________________
૧૦૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬ સરખી જમીન દરઆદિના પોલાણ વગરની હોય થોડા કાલ પહેલાં જ અચિત્ત થયેલી હોય વિસ્તારવાળી હોય ગંભીર હોય નજીક ન હોય’ બિલ રહિત હોય અને ત્રસપ્રાણીઓ તથા વૃક્ષાદિના બીજે કરીને રહિત હોય એવી જમીનમાં સ્પંડિલ વિગેરે પરઠવવાં. એકથી દશ સુધીના એ પદોથી ભાંગા કરતાં એક હજારને ચોવીસ ભાંગા થાય, તે ભાંગા જણાવે છે. બ્રિકસંજોગોમાં ચાર ત્રિકસંજોગમાં આઠ, બાકીનામાં બમણા બમણા ભાંગા થવાથી સોલ બત્રીસ ચોસઠ એકસો અઠાવીશ બસો છપ્પન પાંચસો બાર અને એક હજારને ચોવીસ, એમ દશે પદોએ એક હજારને ચોવીસ ભાંગા થાય, અથવા તો પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વીથી ભાંગાના એકથી દશ સુધીના આંક ઉપર નીચે મેલીને, હેઠળના પાછલના આંકની સાથે ઉપરનો પહેલાનો આંક ગુણવો, અને જે રાશિ મળે તેને ઉપલાની સાથે ભાગવાથી સંયોગી ભાંગા આવે, એમ કરવાથી દશ સંજોગના ભાંગા આ પ્રમાણે થાય. દશ, પીસતાળીસ, એકસોવીસ, બસો દશ, બસો બાવન, બસો દશ, એકસો વીસ, પીસતાળીસ, દશ અને એક, એવી રીતે એકાદિક સંજોગે અનુક્રમે ભાંગા થાય, અને દશેના ભાંગાની દશે શુદ્ધ એવા ભાંગાની સાથે જોડવાથી એક હજાર ચોવીસ ભાંગા થાય. અનાપાત અને અસંલોક, અનાપાત અને સંલોક, આપાત અને અસંલોક તેવી જ રીતે આપાત અને સંલોક એમ ચાર ભાંગા થાય. વળી તેમાં સ્વપક્ષ અને પરપક્ષ એમ આપાત બે પ્રકારે સમજવો, સ્વપક્ષમાં પણ સાધુ અને સાધ્વી એમ બે પ્રકાર છે. સાધુમાં પણ સંવેગી અને પાસત્થા એમ બે પ્રકાર છે, સંવેગીમાં પણ સરખી સામાચારીવાળા અને જુદી સમાચારીવાળા એમ બે ભેદ જાણવા. અસંવેગીમાં પણ સંવિગ્નપાક્ષિક અસંવિગ્ન પાક્ષિક એમ બે ભેદ જાણવા. પરપક્ષમાં પણ મનુષ્ય તિર્યંચ એ ભેદો જાણવા. તે બધાના સ્ત્રી, પુરુષ, અને નપુંસક એવા ત્રણ ભેદો છે. રાજા, કૌટુંબિક અને સામાન્યજન એમ ત્રણ પ્રકારે પુરૂષપાત છે. તે ત્રણેમાં પણ શૌચવાદી અને અશૌચવાદી એવા બે બે ભેદો છે. એવી જ રીતે સ્ત્રી અને નપુંસક આપાતના પણ રાણી આદિ ભેદો સમજવા. પરતીર્થિ મનુષ્યોના પણ એજ વિભાગ જાણવા. તિર્યંચના વિભાગને હવે આગળ કહું છું. દુષ્ટ અને અદુષ્ટ એવી રીતે બે પ્રકારના તિર્યંચો હોય છે, તેમાં પણ જાતની અપેક્ષાએ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદો છે. એ પુરૂષ તિર્યંચોના ભેદ જણાવ્યા એવી રીતે સ્ત્રીઓ અને નપુસંકતિર્યંચો પણ જાણવા વળી તેમાં મેંઢા, ખર વિગેરે નિંદિત તિર્યંચો ગણાય અને ગાય વિગેરે અનિંદિત ભેદો જાણવા. સરખી સામાચારીવાળાના આપાતવાળા સ્થાનમાં ચંડિલ જઈ શકાય. બીજે સ્થાને જતાં વિપર્યાસ દેખવાથી કલેશ થાય, કદાચ અસંવેગીમાં જવું થાય તો તેઓના ઘણા પાણીના ઉપયોગને દેખીને કુશીલસેવન કે નવદીક્ષિતનું ભ્રષ્ટપણું વિગેરે બને. પરપક્ષ પુરુષના આપાતમાં તે પરપક્ષવાળા એવું ચિંતવે કે જ્યાં અમે જઈએ છીએ, અથવા અમારા કુટુંબીઓ જ્યાં જાય છે ત્યાં આ સાધુઓ પણ જાય છે, તેમ ધારીને તેઓ સાધુઓનો પરાભવ કરે અથવા તો કામથી એ વ્યાપ્ત થયેલા છે ને તેથી બીજી સ્ત્રીઓને સંકેત દે છે. એમ તેઓ ધારે.
(અપૂર્ણ)