________________
૧૨૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬
ઝાડમાં બહાર નીકળેલી એવી ઝાડની છાયામાં વોસિરાવે, અને છાય ન હોય તો વોસરાવીને બેઘડી તેમને તેમ પોતાના શરીરની છાયા કરીને રહે કે જેથી તે જીવો છાયામાં રહ્યા થકા પોતાની મેળે જ પોતાનું આયુષ્ય પુરૂં કરે, ચંડિલ જવામાં ઉંચે, નીચે, અને તિથ્થુ દેખે પછી ગૃહસ્થ ન હોય તે પગ પૂજે અને અવગ્રહ માગીને વિધિથી તે જગ્યા પડિલેહે, સ્પંડિલ જતી વખત ડાબી સાથળ ઉપર ઉપકરણ (દાંડો અને ઓઘો) રાખે, અને જમણા હાથમાં પાણીનું ભાજન રાખે અને પછી તે જ જગ્યાએ કે બીજી જગ્યાએ ડગલથી શુદ્ધ કરી નજીકમાં ત્રણ ચોગળા પાણીથી ધોવે છે હવે અંડિલની વિધિમાં અપવાદ જણાવે છે.
પર ૪૨૦, તેT ૪૩૨, તેમાં જરૂર, તો ૪રૂરૂ, પૂર્વે કહેલા અનાલોક આદિ દશગુણવાળા સ્પંડિલની જગ્યાની બાબતમાં જો અનાલોક અને અસંપાતવાળી જગ્યા ન મળે તો જુદી સામાચારીવાળા, અસંવેગી અને ગૃહસ્થોના આલોકવાળા સ્થાને જવું, પણ ત્યાં દરેક સાધુએ જુદું જુદું પાતડું રાખવું, નક્કી હાથ પગ ધોવા અને તેમાં વળી ગૃહસ્થોનો આલોક હોય તો પાણી પણ વધારે લેવું, તેવી પણ જગ્યા ન હોય તો અશૌચવાદી પુરૂષના આપાતવાળી જગ્યાએ જવું, તે પણ ન મળે તો સ્ત્રી અને નપુંસકના આલોકવાળી જગ્યાએ જવું, પણ આલોક થતો હોય તે તરફ પુઠ કરીને બેસવું, અને હાથ પગ ધોવાની વિધિ પહેલાંની પેઠે કરવી.
તે પણ ન મળે તો, પુરુષ નપુંસક અને સ્ત્રી સહિત તિર્યંચના આપાતવાળે સ્થાનકે જવું, પણ ત્યાં નિંદિત અને દુષ્ટચિત્તવાળા જાનવરોનો આયાત છોડવો, પછી સ્ત્રી અને નપુંસકમાં આગલ જણાવેલ પ્રાકૃત આદિ ત્રણ પ્રકારના અશૌચવાદી લેવા, પણ ત્યાં બોલતાં બોલતાં અને ઉતાવળથી જવું, અને હાથ પગ ધોવા, હવે સાંઝના પડિલેહણ અને પડિકમણાથી પહેલાનો વિધિ કહે છે.
सण्णाइ ४३४, पुव्वु ४३५, पडि ४३६, तत्तो ४३७, पट्टग ४३८, तस्स ४३९, चउ ४४०, अहि ४४१, एमेव ४४२, इत्थेव ४४३, कालो ४४४
અંડિલથી આવેલો સાધુ ચોથો પહોર થયો જાણીને ઉપકરણની પડિલેહણા કરે. ચોથો પહોર ન બેઠો હોય તો સ્વાધ્યાય કરે. આજ ગ્રંથમાં પહેલાં જે સવારના પડિલેહણનો વિધિ કહ્યો છે તે જ વિધિ સાંજના પડિલેહણનો પણ જાણવો, પણ જે જુદાપણું તે સંક્ષિપ્ત હું કહું છું.
પડિલેહણ કરનાર બે પ્રકારના હોય છે. એક ખાનારા અને બીજા તે સિવાયના એટલે ઉપવાસવાળા, એ બન્ને પ્રકારવાળાને મુખવસ્ત્રિકા અને સ્વદાયની પહેલી પડિલેહણા હોય છે, પછી આચાર્ય અણસણવાળો, માંદો, અને નવદીક્ષિત જે સાધુ હોય તેની ઉપધિની પડિલેહણ કરે. તે પછી ગુરુને પૂછીને પાત્ર અને માત્રકની પડિલેહણ કરે, પછી તેમજ ગુરુઆદિકની આજ્ઞા લઈને પોતાની ઉપાધિ શેષપાત્ર વસ્ત્ર અને પડિલેહવે. અને ભોજન કરનારો ઓઘાનું પડિલેહણ કરે, જે સાધુને જ્યારે પડિલેહણ પૂરી થાય ત્યારે તે સાધુ ભણવાનો, આવૃત્તિ કરવાનો, કે બીજો કોઈ વ્યવસાય પ્રયત્નથી કરે. પછી ચોથેભાગે જૂન ચોથી પોરસી થાય ત્યારે કાલનું પ્રતિક્રમણ કરે, તેમાં પહેલાં અંડિલ અને માતાના ચોવીસ સ્થાનો