________________
૧૦૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬ કરે. મકાનમાં પાતરાં ચોખ્ખાં કરેલાં છતાં બીજી ત્રીજી વખત ધોતાં પણ જો અનાજ દેખાય તો વસતિની અંદર તે જ વિધિએ ફેર પણ પાત્રો ધોવાનું કરવું પ્રચ્છન્ન ભોજન કરવાનું કારણ અને એકાસણવાળાને પણ તિવિહારના પચ્ચખાણનું કારણ જણાવે છે.
દાનથી પાછા હઠેલા સાધુઓએ એકાંતમાં જ ભોજન કરવું જોઇએ, નહિ તો દરિદ્રની માંગણી થતાં જો ન દેવામાં આવે તો તે દરિદ્રને દ્વેષ વિગેરે થવા સાથે તેને કર્મનો બંધ થાય. ભોજન કર્યા પછી એકાસણું હોય તો પણ અપ્રમાદને માટે અજ્ઞાન અને અનુભવથી કલ્યાણકારક જણાતું એવું તિવિહારનું પચ્ચખાણ જરૂર કરવું. એકાસણા કરતાં તિવિહારનાં આગારો પણ ઓછા થાય છે તે પણ ફાયદો છે કે હવે સ્પંડિલગમનનું દ્વાર કહે છે :
काल ३९३ अह ३९४ कप्पे ३९५ कप्पे ३९६ ऐक्किक्को ३९७ अजुअलिया ३९८
કાલે અને અકાલે એમ બે પ્રકારે સ્પંડિલ જવાનું બને છે. ત્રીજી પોરસિએ ઈંડિલ જવું તે કાલસંજ્ઞા કહેવાય. ત્રીજી પોરસી સિવાય બાકીની વખતે જવું તે અકાલસંજ્ઞા કહેવાય. પહેલી પોરસિએ ઠલ્લે જવાનું થાય તો ગુરુને પૂછીને ચોખ્ખું પાણી લઈને સાધ્વીઓ કે અન્ય સ્ત્રીઓ જે દિશાએ ઠલ્લે જતી હોય તેનાથી બીજી દિશાએ ઠલ્લે જવું. કંઈક વધારે પાણી વહોરીને ગુરુની પાસે આલોવીને, ગચ્છને પૂછીને જવું. પણ એ અકાલસંજ્ઞા છે. ગોચરી નહિં ફરનારા અને ફરનારા બન્નેને માટે એ કાલસંજ્ઞા અને અકાલસંજ્ઞા જાણવી. પાતરાં ધોઈને પછી એકેક સાધુને બે બે પાતરાં દઈને બે બે સાધુ જોડલે ઠલ્લે જાય. અને પાણી તો ત્રણ જણને જોઈએ તેટલું લે. એજ વાત સમજાવે છે કે પાતરાં ધોઈને સંઘાડામાંનો એક સાધુ બંનેના પાતરાં રાખે અને બીજો સાધુ કોઈક અન્ય સંઘાડાના સાધુ સાથે પાણી લેવા જાય. એકેક સંઘાડો ત્રણ સાધુને જેટલું પાણી જોઇએ તેટલું લે, પછી આ આગળ કહેવાય છે તે સ્પંડિલ વિધિએ જાય. સ્પંડિલ જતાં સરખી ગતિએ સરખો ખભો રહે તેવી રીતે જવું નહિં. ચાલતાં ઉતાવળ ન કરવી, રસ્તામાં વિકથા ન કરવી, ચંડિલ જવા પહેલાં બેસીને ઇટ આદિનાં ડગલ લેવાં. તે ડગલને ત્રણ વાર ખંખેરવાં. ડગલની સંખ્યાનું પ્રમાણ સ્પંડિલના જાડા પાતળા ઉપર આધાર રાખે છે. હવે સ્પંડિલની જગાનું સ્વરૂપ કહે છે - ... अणा ३९९, विच्छि ४००, एक्कं ४०१, दुग ४०२ अह उ वाम ४०३ दस ४०४ दस ४०५ अणा ४०६, तत्थावा ४०७ संविग ४०८ पर ४०९, पुरिसा ४१० एए ४११ दित्ता ४१२ गम ४१३, जत्थ ४१४ दव ४१५ आह ४१६ कलुस ४१७, आवा ४१८, आया ४१९. विसम ४२० जे ४२१ हत्था ४२२, दव्वा ४२३ हुन्ति ४२४
જે જગ્યાએ લોકોની અવરજવર ન હોય તે અનાપાત જે જગાએ સ્પંડિલ જવા બેઠેલાને લોકો દેખે નહી તે અસંલોક કોઈ ત્રસ કે સ્થાવર જીવનો ઉપઘાત ન હોય ઉંચાણ કે નીચાણ પણ વિના