________________
૧૪૨
અને શુદ્ધધર્મ ઉપર જેમ વધારે રાગ રાખશો તેમ તેમ તમો મોક્ષની વધારે સમીપ જશો.
શ્રી સિદ્ધચક્ર
શુદ્ધદેવાદિ ઉપર રાગ રાખવો એ જેમ કર્તવ્ય છે તે જ પ્રમાણએ મિથ્યાત્વ, અવિરતિપણું વગેરે ઉપર દ્વેષ રાખવો એ પણ કર્તવ્ય જ છે. મિથ્યાત્વાદિ ઉપર પણ જેમ જેમ વધારે દ્વેષ રાખશો તેમ તેમ તમે મોક્ષની વધારે નજીક જશો. મિથ્યાત્વાદિ ઉપરના દ્વેષને અને નિર્જરાને સંબંધ છે. ઘાતીકર્મની નિર્જરાને અને દેવાદિના રાગને સંબંધ છે. શુદ્ધદેવાદિકની ઉપરનો રાગ જેમ તીવ્ર છે તે જ પ્રમાણે નિર્જરા પણ તેટલી જ તીવ્ર થવા પામે છે, જેટલા પ્રમાણમાં અહીં રાગ છે તેટલા જ પ્રમાણમાં અહીં નિર્જરા પણ તીવ્રસમજવાની છે. સમ્યક્ત્વાદિ ઉપર જેટલો તીવ્ર રાગ છે તેટલી જ તીવ્રપણે નિર્જરા પણ થાય છે. આજ વસ્તુ પરત્વે નવકારમંત્રમાં “નમો અરિહંતાણં” અરિ શબ્દ રાખવામાં આવ્યો છે. નવકારમંત્રમાં કોઈપણ સ્થળે કર્મ શબ્દ કહેવામાં આવ્યો જ નથી. કર્મ એ શત્રુ છે, અરિ છે, દુશ્મન છે. પરંતુ છતાં તેનું નામ સરખું પણ નવકારમંત્રમાં ન લેવામાં એ મુદ્દો રહેલો છે કે જૈનશાસનમાં પર તરીકે રહેલા શત્રુ અને મિત્ર એ બંને સમાન છે.
જૈનશાસનમાં શત્રુ અને મિત્ર બંને સમાન છે. માન અપમાન બંને સરખાં છે અને તેને જ સામાયિક ગણવામાં આવ્યું છે. ત્રસ સ્થાવર જીવોમાં સમાનતા રાખવાની છે, સ્વજન અને
પરજનમાં સમાનતા રાખવાની છે, માનાપમાનમાં જેમ સમાનતા રાખવાની છે તેમજ શત્રુમિત્રમાં પણ સમાનતા રાખવાની છે, જો એ સ્થિતિ હોય તો જ તે સામાયિક છે. જો એ સ્થિતિનો અભાવ હોય તો એ વખતનું સામાયિક જ નથી, છતાં કર્મ ઉપર શત્રુભાવ તો રાખવાનો જ છે. કર્મ ઉપર એ શત્રુભાવ જેટલો વધારે છે તેટલી નિર્જરા પણ વધારે એ શત્રુભાવને અને નિર્જરાને સંબંધ છે, પરંતુ
જ,
જાન્યુઆરી-૧૯૩૭
પૌદ્ગલિક કારણોએ તમે કોઈને શત્રુમાનો અને શત્રુ ઉપર શત્રુભાવ રાખો તો તે શત્રુભાવ અને નિર્જરાને સંબંધ નથી જ પરંતુ બંધની સાથે તેનો સંબંધ છે ! શત્રુને હણનારાને નમસ્કાર કરવાનું શ્રી જીનભગવાનનું શાસ્ત્ર ફરમાવે છે, પરંતુ એ શત્રુ તે બાહ્ય શત્રુ નથી. અરિહંતત્વમાં કર્મ રૂપી શત્રુને હણનારાને જ સ્થાન છે, કર્મરૂપી શત્રુને ન હણે, અને તેને બદલે બાહ્યપૌદ્ગલિક ચીજોને હણનારો થાય તેને તો અરિહંતપણામાં સ્થાન જ નથી, તેનું સ્થાન તો હિંસકત્વમાં જ રહેલું છે.
હવે જૈનમાં શત્રુત્વ કેવું છે ? અને તે કોના સંબંધમાં છે ! તેનો વિચાર કરો. આત્માને અનાદિકાળથી જો કોઈ રખડાવનાર હોય તો તે ઘાતીકર્મ સિવાય બીજી એક પણ એવી કોઈ વસ્તુ નથી કે જે આત્માને આ મહાભયંકર ભવસાગરમાં રખડાવ્યા જ કરે, આ ધાતીકર્મો તે જ આત્માના મહાપ્રબળ શત્રુઓ છે, એ નક્કી માનજો ! આ ધાતીકર્મોને શત્રુઓ માન્યા છે અને એ ધાતીકર્મો રૂપી શત્રુઓને હણવામાં જે શૂરવીર છે તેને જ નમસ્કાર કરવાનું છે. આથી જ કર્મ ઉપર જેટલી તેને જ તીવ્ર શત્રુતા તેટલી જ નિર્જરાની તીવ્રતા સમજવાની છે. જૈનશાસન જે શત્રુતાને પોષણ આપે છે, જે શત્રુતાને જૈનશાસન નિરંતર ધારણ કરવાનું કહે છે, તે આ પ્રકારની શત્રુતા છે અન્ય કોઈપણ પ્રકારની શત્રુતાને આ શાસન કદી પણ પોષણ આપતું નથી. હવે આ શાસન કયા પ્રકારનો રાગ
પોષે છે તે જુઓ. બૈરી છોકરાંને સંસારવ્યવહાર એના ઉપરનો જે રાગ તે રાગને આ શાસન કદી પોષણ આપતો જ નથી, તે તો એજ પ્રકારના રાગને પોષણ આપે છે કે જે પ્રશસ્ત રાગ છે. જે રાગ કર્મરૂપી શત્રુને હણે છે, અને તે વિજેતા ઉપરનો જે રાગ તેને જ આ શાસન પોષણ આપે છે.
પ્રશસ્તરાગનો સંબંધ નિર્જરા સાથે હોય છે.