરત ચક્રવર્તિ રાજા યો. આમાં ભરતક્ષેત્રમાં રાજ્ય કરીને તેમજ ઉત્તમ સાધુપણું પાળીને, આઠે પ્રકારના કર્મથી મુકાયેલો એવો ભરત મોક્ષ પામ્યો. આવી રીતે વૈયાવચ્ચ પ્રાસંગિક ભોગોને દઈને, અનુક્રમે આજ્ઞા આરાધનાથી મોક્ષફળને જરૂર આપે છે. સ્થાન કરતાં અનુકમ્પાદિકની પેઠે આ વૈયાવચ્ચમાં ગુણની અધિકતા સમજવી. કોઈક નગરનો એક માર્ગ સારા વૃક્ષોની છાયાએ કરીને સહિત હોય, અને બીજો છાયા વગરનો હોય, તેમ મોક્ષ માર્ગ પણ બે પ્રકારનો જાણવો. પહેલો માર્ગ સુખે પાર પામવાવાળા એવા તીર્થકર વિગેરેને અનુકમ્પા અને વૈયાવચ્ચવવાળો હોય છે, અને બીજો સામાન્યસાધુઓને હંમેશા વૈયાવચ્ચ વગરનો હોય છે. તત્ત્વ એ છે કે પચ્ચખાણ કર્યા છતાં પણ અધિકરણ રહિત એવા આહારના દાન, અને ઉપદેશમાં દોષ નથી, પણ ગુણ છે, અને તેથી જ એવી રીતે