________________
૧૨૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬ છે, તેવી રીતે સામાયિકના નિશ્ચયવાળાને નોકારશી વિગેરેમાં આગાર સમજવા, તે સુભટને પ્રવેશ વિગેરેનો પ્રયત્ન છતાં પણ જીવનના મમત્વરહિતપણું નથી એમ નથી, તે મમત્વરહિત પરિણામ શત્રુનો પ્રતિકાર કરવારૂપ હેતુથી નક્કી સિદ્ધ થાય છે, અને તે સુભટને પહેલાના મરણ કે જયના ભાવને કોઇપણ પ્રકારે નુકસાન થતું નથી, પણ તે પ્રવેશાદિક વ્યાપારથી તે કાર્યની સિદ્ધિ થાય છે, અને એવી રીતે પ્રવર્તવાથી જ સુભટ સારી રીતે કાર્ય કરી શકે છે તેવી રીતે અહીં પણ આગારવાળું પચ્ચખાણ પણ સામાયિકની સારી રીતે સિદ્ધિ કરી શકે છે, પણ આગારના નામે પચ્ચખ્ખાણ ન લેવાં તે તો કેવળ મૂઢપણું જ છે. સામાયિક ઉચ્ચારની સાથે જ મરણ કે અનશન થવાનો કે કરવાનો નિશ્ચય નથી. તેમજ સામાયિકની ધારણા અને ભવાંતરની થવાવાળી અવિરતિથી બચવા માટે જ્ઞાનાદિ, પોષણના મુદાથી દેહધારણની જ્યારે જરૂર છે તો પછી તે દેહના પોષણના સાધનમાં નિરંકુશપણે રાગદ્વેષ પૂર્ણપણે ન વર્તાય માટે આહાર સંબંધિ પ્રત્યાખ્યાનોની બાહ્યવસ્તુના સંયોગમાત્રને અંગે હોવાથી તે પચ્ચખાણ અને તેના આગારોની બુદ્ધિશાળીયો જરૂરીયાત સ્વીકારે જ છે. સર્વ અનશનાદિક વસ્તુમાં સમભાવપૂર્વક પ્રવૃત્તિ, નિવૃત્તિ હોવાથી અસનાદિક ભેદે લેવામાં આવતું પચ્ચખાણ પણ સામાયિકને બાધ કરનાર નથી. કાયોત્સર્ગ અને ઇરિયાસમિતિથી ગમનના દૃષ્ટાંતે આ સમજી શકાય તેમ છે. એટલે કાયોત્સર્ગમાં ઉચ્છવાસ આદિ આગારો અને ઈર્ષા સમિતિમાં માર્ગ આલંબન વગેરે કારણો છે જ, સુભટને મરણ અને જય એ બંનેનો કોઈ કારણથી કોઈક વખત અભાવ થાય તો પણ ભવિષ્યમાં તેવા પ્રસંગે ક્ષયોપશમની વિચિત્રતા હોવાથી તેવો જ મરણ કે જય સંબંધી ભાવ થાય છે. તેવી રીતે ભાવાંતરના ગમનથી સામાયિક અને પચ્ચખાણ બંનેનો થોડા કાલ માટે અભાવ થયા છતાં પણ ભવાંતરમાં તેવો ક્ષયોપશમ થાય કે જેથી સામાયિક અને પચ્ચખ્ખાણ સંપૂર્ણપણે લાભ થાય. કેટલાકો કહે છે કે સાધુને ત્રિવિધ આહારનું અને થોડા કાળનું પચ્ચખાણ યોગ્ય નથી, કારણ કે સાધુ સર્વવિરતિવાળા છે, અને એવી રીતે કંઇક આહાર અને થોડા કાળના ભેદથી પચ્ચખાણ લેતાં તે સર્વવિરતિ કેમ રહે? અહીં ઉત્તર દે છે કે ઃ પૂર્વે જ જણાવ્યું છે કે આ પચ્ચખાણ અપ્રમાદ સેવન માટે છે, તો પાણીમાત્ર વાપરવાનું છૂટું રાખી બાકીના આહારનો ત્યાગ કરવાથી તે અપ્રમાદ અધિક છે, માટે ઇ–રિક એટલે થોડા કાલ માટે ત્રિવિધાહારનું પચ્ચખાણ અયોગ્ય નથી, કદાચ કહેવામાં આવે કે કોઈક કારણસર દ્વિધાહારનું પચ્ચખાણ સાધુને કેમ ન હોય ? એ વિચારવા જેવું છે. પણ સાધુને ઘણા ભાગે અન્ન, અને પાન સિવાય ખાદિમ, સ્વાદિમનો ઉપભોગ કરવાની આજ્ઞા નથી, માટે દ્વિધાહાર પચ્ચખ્ખાણની આચરણા કરી નથી. એવી રીતે આહાર સંબંધી વ્યાખ્યા કરી હવે તેના ઉપયોગની હકીકત જણાવે છે :
નોકારશી વિગેરે પચ્ચખાણ, વિગય કે નીવીઆતો વિગેરેનો ઉપયોગ, પચ્ચખાણનું સ્પષ્ટ બોલવું, નવકારનો પાઠ કરવો, ગુરૂની આજ્ઞા લેવી એ વિગેરે વિધિ, અને પછી પણ સુધાવેદનીની શાંતિ વિગેરે કારણોથી વાપરવું એ સર્વ ઉપયોગ જાણવો. વિવેકવાળા અને ભાવનાપૂર્વક નિર્દોષ અને મમતા રહિતપણે કરાતું પચ્ચખાણ કેવળજ્ઞાનનો હેતુ છે એમ શ્રી જિનેશ્વરોએ દેખેલું છે.
(અપૂર્ણ)