________________
૯૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬ . . . . . . . . . . . . . . . • • • • • • • • • • • • • • • • • • ગુણિવાળો જે ભોજન કરે તે પ્રક્ષેપશુદ્ધિ કહેવાય. ભોજનની ઉપર રાગ કરીને ખાવું તે અંગારદોષ કહેવાય અને તે ઉપર દ્વેષ કરીને ખાવું તે ધૂમ્રદોષ જાણવો. પરમાર્થ એ છે કે સાધુઓએ રાગદ્વેષ રહિતપણે ભોજન કરવું. રાગાદિકનું પ્રમાણ જેટલું હોય તેટલો જ કર્મબંધ થાય. પ્રાયે કરીને ભોજનનું અશુદ્ધપણું હોવાથી રાગાદિ થાય છે, અને તેને લીધે આત્માનું ચંચળપણું પણ થાય છે. સારી રીતે અભ્યાસ કરેલી અને વૈરાગ્યાદિમય એવી નિર્મળભાવનાઓથી જરૂર રાગાદિકદોષોનો ક્ષય થાય છે હવે ભોજનનાં કારણો જણાવે છે.
વેય રૂદ્ધ ત્નિ રૂદ્દ૬, રિય રૂ૬૭, ૧૩ રૂ૬૮ ને રૂદ્ર સુધાવેદનીય ને શમાવવા માટે, વેયાવચ્ચ કરવા માટે, ઇરિયા સમિતિને શોધવા માટે, સંયમના પાલન માટે, પ્રાણના રક્ષણને માટે અને છઠ્ઠ ધર્મચિંતનને માટે સાધુઓ ભોજન કરે. જગતમાં સુધા સરખી વેદના નથી તેથી સુધાની શાંતિ માટે ભોજન કરે. ભૂખ્યો વૈયાવચ્ચ ન કરી શકે માટે વૈયાવચ્ચ માટે ભોજન કરે, ભૂખ્યો થયેલો ઇરિયા સમિતિ ન શોધી શકે માટે ઈરિયા શુદ્ધિને માટે પણ ભોજન કરે, ભૂખ્યો પડિલેહણ વિગેરે સંજમનું પણ ન પાલન કરી શકે તેથી સંયમ માટે ભોજન કરે, તેમજ ભૂખ્યાના પ્રાણ બળ વિગેરે નાશ પામે માટે તે પ્રાણબળના બચાવ માટે ભોજન કરે. ભૂખ્યો સૂત્રાદિને ગણવામાં અને સૂત્રના અર્થ વિચારવામાં અશક્ત થાય તે ધર્મચિન્તા કહેવાય તે માટે પણ ભોજન કરે.
પણ સાધુએ રૂપ, રંગ કે બળને માટે ભોજન કરવું નહિ. પૂર્વે કહેલા સુધાદિકકારણોમાંથી કોઈ કારણે સાધુઓ ભોજન કરે, તે આહાર પણ વિગયવાળો નહિં. તેમ અતિશય પણ નહિં, પરંતુ પ્રમાણસર ભોજન કરે. સુધાદિકઆલંબનો સિવાય રૂપરંગને માટે જે ભોજન કરે છે તેઓને વર્ણાદિકનું વિચારોને લીધે તીવ્રકર્મસંબંધ થાય છે એમ જાણવું છે
વિગયોનું વર્ણન કહે છે.
विगइ ३७०, खीरं ३७१, गो ३७२, चत्ता ३७३, दव ३७४, गल ३७५, सेसा ३७६, एगे ३७७, दहि ३७८, धय ३७९, भज ३८०, खजूर ३८१, एत्यं ३८२ विगई ३८३, दीवा ३८४, एत्थ ३८५, अब्भं ३८६, पडु ३८७
દુર્ગતિથી ડરેલો જે સાધુ હોય તે વિકારને કરનારી એવી વિગયોને ખાય નહિં, કેમકે વિગયો વિકાર કરવાના સ્વભાવવાળી જ છે, અને તેથી તે વિગઇયો બળાત્કારે પણ ખાનારને દુર્ગતિએ લઈ જાય છે. તે વિગયોના ભેદો કહે છે. દૂધ, દહિં, માખણ, ઘી, તેલ, ગોળ, મદ્ય, મધ માંસ તેમજ પકવાન્ન એ દશ પ્રકારની વિગયો છે. તેમાં ગાય, ભેંસ, ઊંટડી, પશુ અને મેંઢાના દુધો તે પાંચ દુધની વિગય છે. (આ ઉપરથી જેઓ ઉંટડીનું દુધ અભક્ષ્ય જ માને છે તે સૂત્રવિરૂદ્ધ બોલનારા છે એમ માનવું.) અભક્ષ્યવિગયોની ગણતરીમાં માખણ વગેરે ચાર જ ગણાવ્યા છે. પિંડનિર્યુક્તિમાં પ્રથમ તો અન્યમતની વાત છે અને વળી સાથે મેંઢીનું દુધ પણ ગયું છે. તો શું તે મેંઢીનું દુધ પણ અભક્ષ્ય ગણવું? જો મેંઢીના દુધને અભક્ષ્ય ન ગણવું તો ઉંટડીના દુધને અભક્ષ્ય કહેતાં અણસમજ જ ગણાય.