________________
૧૧૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬
. • • • • • • • • • • • • • • • •
(ગતાંકથી ચાલુ) થોડા કે ઘણા, મેલ કે ચોખા પાણીએ કે કદાચિત લાવેલા પાણીના નાશથી પાણીના અભાવે શૌચ કરવાનો પ્રસંગ આવે તો તેઓ નિંદા કરે, તેઓના કદાચધર્મને સન્મુખ પરિણામ થયેલા હોય તો તે પણ બદલાઈ જાય અને શંકા વિગેરે દોષો થાય, નપુંસક અને સ્ત્રીમાં પણ ગ્રહણ કરવા વગેરેના જે દોષો થાય તે સમજવા. દુષ્ટ તિર્યંચો ઘા કરે, નિદિત તિર્યંચોમાં લોકોને શંકા વિગેરે થાય, જેવી રીતે આપાતનો અધિકાર ભેદપ્રભેદ સાથે કહ્યો, તેવી રીતે તિર્યંચોને છોડીને મનુષ્યનો સંલોક પણ દોષવાળો સમજવો. મેલા પાણીથી કે પાણી નહિં હોવાથી પુરૂષના આલોકવાળા સ્થાનમાં પણ દોષ થાય છે. નપુંસક અને સ્ત્રીમાં પણ એજ દોષો થાય છે. મોટા અને વિકારવાળા ચિહ્નમાં મૂર્છા થાય છે, તે માટે જ કહે છે કે ત્રીજામાં આપાતનો દોષ, બીજામાં સંલોકથી થયેલા દોષ અને પહેલામાં એક્ટ પ્રકારનો દોષ નથી, માટે તેવા અનાપાત અને અસંલોકવાળા સ્થાને વિધિથી જવું. આત્મા, શાસન અને સંજમ એવી રીતે ત્રણ પ્રકારનો ઉપઘાત જાણવો. તેમાં બગીચામાં ચંડિલ જતાં પિટ્ટન વિગેરેનો ઉપઘાત, જાજરૂમાં અંડિલ જતાં અશુચિનો ઉપઘાત, અને અગ્નિવાળામાં સંયમનો ઉપઘાત જાણવો. વિષમ જમીન હોય તો ધસી પડવાથી આત્માને નુકસાન અને નીચેના ભાગમાં ઉથલી પડતાં વિષ્ઠામાં પડવાથી ધોવા વગેરેમાં પણ છએ કાયાની વિરાધના, પોલાણમાં વિંછી આદિનો ઉપદ્રવ તેમજ સ્પંડિલ, માતરાના આક્રમણથી તેમાં રહેલ ત્રસ વિગેરેની પણ વિરાધના થાય. કુંભાર ચુનાવાળા વગેરેની ભઠ્ઠીઆદિકથી જે ઋતુમાં જે ભૂમિ અચિત્ત થઈ હોય તે ઋતુમાં તે ભૂમિ અચિરકાલકૃત કહેવાય અને બીજી ઋતુમાં તે ભૂમિ ચિરકાલકૃત કહેવાય. ગામ વિગેરે જ્યાં વસ્યું હોય ત્યાં બાર વરસ સુધી અચિરકૃત કહેવાય. ચારે બાજુએ એક હાથ લાંબુ તે જઘન્યવિસ્તીર્ણ અને બાર જોજન પ્રમાણ સ્પેડિલ તે ઉત્કૃષ્ટ વિસ્તીર્ણ કહેવાય, જઘન્યથી ચાર આંગળ છેટું તે જઘન્ય દૂરાવગાઢ કહેવાય, મકાન વિગેરેની નજીકમાં સ્પંડિલ કરવા તે દ્રવ્યાસન્ન કહેવાય અને તેમાં સંયમ અને આત્માની વિરાધના થાય, અને અંડિલની ઉતાવળ થાય તે રૂપભાવાસ ન કહેવાય, તેમાં આત્મા, પ્રવચન, અને સંજમ એ ત્રણેની વિરાધના થાય. બિલવાળી જમીનમાં આત્મા અને સંયમવિરાધનાના દોષ છે, અને ત્રસ અને બીજમાં પણ તે જ દોષો છે. એ દશ પદોના બે આદિ સંયોગથી મુળ ભેદ કરતાં અધિક દોષો જાણવા હવે સ્પંડિલ જવાનો વિધિ કહે છે.
વિલિ ૪ર૬, ૩ત્તર ૪ર૬, સંસત્ત ૪ર૭, મા ૪૨૮, ૩ ૪ર૧, પૂર્વ દિશા ઉત્તર દિશા, પવન, ગામ અને સૂર્યને પુઠ નહિં કરીને તેમજ જેને અંડિલમાં કીડા પડતા હોય તે છાયાવાળી જગ્યાએ ત્રણ વખત પ્રમાર્જન કરીને સુડો એમ કહીને અંડિલ વોસિરાવે અને શુદ્ધિ કરે. તેમાં ઉત્તર અને પૂર્વ એ બે દિશાઓ પૂજ્ય છે માટે તેને પુઠ ન કરવી. રાત્રિએ નિશાચરો દક્ષિણ દિશામાં આવે છે, માટે રાત્રિએ તે દક્ષિણ દિશા બાજુ પુઠ ન કરવી. પવનને પુઠ કરવાથી નાકમાં ખરાબ ગંધ આવે અને તેથી નાકમાં હરસનો રોગ થાય, માટે પવનને પુઠ ન કરવી અને સૂર્ય અને ગામને પુઠ કરવાથી લોકો નિંદા કરે, માટે પૂર્વાદિકને પુઠ વર્જવાનું કહ્યું છે. કીડા આદિ જીવવાળો સ્પંડિલ જેને થતો હોય તે