________________
. . . . . . . . . . . .
૧ ૨૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬ પહેલો ચારિત્ર શુદ્ધિ માટે પચીસ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ્ન ધીર પુરૂષો કરે છે. પછી વિધિથી કાઉસ્સગ્ગ પારીને શુદ્ધચારિત્રવાળા સાધુઓ લોગસ્સ કહીને દર્શનશુદ્ધિ માટે પચીસ શ્વાસોશ્વાસનો કાઉસ્સગ્ગ કહે છે, પછી પણ વિધિથી તેને પારીને શ્રુતસ્તવ કહે છે અને પછી ઉપયોગવાળા છતાં અહીં રાત્રિએ થયેલ અનિયમિતપણાનો કાઉસ્સગ્ન કરે છે. સાંજના પ્રતિક્રમણની થોડથી માંડીને ચાલુ કાઉસ્સગ્નની ક્રિયા સુધીમાં રાત્રિ સંબંધી જે અતિચાર લાગ્યા હોય તે બધાને હૃદયમાં વિચારે, સવારના પડિક્કમણામાં અતિચારનો કાઉસ્સગ્ગ છેલ્લો કરવામાં કેમ આવે છે તેનું કારણ જણાવે છે કે નિદ્રાવાળા સાધુ અતિચારને બરોબર યાદ ન કરી શકે, તેમજ આલોચનની પહેલાના વંદનમાં મહેમાંહે સાધુઓમાં સંઘટ્ટન થાય, અથવા અંધારા આદિથી કોઈ વંદન ન પણ કરે તો વંદન ન કરવાના દોષ લાગે માટે પ્રાભાતિક પ્રતિક્રમણમાં જ્ઞાનાદિના કાઉગ્ન પહેલાં કરવાના કહ્યા, અને ત્રીજા કાઉસ્સગ્નમાં રાત્રિના અતિચારો વિચારે અને છેલ્લાં તપચિંતવણીના કાઉગ્નમાં છ માસથી શરૂ કરી એકાદિ દિવસની હાનિ કરતાં કરતાં યાવત્ પોરસી કે નવકારશી સુધીમાંથી કોઈક પચ્ચખાણ ધારે. એ જ વાત વિસ્તારથી કહે છે કે ત્રીજા કાઉસ્સગ્નમાં રાત્રિના અતિચાર ચિંતવી, વિધિથી પારી પછી સિધ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણં) કહીને આલોવીને પૂર્વ પ્રમાણે પ્રતિક્રમણ સૂત્ર કહે. તે પ્રતિક્રમણ સૂત્રમાં સામાયિક સૂત્ર કહેવાય છે માટે જણાવે છે કે - સામાયિકસૂત્ર વધારે વખત એટલા જ માટે કહેવાય છે કે સર્વ સાધુ વ્યાપાર સામાયિકપૂર્વક જ છે, અને સામાયિક રૂપ ગુણ અર્થની સ્મૃતિ અને પાઠના સ્મરણથી પ્રાયે થાય છે એમ દેખાડવા માટે છે. પ્રતિક્રમણ પછી આચાર્યાદિકને ખમાવીને સામાયિક કથન પૂર્વક કાયોત્સર્ગ કરે. તે કાયોત્સર્ગમાં અમને ગુરૂએ કયા કામમાં જોડ્યા છે ? તે વિચારે. જેવી રીતે તે કાર્યને હાનિ ન થાય તેવી રીતે છ માસ આદિના અનુક્રમથી અશઠભાવે કરી શકાય તેવું તપ હૃદયમાં કરવાનું ચિંતવીને, તે પારી લોગસ્સ કહીને મુહપત્તિ પડિલેહી વાંદણાં દઈને તે કાયોત્સર્ગમાં ચિંતવેલો નવકારશીઆદિ તપ ગુરૂ પાસે અંગીકાર કરે છે. હવે પચ્ચખાણ કરવાનો વિધિ કહે છે :
आगा ५०५, नव ५०६, दो ५०७, दो ५०८, सत्त ५०९, पंच ५२०, णव ५११, वय ५१२, गह ५१३, अब्भ ५१४, एवं ५१५, गम ५१६, एवं ५१७, सं ५१८, तं ५१९, मरण ५२०, एत्तो ५२१, संते ५२२, तस्स ५२३, नय ५२४, नय ५२५, नय ५२६, उभ ५२७, अण्णे ५२८, णणु ५२९, एवं ५३०, उव ५३१, जिण ५३२, आह ५३३, नो ५३४, नो ५३५, सय ५३६, कय ५३७, संवि ५३८, भावि ५३९, पुरिसं ५४०, भर ५४१, मुहिज ५४२, पासम् ५४३, सुह ५४४.
જિનેશ્વર મહારાજાએ કહેલું એવું અને આગારોથી શુધ્ધ એવું ઉપયોગપૂર્વક વિધિએ પચ્ચખાણ કરે. તે નવકારશી આદિ પચ્ચખાણ માત્ર પોતે જ પાળવાનું છે, પણ પોરશી વગેરેમાં આહારાદિકનું દાન અને તેનો ઉપદેશ તો સમાધિ પ્રમાણે કરી શકાય છે પચ્ચખાણોના આગારો જણાવે છે.
નોકારશીમાં બે, પોરશીમાં છે, પુરિમમાં સાત, એકાસણામાં આઠ, એકલદાણામાં સાત, આંબેલમાં આઠ, ઉપવાસમાં પાંચ, પાણીમાં છ, ચરમમાં ચાર, અભિગ્રહમાં ચાર, અગર પાંચ, વિગયમાં આઠ