________________
૧ ૨૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬ અગર નવ, પિંડવિયમાં હોય તો નવ અર્થાત્ દ્રવવિગય હોય તો આઠ અને અભિગ્રહમાં વસ્ત્રનો અભિગ્રહ હોય પાંચ આગાર અને બાકીના અભિગ્રહોમાં ચાર આગાર હોય છે. વિગયમાં નવ અને આઠ આગારનો ખુલાસો કરે છે કે માખણ, તળેલું, ઝામેલું દહિં, માંસ, ઘી, ગોળ એ બધામાં નવ આગાર હોય. પચ્ચખ્ખાણોના અને આગારોના અર્થો આવશ્યક વિગેરેમાં વિસ્તારથી કહેલા છે. માટે તે ત્યાંથી જાણવા. આગારો કરવાનો હેતુ જણાવે છે :- પ્રતિજ્ઞાનો ભંગ થવામાં આજ્ઞાવિરાધના રૂપી મોટો દોષ છે, અને થોડા પણ વ્રતનું પાળવું એ ગુણ કરનાર છે, માટે આગારો કહ્યા છે, તેમજ ધર્મમાં ગુણ અને દોષનું અલ્પબહુપણું સમજવાની જરૂર છે, માટે પચ્ચખ્ખાણોના આગારો કહ્યા છે, ગ્રહણ કર્યા પ્રમાણે પાલન કરવાથી જ જરૂર અપ્રમાદનું સેવન થાય છે. અને તેવી રીતે સેવાતો અપ્રમાદ અનુક્રમે વધે છે. અને તે પ્રમાદનો સર્વથા નાશ કરે છે. સંસારમાં ભમતા જીવે પ્રમાદનો અભ્યાસ માટે ઘણા કાલ કર્મો છે તેથી પ્રમાદના અભ્યાસથી કોઈપણ પ્રકાર પચ્ચખ્ખાણનો ભંગ થાય માટે ભંગ ન થાય તેથી આગારો કહ્યા છે. કેમકે પચ્ચખાણના ભંગમાં આજ્ઞા, અનવસ્થા વિગેરે દોષો થાય છે, અને તેથી જન્મમરણ વિગેરે સર્વ અનર્થો થાય છે. કદાચ કહેવામાં આવે કે એવા પ્રમાદીને દીક્ષા જ કેમ હોય? તો તે સવાલના ઉત્તરમાં સમજવું કે દીક્ષા તો ચારિત્રના પરિણામથી છે, અને ચારિત્રના પરિણામ આવવાની સાથે જ સર્વથા બધો પ્રમાદ ક્ષય પામતો નથી. વળી જે માટે આ પ્રમાદનો અનાદિકાલથી અભ્યાસ છે. તેથી જ તેના ક્ષયને માટે ઉદ્યમી થયેલાએ પચ્ચખ્ખાણોને લીધા પ્રમાણે પાળીને અપ્રમાદ આચરવો જોઈએ - વાદી કહે છે કે એ પ્રમાણે તો સામાયિક ચારિત્ર પણ નક્કી આગારવાળું જ લેવું જોઇએ, અને જો તે સામાયિક આગાર વગરનું છે, તો પછી પચ્ચખાણોમાં આગારો રાખવાનું શું કામ છે? અહીં ઉત્તર દે છે કે સર્વપદાર્થમાં સમભાવ હોવાથી જ સામાયિક થાય છે, તેમજ તે સામાયિક યાજજીવ માટે છે, તેથી વીતરાગોએ તેમાં આગારો કહ્યા નથી. તે જ વાત સ્પષ્ટ કરે છે કે સામાયિક એ ભાવ છે અને એ ભાવ મમત્વ વગરનો છે, તેમજ સમપણાને લીધે સર્વપદાર્થ વિષયક છે. જાવજીવરૂપી કાલની મર્યાદા પણ આવતા ભવમાં ભંગ ન થાય તેટલા માટે જ છે, પણ આવતા ભવમાં સેવીશ એવી ઇચ્છા રાખીને તે ઇચ્છાની અપેક્ષાએ જાવજીવની મર્યાદા નથી. મરણ કે જીતના વિચારથી જ તૈયાર થયેલા સુભટના જેવા પરિણામ હોય છે તે સરખો આ સામાયિકમાં પરિણામ છે, પણ હલકાના દૃષ્ટાંતોએ આ સામાયિક અપવાદનું સ્થાન નથી, આ વાત બારીકીથી સમજવાની છે, અને એટલા જ માટે અત્યંત અયોગ્યોને સામાયિક લેવા અને દેવાનો નિષેધ શાસ્ત્રોમાં કહેલો છે. જરૂર પડવાવાળો જામ્યો હતો એવા આભીર વિગેરેને કેવલજ્ઞાનથી એજ સામાયિક અવશ્ય મુક્તિનું અવંધ્ય કારણ સમજીને જ કેવળી મહારાજાએ સામાયિક દેવડાવ્યું હતું. સામાન્યથી આ સામાયિક એ ચારિત્ર છતાં પણ સામાયિકની વિશિષ્ઠતા માટે નોકારશીઆદિ પચ્ચક્માણ કરવાનું આગમોમાં કહેલું હોવાથી, તેમજ અનુભવથી જણાતી વિશિષ્ઠતાવાળું થતું તેથી સામાયિક હોવાથી, નોકરશી વિગેરે પચ્ચકખાણો કેમ ન કરવાં? આ આગારો સામાયિક પરિણતિના બાધક છે, એમ કહેવામાં આવે તો તેના ઉત્તરમાં જણાવે છે કે જેમ સુભટને મરણ કે જયના નિશ્ચયને બાધા ન આવે તેવી રીતે પ્રવેશ, નિર્ગમ, વારણના પ્રયત્નોમાં જેમ અપવાદો