SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શ્રી સિદ્ધચક્ર તા. ૧૩-૧૨-૧૯૩૬ કહેવાથી પોતે આપ્યા પછી બાકી રહેલું આહારપાણી ગુરુની આજ્ઞાથી પોતે વાપરે. સાધુ લે કે ન લે તો પણ સાધુએ પ્રયત્નથી નિયંત્રણ કરવું તો જોઇએ જ કેમકે સાધુ ગ્રહણ ન કરે તો પણ નિમંત્રણ કરનારને તો પરિણામની નિર્મળતાથી નિર્જરા થાય જ છે, અને પરિણામની નિર્મળતા ન હોય તો ગ્રહણ કર્યા છતાં પણ નિર્જરા થોડી જ થાય છે. તેથી સાધુ વિધિ અને ભક્તિપૂર્વક પરોણા વગેરેને નિમંત્રણ કરે, અને પ્રીતિવાળો થાય. એ નિર્જરાની વાત ઉદાહરણથી જણાવે છે કે : જીરણશેઠે ભગવાનને પારણું ન કરાવ્યું અને અભિનવશેઠે કરાવ્યું, તેમાં જીરણશેઠેને વિધિ અને ભક્તિ હતી, અને અભિવનશેઠને ભક્તિ ન હતી. જીરણશેઠમાં જે વિધિ અને ભક્તિ હતી તે જ મોક્ષનું કારણ બન્યાં. આ હકીકત કાંઇક વિસ્તારથી કહે છે ઃ વિશાલાનગરીમાં ભગવાન ચોમાસું રહ્યા. દેવકુળમાં કાઉસ્સગ્ગ કર્યો. જીરણશેઠે દેખ્યાં. અત્યંતભક્તિથી પારણું કરાવવાને દિવસે પારણું કરાવવાનો મનોરથ કર્યો, ભગવાન અભિનવશેઠને ત્યાં ગયા, તેણે દાન દીધું, વસુધારા થઇ. લોકમાં ભાગ્યશાળી છે એમ અભિનવશેઠની પ્રશંસા થઈ. કેવળી મહારાજ પધાર્યા. શહેરમાં કોણ ભાગ્યશાળી છે ? એમ ગામલોકોએ પૂછયું. કેવળીમહારાજે જીરણશેઠને ભાગ્યશાળી જણાવ્યા. એમ માંડલીમાં નહિં આવવાવાળા સાધુનો વિધિ કહ્યો. માંડલીમાં આવવાવાળા સાધુઓ પોતાને આસને જઇને ‘યમ્મો મંત્ત' વગેરે સૂત્ર બીજાઓ ન આવે ત્યાં સુધી ભણે. ‘ધમ્મો મંત'નું અધ્યયન દ્દે નુ હ્રષ્નાનું અધ્યયન અને સંગમે સુટ્ટિકાળ એટલું બધાએ ગોચરી પહેલું ગણવું જ જોઇએ. અથવા જે શાસનમાં જે ગણવાની પ્રવૃત્તિ હોય તેને તેના શાસનવાલા એ ગણવું. પછી સંવેગવાળો સાધુ રાગ અને દ્વેષના અભાવને તથા સમ્યવાદને માનતો પોતે પોતાના જીવને શિખામણ દે. તે શિખામણ આ પ્રમાણે છે. એષણાના બેતાલીસ દોષે વ્યાપ્ત એવા વનમાં હે જીવ ! તું ગોચરી ફરતાં ઠગાયો નથી, તો હમણાં ગોચરી વાપરતો રાગ અને દ્વેષે ન ઠગાય તેમ કર. પછી ગુરુનો હુકમ લઇને નવકાર ગણીને રાગદ્વેષરહિતપણે જેમ ગુંમડાને લેપ કરાય એ વિગેરેની માફક વિધિથી ભોજન કરે. પિત્તાદિકની શાંતિ માટે અને બુદ્ધિબળની વૃદ્ધિ માટે પહેલાં સ્નિગ્ધ અને મધુર આહારને વાપરે કેમકે તે સ્નિગ્ધાદિ વધે તો પરઠવાની પણ મુશ્કેલી થયા કદાચિત સ્નિગ્ધ અને મધુર આહાર અલ્પપરિકર્મ અને સપરિકર્મ પાત્રમાં હોય તો સ્નિગ્ધ મધુર ભોજનને વાપરી હાથ ધોઇ, પછી શુદ્ધ આહારને વાપરે. કુકડીના ઇંડાં પ્રમાણ અથવા તો નાના કોળીયા લેવાવાળાને કોળીયા માત્ર લેવું. મોટો સાધુ સ્વાભાવિક મુખવાળો રહીને વાપરે. કોળીયાનું ગ્રહણ અને મોઢામાં નાંખવું તે બાબતમાં બે પ્રકારની સામાચારી છે. પાતરામાંથી જ ગ્રહણ હોય છે, અને પ્રક્ષેપ મોઢામાં હોય છે, ધૂમ્ર અને અંગાર દોષને વર્જીને એક અને અનેક સાધુઓએ પ્રતરછેદ તથા કટકચ્છેદથી કે સિંહભક્ષણથી ખાવું. એક પડખેથી ખાતાં ખાતાં સંપૂર્ણ ખાય તે કટકચ્છેદ કહેવાય અને ઉપરથી નીચે સુધી ખાય તે પ્રતરચ્છેદ કહેવાય. જ્યાંથી શરૂ કરે ત્યાં સમાપ્તિ કરે તે સિંહભક્ષિત. પણ માંડલીમાં બેસવાવાળાને કટકચ્છેદનો વિધિ નથી. સુરસુર કે ચવચવ શબ્દો ન થાય તેવી રીતિએ આહાર કરવો. જલદી નહિં તેમજ ધીમું પણ નહિં, અને વળી ભોંય પડે નહિં તેવી રીતિએ મનવચન અને કાયાની
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy