________________
૧00
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬ સ્ત્રીનું દૂધ વિગેરે વિગય કહેવાય નહિ, તે પાંચ જાતિના વિગય તરીકે ગણાતાં દુધોમાં પણ ઊંટડી સિવાય બાકીના જાનવરોના દહિં વિગેરે હોય છે, પણ ઊંટડીના દૂધના દહિં ઘી થતાં નથી માટે ચાર જાતનાં દહી અને ઘી વિગમાં લેવાં. માખણ, એ વિગય છે પણ તે અભક્ષ્ય છે. તલ, અળસી, કુસુંભ અને સરસવ એ ચાર તેલો વિગય કહેવાય. બાકીના ડોળીઉં વિગેરે વિગય કહેવાય નહિં. દ્રવગોળ અને પિંડગોળ એ બે પ્રકારે ગોળ હોય છે, કાષ્ઠ અને લોટથી થએલો દારૂ એમ પ્રકારે દારૂ હોય છે, માખીનું કુતિયું અને ભમરાનું એમ ત્રણ પ્રકારે મધ હોય છે, જળચર, સ્થળચર અને ખેચરનું એમ ત્રણ પ્રકારે માંસ અથવા ચામડું, ચરબી અને લોહી એમ ત્રણ પ્રકારે પણ માંસ કહેવાય છે, એ ત્રણે વિગયો પણ અભક્ષ્ય છે. પહેલાના ત્રણ ઘાણ તળેલા હોય તેવાં પકવાન્ન વિગેરે પકવાન્ન વિગય કહેવાય છે. પણ ચોથા ઘાણથી વિગય ગણાતી નથી. અને તેથી સામાન્ય નીવીની પચ્ચખાણવાળાને તે ખપે છે. તેમાં દોષ નથી, પણ કેવી રીતે થયેલાં છે તે માલમ ન પડે માટે ઘણા ભાગે વપરાતાં નથી. એક જ પુડલાએ આખો જો તવો ભરાય તો તેનો બીજો ઘાણ પણ કહ્યું, પણ તે લેપકૃત તો જરૂર ગણાય. દહીંની તર તે વિગય ગણાય, પણ છાશ વિગય ન ગણાય. દૂધ, માખણ અને પકવાન્ન તો ભેદ વગરનાં છે. ધૃતઘટ્ટ જેને મહાઆડું કહે છે તે વિગય ગણાય. કેટલાક આચાર્યો અડધા બળેલા ઘીમાં નાખેલા ચોખાથી થયેલા એવા વિણંદનને વિગય તરીકે માને છે. સુખડી અને ખાંડ વિગરે તેલ અને ગોળ વિગયના નીવીઆતો છે. મદ્ય અને મધના ખોળ અને મીણએ વિગય કહેવાય નહિ. પુદગલમાં પિંડ એટલે કાલિજ્જ વિગય કહેવાય નહિ. માંસનો અવયવ જે રસક તે જરૂર વિગય ગણાય. ખજુર, દ્રાક્ષ, દાડમ, પીપળો, આંબલી વિગેરના પિંડરસો તે વિગય ન ગણાય, પણ લેપકૃત તો ગણાય. આ વિષયના અધિકારમાં જણાવેલી નીવીઆતોના ઉત્કૃષ્ટ દ્રવ્યનો પરિભોગ તે કારણની અપેક્ષાએ છે, સામાન્યપણે નથી. વિગય પરિણામને પલટાવવાના ધર્મવાળી છે, અને તેથી તે વિગયથી મોહનો ઉદય થાય છે, અને મોહનો ઉદય થયા પછી ચિત્તને જીતવામાં અત્યંત ઉદ્યમવાળો પણ મનુષ્ય હોય તો પણ કેમ અકાર્યમાં ન વર્તે ? કયો મનુષ્ય દાવાનળની વચમાં રહ્યો છતાં તેની શાંતિ માટે વિદ્યમાન એવા જલાદિકને ન લે ? એવી રીતે આ સંસારમાં મોહઅગ્નિથી સળગેલા ને સ્ત્રી સેવવાની વૃત્તિ કરાવનાર એવી વિગયો સેવવાની ઘટના જાણવી. આ અધિકારમાં શરીરે દૃઢ એવો જે સાધુ હોય અને તેમ છતાં જે રસલોલુપતાએ વિગયોને ન છોડે, તેના પ્રત્યે આ નિષેધ છે, પણ શરીરઆદિના કારણસર વાપરનારને માટે નથી. જેમ ઉંજ્યા વગર ગાડું ચાલી શકે નહિં, તેવી જ રીતે જે સાધુ વિગય વગર નિર્વાહ ન કરી શકે તે સાધુ રાગદ્વેષ રહિતપણે પ્રમાણયુક્ત એવી વિનયને વિધિથી વાપરે. વર્તમાનમાં કે ભવિષ્યમાં જે વિગયથી સંયમયોગોની હાનિ ન થાય તેટલું પ્રમાણ વિગવાળા આહારને અંગે પણ સાધુને માટે જાણવું છે મૂળ જે દ્વારગાથા હતી તેનું ભોજનદ્વાર કહી હવે પાત્ર ધોવાનું દ્વાર કહે છે.
સદ રૂ૮૮, કચ્છ રૂ૮૨, તો રૂ૨૦. હવે ખાધા પછી હાથ ચોખા કરીને ચોખ્ખા કરેલાં પાતરાંને વસતિની બહાર લઈ જઈ ધોવાં જોઇએ. ગૃહસ્થની અવરજવર હોય તો અંદર પણ ધોવે. ઉપયોગપૂર્વક ચોખ્ખા પાતરામાં ચોખ્ખા પાણીથી ત્રણ વખત ધોવે, પણ અધાકર્મ આદિ આહારાદિકમાં કલ્પોની વૃદ્ધિ