________________
૧૨૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬ પડિલેહે. ઉપાશ્રયની અંદર નજીક, મધ્ય અને દૂર એમ ત્રણ ભૂમિ સહન કરનાર એટલે મધ્યમ શંકાવાળાની અપેક્ષાએ ત્રણ ચંડિલ માટે એવી જ રીતે સહન ન કરનારની અપેક્ષાએ ત્રણ સ્થંડિલ માટે ત્રણ ભૂમિ એવી જ રીતે સહન ન કરનારની અપેક્ષાએ પણ ત્રણ સ્થાને, એટલે તે આસન્નઆદિ બે બે કરતાં છ પડિલેહણા થાય, ચંડિલની માફક જ માતરામાં પણ બાર થવાથી સ્પંડિલ ભૂમિના ચોવીસ ભેદ થયા, તેમજ કાલ પડિલેહવાની ત્રણ ભૂમિઓ હોય, એકંદરે સત્તાવીસ પડિલેહણ થયા પછી સૂર્ય અસ્ત થાય, તે વખત સ્વાધ્યાય વિગેરેમાં ઉપયોગવાળા સારા સાધુઓને જણાવવા માટે ગીતાર્થ સાધુ આ પ્રમાણે જાહેર કરે : કાલગ્રહણવિધિ, ગોચરી, અંડિલ, વસ્ત્રપાત્રની પડિલેહણ, એ બધું તે સાધુઓ ! સંભાળી લો, અથવા જે બાબતમાં અનુપયોગ થયો હોય તે સંભારી લો. આટલું થયા પછી પ્રતિક્રમણ કરાય તેનો વિધિ કહે છે :
जइ ४४५, सेसा ४४६, जो हुज्ज ४४७, हत्थ ४४८, आय ४४९, जा ४५०, मुह ४५१, संवेग ४५२, नमु ४५३, उस्सग्ग ४५४, संडंसं ४५५, किइ ४५६, आलो ४५७, वंदित्तु ४५८, परि ४५९, विण ४६०, कय ४६१, दुप्प ४६२, जो.४६३, उप्पण्णा ४६४, बस्स ४६५, आलो ४६६, तं ४६७, परि ४६८, आप ४६९, सव्व ४७०, सव्व ४७१, एवं ४७२, आय ४७३, जाहु ४७४, धिह ४७५, असठेण ४७६, विअ ४७७, खामितु ४७८, जीवो ४७९, चोएइ ४८०, तत्थवि ४८१, एस ४८२, सामा ४८३, ऊसा ४८४, इंसण ४८५, सुअ ४८६, चरणं ४८७, सुद्ध ४८८, सुकयं ४८९, ,थुइ ४९०, पम्हुड्ड ४९१, चाउ ४९२, पाउ ४९३, साम ४९४, उस्सा ४९५, ऊसा ४९६, पाउ ४९७, निहा ४९८, तइए ४९९, तइए ५००, सामा ५०१, खामित्तु ५०२, जइ ५०३, तं ५०४.
કોઇપણ જાતનો વ્યાઘાત ન હોય તો સર્વસાધુઓ ગુરુની સાથે જ આવશ્યક કરે, પણ શ્રાવકને ધર્મકથા કહેવા વિગેરેનો કદાચ આચાર્યને વ્યાઘાત હોય તો ગુરુમહારાજ પછીથી આવશ્યક શરૂ કરે. એટલે બાકીના (ગુરુમહારાજ સિવાયના) સાધુઓ ગુરુને પૂછીને સૂત્રાર્થનું સ્મરણ કરવા માટે યથાશક્તિ કાર્યોત્સર્ગ કરે, અને ગુરુ જ્યારે પડિક્કમણું ઠાવે ત્યારે દિવસના અતિચારો વિચારવા માંડે અશક્ત, બાલ, વૃદ્ધ, કે રોગી સાધુ આવશ્યક્તા સહિત હોય તો નિર્જરાની અપેક્ષાવાળો છતાં પણ બેસે. આવશ્યકમાં પહેલું સામાયિક કહીને કાઉસ્સગ્ન કરે, પછી ગુરુ સામાયિક કહે, અને પછી ગુરુની સાથે દિવસના અતિચારો કાઉસ્સગ્નમાં વિચારે.
કેટલાક કહે છે કે ગુરુની સાથે સામાયિક કહે, તે એવી રીતે કે જ્યારે આચાર્ય સામાયિક બોલે ત્યારે તે સાધુઓ પણ કાઉસગ્નમાં રહ્યાં છતાં સામાયિક ચિંતવે, અને પછી ગુરુમહારાજની સાથે જ દિવસના અતિચારો સાધુઓ વિચારે. ગુરુમહારાજ દિવસમાં પણ અલ્પ વ્યાપારવાળા હોવાથી દિવસના અતિચારો બે વખત વિચારે, તેટલામાં ઘણી ક્રિયાવાળા એવા બીજા સાધુઓ એક વખત જ વિચારે. સવારની એટલે સવારના ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહવાના વખતથી કાઉસ્સગ્ન કરવાના વખત સુધીમાં જે અતિચારો થયા હોય તે કાંટાવાળા માર્ગમાં જેમ ઉપયોગથી જવાય તેમ ઉપયોગથી ચિંતવે.