________________
૧ ૨૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬ • • • • • • • • • • • • •. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . સંવેગવાળા, નિર્મળચિત્તવાળા, ચારિત્રના પરિણામવાળા એવા તે સાધુઓ તે પછી પણ ચારિત્રની શુદ્ધિ માટે એમ ઉપયોગથી અતિચારનું ચિંતન કરે, નમસ્કારથી પારે, લોગસ્સ કહે, વંદન કરે, આલોવે, પ્રતિક્રમણ સૂત્ર કહે, વંદન કરે, અને આલોચના અને પ્રતિક્રમણમાં રહી ગયેલી અશુદ્ધિને દૂર કરવા કાર્યોત્સર્ગ કરે, આ સંક્ષેપથી જણાવેલ હકીકત વિસ્તારથી કહે છે. કાયોત્સર્ગ સમાપ્ત થાય ત્યારે નવકારથી પારે, પછી ચતુર્વિશતિસ્તવ નામનો દંડક જે લોગસ્સ તે ઉપયોગપૂર્વક કહે, પછી સત્તર સંડાસા પડિલેહી બેસીને મુહપત્તિ પડિલેહવી, અને તેમજ તેવી જ રીતે કાયાનું પણ પ્રમાર્જન કરવું. પછી ઉપયોગવાળા સર્વે સાધુઓ અત્યંત વિનયથી જેવી રીતે વીતરાગોએ કહ્યું છે તેવી રીતે સર્વપ્રકારે શુદ્ધ એવું દ્વાદશાવર્ત નામનું વંદન કરે. કારણ કે આલોયણ લેવી, પ્રશ્નોત્તર પૂછવા, પૂજા, સ્વાધ્યાયને અપરાધના સ્થાનોમાં વિનયમૂલ એવું ગુરુને વંદન કરવું એ રીતિ છે. વંદના કરીને અનુક્રમે બે હાથે રજોહરણ પકડીને શરીરે અર્ધા નમેલા રહીને ઉપયોગપૂર્વક આલોચન કરે. પછી નિર્મળભાવવાળા, સંસારસમુદ્રથી ઉદ્વિગ્ન એવા સાધુઓ કાઉસ્સગ્નમાં ચિંતવેલા સૂક્ષ્મ પણ અતિચારોને ગુરૂસમક્ષ આલોવે. કહ્યું છે કે સંવેગ પામીને આચાર્યના ચરણકમળમાં ફરી પાપ ન કરવાના પરિણામરૂપે સુવિહિત સાધુ આલોયણ જણાવે. જેવી રીતે પોતાને જંણાવે તેવી જ રીતે ભૂલેલા બીજાને પણ જણાવે. મનુષ્ય પાપ કરે તો પણ ગુરુની પાસે આલોયણ નિંદન કરીને ઉતરી ગયેલા ભારવાળા ભારવાહકની પેઠે તે પાપ કરનાર અત્યંત હલકો થાય છે. મન, વચન, અને કાયાના યોગોની ખરાબીથી પાપ બંધાય છે, તેથી જે સાધુ તે યોગોને સુધારે તેનું તે એટલે યોગની ખરાબીથી થયેલું અને બીજું પ્રમાદકષાયાદિ થયેલ પાપ પણ નાશ પામે છે. જેમ જગતમાં જે કુપથ્યથી જે વ્યાધિ ઉત્પન્ન થાય છે તે જ કુપથ્ય વર્જવાથી તે વ્યાધિ ક્ષય પામે છે, તેવી રીતે કર્મવ્યાધિમાં પણ સમજવું. અશુભ કર્મના ઉદયે ઉત્પન્ન થતી માયા, આલોચન, નિંદન ગહણ વિગેરે રૂ૫ કુશલવીર્યથી હણવી જ જોઇએ અને બીજી વખત તે માયા કરવી નહિં. તે લાગેલા દૂષણોનું મર્મ જાણનાર એવા ગુરુમહારાજ જે પ્રાયશ્ચિત કહે તે અનવસ્થા આદિ પ્રસંગથી ડરેલા સાધુઓએ તેવી જ રીતે આચરવું જોઇએ. દોષ આલોવીને, ગુરુ પાસેથી પ્રાયશ્ચિત લઇને પછી સામાયિક કથન કરવા પૂર્વક પ્રતિક્રમણ સૂત્ર કહે, તે પ્રતિક્રમણ સૂત્ર પૈર્ય અને બળવાળા થઈને ડાંસ અને મચ્છરને નહિ ગણતાં પદે પદે સૂત્રાર્થનો અત્યંત ઉપયોગ કરતાં થકાં કહે. સૂત્ર કહીને પછી વંદન કરીને આચાર્ય આદિક સર્વને ભાવથી ખમાવે. જે માટે શાસ્ત્રમાં કહ્યું છે કે આચાર્ય ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુળ અને ગણમાં જે કોઈને મેં કષાયવાળા કર્યા હોય તે બધાને હું ત્રિવિધ ખમાવું . ભગવાન સકળ શ્રમણસંઘને મસ્તકે અંજલિ કરીને ખાવું છું, અને હું પણ તેમનો અપરાધ ખમું છું. નિર્મળ મનથી ધર્મમાં પોતાનું ચિત્ત સ્થાપન કરીને સર્વજીવરાશિને ખમાવીને હું પણ તેમનો અપરાધ ખમું છું. એવા પરિણામવાળા સર્વસાધુઓ આચાર્યને ખમાવે. આચાર્ય પર્યાયથી જેષ્ઠ હોય તો આ વિધિ સમજાવો. જો પર્યાય જયેષ્ઠ ન હોય તો આચાર્ય પણ જેષ્ઠને ખમાવે, કેટલાક કહે છે કે એ ખમાવવામાં વિકલ્પ છે. જ્યારે કેટલાકો કહે છે કે શિક્ષક આદિની શ્રદ્ધા માટે લઘુ એવા પણ આચાર્યને જ ખમાવે. એવી રીતે આચાર્ય અને ઉપાધ્યાયને ખામીને બાકીના સાધુઓને યથાપર્યાયે ખમાવે. ખમાવવામાં ઉલટી રીતે કરવામાં કે તે ખમાવવાનું નહિં કરવામાં આજ્ઞાવિરાધનાદિક